Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહિલા સશક્તિકરણ અને હિંદુ સામાજિક અને આધ્યાત્મિક પરંપરાઓ વિષય પર એકડેમિક કોન્ફરન્સ

અમદાવાદ પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં વિવિધ વિષયો પર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. આજે મહિલા દિન નિમિત્તે નગરમાં મહિલા સશક્તિકરણ અને હિન્દુ સામાજિક-આધ્યાત્મિક પરંપરાઓ વિષય પર એકડેમિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાની વાત રજુ કરી હતી.ગીતાબેન પરમાર, મેયર - જૂનાગàª
મહિલા સશક્તિકરણ અને હિંદુ સામાજિક અને આધ્યાત્મિક પરંપરાઓ વિષય પર એકડેમિક કોન્ફરન્સ
અમદાવાદ પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં વિવિધ વિષયો પર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. આજે મહિલા દિન નિમિત્તે નગરમાં મહિલા સશક્તિકરણ અને હિન્દુ સામાજિક-આધ્યાત્મિક પરંપરાઓ વિષય પર એકડેમિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાની વાત રજુ કરી હતી.
ગીતાબેન પરમાર, મેયર - જૂનાગઢ
સમગ્ર નગરના આયોજનમાં બહેનો નો મહત્વ નો ફાળો છે . બ્લોક બેસાડવામાં પણ એમનો ફાળો છે અને સમગ્ર ભારત અને વિશ્વ નાં દેશોમાંથી બહેનો પધારી છે અને સેવા આપી છે.

જસ્ટિસ વૈભવી નાનાવટી, જજ - ગુજરાત હાઈકોર્ટ
ભગવાન સ્વામિનારાયણે પ્રગટાવેલી અને પ્રમુખસ્વામી મહારાજ દ્વારા બીએપીએસ સંસ્થા જગતભરમાં પ્રવર્તી છે આદિવાસી મહિલા થી લઇ વિદેશમાં મહિલા યુવતી અને બાલિકા મંડળમાં મહિલાક્રાંતિ દ્વારા તેજસ્વી જ્યોત જગાવી છે. પ્રમુખસ્વામી નગરમાં  પ્રેમવતીમાં 4000 બહેનો સેવા આપે છે ,એમાં બધું જ એકાઉન્ટથી માંડીને ફૂડનું બધું જ મેનેજ કરવાનું કાર્ય કરે છે .સંસ્થા નું પ્રેમવતી મેગેઝીન એનું પણ સંચાલન બહેનો ચલાવે છે .  આમ, નારી ઉત્કર્ષના ક્ષેત્રે પ્રમુખસ્વામી મહારાજે કરેલું યોગદાન ખૂબ વિશિષ્ટ બની રહ્યુ છે.
ડો. લવિના વરેશ સિંહા, DCP zone-1, અમદાવાદ
હવે આપણે જોઈએ છીએ કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે બીએપીએસ સંસ્થામાં પણ મહિલાઓ આગળ છે ઈંટો ઊંચકવી ,બ્લોક બેસાડવાથી માંડીને બાંધકામ વિભાગની સેવા , ગ્લો ગાર્ડન વગેરેમાં પણ મહિલાઓએ ઇક્વલ હિસ્સો આપ્યો છે.  છોકરા છોકરીઓને એ જ રીતે વળતર આપવું જોઈએ , મહિલાઓને પણ માન આપીએ, વડીલો , સંસ્થા અને આધ્યાત્મિક શિક્ષણની કદર કરવી . આ જો ઘરથી શરૂ કરીશું ,સંસ્થાથી શરૂ કરીશું તો આગળ જઈને વર્કપ્લેસ ઉપર કે સોસાયટીમાં પણ એ મહિલા અને પુરુષ સાથે રહેશે ત્યારે તેમને સમાન દરજ્જો , માન અને સમાન તક મળશે.
રૂઝાન ખંભાતા, સામાજિક ઉદ્યોગસાહસિક અને મોટિવેશનલ સ્પીકર
મને મને સૌથી આકર્ષક  કામ જે સંસ્થામાં લાગે છે  ઘણું ઘણું કામ કર્યું છે બહેનોને એમપાવર  કરવા માટે, તેમજ સમાનતા માટે .સ્વામિનારાયણજીની સોચ હતી કે "સોચ બદલો, દુનિયા બદલો" એટલે એમને દુનિયા બદલી અને હૃદય બદલ્યા છે . સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી અગત્યનું એ ગમ્યું એમને આજની વાત નહીં પરંતુ વર્ષો પહેલા જ્યારથી સંસ્થા સ્થાપી ત્યારથી વિચારતા હતા બહેનોને સમાનતા આપવી, એમેને  સતી પ્રથા દૂર કરી વિધવાઓને પોતાના પગભર કરી અને આધ્યાત્મિકતાની નજીક  પોતે લઈ ગયા.  એમના ઉચ્ચવિચારથી નવું જીવન બહેનોને મળ્યું છે.
