આલિયાબેટના મતદારો માટે કન્ટેનરમાં મતદાન મથક તૈયાર કરાયું
ભરૂચના(Bharuch)વાગરા તાલુકામાં આવેલાં આલિયાબેટના 200 જેટલા મતદારો વિધાનસભાની ચુંટણીમાં પ્રથમ વખત ઘરઆંગણે જ મતદાન કરી શકશે. પાણીથી ઘેરાયેલા ટાપુ પર પ્રથમ વખત કન્ટેનરમાં વિશેષ મતદાન મથક ઉભું કરવામાં આવશે ત્યારે આવો જોઈએ કેવું છે આ મતદાન મથકવાગરા તાલુકામાં સમાવિષ્ટ આલીયાબેટના કબીલાવાસીઓ પ્રથમ વખત આલિયાબેટ ખાતે વિધાનસભા માટે મતદાન કરશે. આઝાદી ના 75 વર્ષ બાદ મતદાન મથક મળ્યું છે.2021માં સ્
ભરૂચના(Bharuch)વાગરા તાલુકામાં આવેલાં આલિયાબેટના 200 જેટલા મતદારો વિધાનસભાની ચુંટણીમાં પ્રથમ વખત ઘરઆંગણે જ મતદાન કરી શકશે. પાણીથી ઘેરાયેલા ટાપુ પર પ્રથમ વખત કન્ટેનરમાં વિશેષ મતદાન મથક ઉભું કરવામાં આવશે ત્યારે આવો જોઈએ કેવું છે આ મતદાન મથક
વાગરા તાલુકામાં સમાવિષ્ટ આલીયાબેટના કબીલાવાસીઓ પ્રથમ વખત આલિયાબેટ ખાતે વિધાનસભા માટે મતદાન કરશે. આઝાદી ના 75 વર્ષ બાદ મતદાન મથક મળ્યું છે.2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હંગામી મતદાન મથક ઉભું કરાયું હતું. પ્રથમ વખત ભરૂચના આલિયાબેટ મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં અલાયદું મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.
આ બેટ પર એક પણ સરકારી મકાન નહિ હોવાથી કન્ટેનરમાં પોલિંગ બુથ નો મુખ્ય ચૂંટણી અધિકારી નો નિર્ણય કરવામાં આવ્યો છે.600 લોકોની વસ્તી ધરાવતા ટાપુના લોકોને મતદાન માટે 82 કિમી દૂર જવું પડતું હતું. અગાઉ લોકસભા ચૂંટણીમાં મતદાન માટે એસટી બસોની વ્યવસ્થા કરાઈ હતી.
જો કે ભરૂચ કલેક્ટર અને ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના પ્રયાસોના કારણે અલાયદુ મતદાન મથક ઊભું કરવામાં સફળતા મળી છે.
Advertisement