Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધ્રોલમાં કાર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત , એકની હાલત ગંભીર

ધ્રોલ તાલુકાના લતીપર રોડ પરના ગોકુલપર ગામ પાસે ગમખ્વાર  અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. કાર અને આઇસર વચ્ચે ધડાકાભેર ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો..જેમાં 3ના મોત સાથે એક વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકો જોડિયા તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે. પીઠડ ગામના મૃતક કારચાલક ટીમલી ગામે યોજાયેલા ભજનના કાર્યક્રમમાં સહભાગી થવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતà«
ધ્રોલમાં કાર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત  ત્રણના મોત   એકની હાલત ગંભીર
ધ્રોલ તાલુકાના લતીપર રોડ પરના ગોકુલપર ગામ પાસે ગમખ્વાર  અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. કાર અને આઇસર વચ્ચે ધડાકાભેર ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો..જેમાં 3ના મોત સાથે એક વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકો જોડિયા તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે. પીઠડ ગામના મૃતક કારચાલક ટીમલી ગામે યોજાયેલા ભજનના કાર્યક્રમમાં સહભાગી થવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે.
મંગળવારની સવાર વધુ એક વખત અમંગળ સાબિત થઈ . જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર રોડ પર આવેલા ગોકુલપર ગામ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. એક કાર અને આઇસર ધડાકાભેર સામસામે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ કારમાં સવાર યુવરાજસિંહ જગતસિંહ જાડેજા, જયદેવસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા   તેમજ જોડિયા તાલુકાના પીઠડ ગામના લાલજીભાઈ દેવદાનભાઈ ગોગરાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે વિક્રમસિંહ કિશોરસિંહ જાડેજાને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ ધ્રોલ પ્રાથમિક સારવાર આપી જામનગર ખસેડવામાં આવ્યા છે. આ બનાવના પગલે ધ્રોલ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મૃતક ભાઈ લાલજીભાઈ 23મીના રોજ રાત્રિના ટીમલી ગામે સંબંધીને ત્યાં યોજાયેલા ભજનના કાર્યક્રમમાં ભજન સાંભળવા માટે ગયા હતા. દરમિયાન રાત્રે 12 વાગ્યે ફોન લાલજીભાઈનો ફોન આપ્યો હતો  તેઓએ કહ્યું હતું કે મિત્રો તેઓને મળી ગયા છે અને તેઓ ધ્રોલ ખાતે કારમાં ગેસ ભરાવવા અને નાસ્તો કરવા જઈ રહ્યા છે' ત્યારબાદ તેઓ મિત્રોને ટીબડી મૂકી પરત આવી જશે. પરંતુ એક દોઢ વાગ્યે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે તેઓના ભાઈની કારનો અકસ્માત થયો છે. જેને લઈને તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.