ડો.નયનાબેન પટેલ, મેડિકલ ડિરેક્ટર, આકાંક્ષા IVF hospital, આણંદ
સ્ત્રીઓને  બધા જ પ્રસંગોમાં પોતે જે પ્રસંગ માણી શકે , સ્ત્રીઓને જે સમકક્ષ્તા પુરુષ સાથે આપી છે જે માન  આપ્યું છે  જે આ ધર્મને સજોડે કોઈપણ ના આવી શકે .  કોઈપણ વેળાએ  સ્ત્રીઓની અવગણના કે ત્યાગ નથી કર્યો. હું આજે મારી જાત ને ધન્ય સમજુ છું કે  સ્ત્રીસંમેલનમાં બોલવાની તક આપી  હું ભૂલી ગઈ છું કે હું ડોક્ટર છું  આ મારું શરીર છે આમ એવું લાગે છે કે સ્વર્ગની નગરી પણ આવી જ હશે કે જ્યાં આપણે  મજાથી ખુશીથી ફરીશું ,કોઈપણ જગ્યાએ ગુસ્સો નહીં , મોટેથી બોલવાનું,  કશું જ નહીં એ જ સાચું સ્ત્રીનું સશક્તિકરણ છે. એજ આપણા દેશની દરેક સ્ત્રીને આગળ લાવશે. એટલે તંદુરસ્તી સાથે સ્વામિનારાયણ સંપ્રદાય આ જે કરે છે એ સલામને પાત્ર છે.
પ્રો. હેન્ના હી-સન
એડેલ્ફી યુનિવર્સિટીમાં પ્રોફેસર અને માનવશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. હેન્ના હી-સન કિમે જણાવ્યું, BAPS સંસ્થાએ મારી કારકિર્દીને આગવો આકાર આપ્યો છે.પ્રમુખસ્વામી મહારાજે  યુવતી તાલીમ કેન્દ્ર દ્વારા યુવતીઓને સ્વ-જાગૃતિ અને સ્વ-વિકાસનો માર્ગ ચીંધ્યો. યુવતી તાલીમ કેન્દ્ર નૈતિકતાની પ્રયોગશાળા છે.
ડો. જયંતી રવિ
ઓરોવીલ ફાઉન્ડેશનના સેક્રેટરી, IAS ડો. જયંતી રવિએ જણાવ્યું, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવવાનો અવસર સાંપડ્યો તે સદ્ભાગ્ય છે. ભક્તિ અને સમર્પણ દ્વારા સંવાદિતાસભર વાતાવરણ જોવા મળી રહ્યું છે.” તેમણે BAPS દ્વારા થઈ રહેલાં તમામ કાર્યોની સરાહના કરી.
ડો. પૂર્ણિમા દવે
મુંબઈની સથાયે કોલેજના દર્શનવિભાગના પૂર્વ અધ્યક્ષ ડો. પૂર્ણિમા દવેએ જણાવ્યું, પ્રમુખસ્વામી મહારાજે મહિલા લેખકો અને કેવળ મહિલાઓ માટે કોન્ફરન્સના આયોજનોને ઉતેજન આપ્યું. ભગવાન સ્વામિનારાયણે ચરિત્ર્યનિર્માણ, દલિત ઉત્થાન અને નારી ઉત્કર્ષમાં મહત્વનું પ્રદાન કર્યું. 
ડો. રંજના હરિશ
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં અંગ્રેજીવિભાગમાં પૂર્વ અધ્યક્ષ અને પ્રોફેસર એવા ડો. રંજના હરિશે જણાવ્યું, ભગવાન સ્વામિનારાયણે મોક્ષ માર્ગમાં સ્ત્રીઓને ભક્તિ કરવા અધિકારો આપ્યા. નારીને ગૌરવ અપાવ્યું.” જીવનમાં મુશ્કેલીના સમયમાં પ્રમુખસ્વામી મહારાજે પત્ર લેખન દ્વારા આપેલ માર્ગદર્શનની સ્મૃતિ તેમણે કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.