Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માતા -પિતા સાથે નથી રહેવું કહેનારી સગીરા નારી કેન્દ્ર માંથી થઈ ગુમ

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની ઔદ્યોગિક વસાહતમાં રોજગારી અર્થે સ્થાયી થયેલા પરિવારમાં સગીરા ગુમ થયા બાદ મળી આવી હતી અને તેણીએ માતા-પિતા સાથે રહેવું નથી તેમ કહેતા તેણીને નારી કેન્દ્રમાં ખસેડતા નારી કેન્દ્રના સંચાલકો તેણીને મેડિકલ માટે સિવિલમાં લાવતા સિવિલ હોસ્પિટલમાંથી પણ રફુચક્કર થઈ જતા સમગ્ર મામલો એ ડિવિઝન પોલીસમાં પહોંચ્યો છેભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં નારી કેન્દ્રના સંચ
માતા  પિતા સાથે નથી રહેવું કહેનારી સગીરા નારી કેન્દ્ર માંથી થઈ ગુમ
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની ઔદ્યોગિક વસાહતમાં રોજગારી અર્થે સ્થાયી થયેલા પરિવારમાં સગીરા ગુમ થયા બાદ મળી આવી હતી અને તેણીએ માતા-પિતા સાથે રહેવું નથી તેમ કહેતા તેણીને નારી કેન્દ્રમાં ખસેડતા નારી કેન્દ્રના સંચાલકો તેણીને મેડિકલ માટે સિવિલમાં લાવતા સિવિલ હોસ્પિટલમાંથી પણ રફુચક્કર થઈ જતા સમગ્ર મામલો એ ડિવિઝન પોલીસમાં પહોંચ્યો છે
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં નારી કેન્દ્રના સંચાલક વૈશાલીબેન ચરોતરિયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર વાગરા તાલુકાના ઔદ્યોગિક વસાહતમાં રોજગારી અર્થે સ્થાયી થયેલા રસુલ મંડોળીયા તેમની પત્ની અને દીકરી સાથે રોજગારી મેળવતા હતા અને તે દરમિયાન તેઓની 14વર્ષીય સગીરવયની દીકરી ગુમ થતા તેની શોધખોળ બાદ તે મળી આવી હતી અને તેણીએ કહ્યું હતું કે મારે મારા માતા પિતા સાથે રહેવું નથી જેના કારણે નિયમ મુજબ સગીરાને ભરૂચના નારી કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી અને નારી કેન્દ્ર ખાતે સગીરાના મેડિકલ માટે વૈશાલીબેન ચરોતરીયા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને તે દરમિયાન વૈશાલીબેન ચરોતરિયા હોસ્પિટલમાં હતા તે દરમિયાન તેઓની નજર ચૂકવી સગીરા ગુમ થઈ હતી સતત શોધખોળ બાદ પણ તે મળી આવી ન હતી જેના કારણે તેઓએ તાબડતોબ નજીકના એ ડિવીઝન પોલીસ મથકે દોડી જય ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ માટે નારી કેન્દ્રમાંથી લાવેલી સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતીએ ડિવીઝન પોલીસે નારી કેન્દ્રના સંચાલક વૈશાલીબેન ચરોતરિયા ની સગીરા મનીષાબેન ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે પણ તેણીની શોધખોર આરંભી છે
સગીરા લાપતા કે કોઈ ભગાડી ગયું : તપાસનો વિષય..?
દાહોદથી રોજગારી અર્થે ઓદ્યોગિક વસાહતમાં આવેલા દંપતી સાથે સગીરા પણ હતી અને સગીરા ગુમ થયા બાદ તેણીએ માતા-પિતા સાથે રહેવું નથી તેમ કહેતા નારી કેન્દ્રમાં ખસેડી હતી જો કે નારી કેન્દ્રમાંથી પણ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ અર્થે લાવતા ત્યાં પણ નારી કેન્દ્રના સંચાલકોની નજર ચૂકવી સગીરા ગુમ થઈ જતા સગીરાને કોઈ ભગાડી ગયું છે કે પછી તેનું અપહરણ થયું છે તે તપાસનો વિષય બની જતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે
રોજગારી મેળવવા આવેલા દંપતી રોજગારી મેળવવામાં મગ્ન બન્યું અને સગીરા હાથમાંથી નીકળી ગઈ..?
પાપી પેટનો ખાડો પુરવા માટે ઘણી મહેનત અને સાહસ કરતા હોય છે આવું જ એક દંપતી દાહોદથી પરિવાર સાથે રોજગારી મેળવવા અંગે વાગરા તાલુકાના ઔદ્યોગિક વસાહતમાં સ્થાયી થયું હતું દંપતિ રોજગારી મેળવવામાં રહ્યું અને બે મહિનાના ટૂંકા ગાળામાં સગીરા ગુમ થઈ ગઈ અને સગીરા મળી આવી ત્યારે તેણીએ માતા-પિતા સાથે નથી રહેવું તેવું રટણ કરતાં એક તબક્કે માતા-પિતા ચોકી ઉઠ્યા હતા અને સગીરાને ભરૂચના નારી કેન્દ્રમાં ખસેડતા નારી કેન્દ્રમાંથી પણ સિવિલ હોસ્પિટલમાં લઈ મેડિકલ અર્થે લઈ જતા ત્યાંથી પણ ગુમ થઈ જતા તેણીનું કોઈ અપહરણ કરી ગયું છે કે પછી કોઈ ભગાડી ગયું છે કે પછી ગુમ થઈ છે તેવા પ્રશ્નોને લઈ એક વાત નિશ્ચિત છે કે માતા પિતા રોજગારી મેળવવા માટે રહ્યા અને સગીરા હાથમાંથી નીકળી ગઈ..?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.