Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દભૉવતિ ખાતે આવેલ શ્રીઆદિત્યનાથ જિનાલયમાં 76મો ધ્વજારોહણ મહોત્સવ

આ મંદિર શિલ્પકલા અને આભૂષણોથી શુશોભિત છેપ્રગટ પાર્શ્વનાથ ભગવાનનો અનેરો ઇતિહાસજૈન સમુદાય દ્વારા 76 મો ધ્વજારોહણ મહોત્સવ યોજાયોજૈન સંપ્રદાયની અંદર 108 તીર્થસ્થાનમાં ગણાય છે. જેમાંના બે તીર્થસ્થાન ડભોઇ - દભૉવતિ નગરી ખાતે આવેલા છે. જેમાંનું એક તીર્થસ્થાન લોઢણ પાશ્વનાથ. જે 700 વર્ષ ઉપરાંતનું પૌરાણિક છે અને બીજું પ્રગટ પ્રભારી પાર્શ્વનાથ આ પ્રગટ પ્રભારી પાર્શ્વનાથ જે સ્વયંભૂ પ્રગટ થà
દભૉવતિ ખાતે આવેલ શ્રીઆદિત્યનાથ જિનાલયમાં 76મો ધ્વજારોહણ મહોત્સવ
  • આ મંદિર શિલ્પકલા અને આભૂષણોથી શુશોભિત છે
  • પ્રગટ પાર્શ્વનાથ ભગવાનનો અનેરો ઇતિહાસ
  • જૈન સમુદાય દ્વારા 76 મો ધ્વજારોહણ મહોત્સવ યોજાયો
જૈન સંપ્રદાયની અંદર 108 તીર્થસ્થાનમાં ગણાય છે. જેમાંના બે તીર્થસ્થાન ડભોઇ - દભૉવતિ નગરી ખાતે આવેલા છે. જેમાંનું એક તીર્થસ્થાન લોઢણ પાશ્વનાથ. જે 700 વર્ષ ઉપરાંતનું પૌરાણિક છે અને બીજું પ્રગટ પ્રભારી પાર્શ્વનાથ આ પ્રગટ પ્રભારી પાર્શ્વનાથ જે સ્વયંભૂ પ્રગટ થયેલા છે. આ દેરાસરમાં 1600 વર્ષ ઉપરાંતની પ્રભુની પ્રતિમા છે.
નગરનાં એક ધોબીને સ્વપ્નમાં પાર્શ્વનાથજીની આ મૂર્તિ અંગે સપનામાં સંકેત મળ્યા હતાં અને ડભોઇ નજીક જ સંખેડા - બહાદરપુર ગામની મધ્યમાં ઓરસંગ નદીના કાંઠે મળી આવી હતી. જે પ્રતિમાની સ્થાપના આચાર્ય શ્રી જંબુસરીશ્ચરજીના વરદ હસ્તે કરવામાં આવી હતી. આ મૂર્તિ મન મોહક અને પ્રભાવશાળી તેમજ ચમત્કારિક મૂર્તિ માણવામાં આવે છે. જેની પવિત્રતા આ પાર્શ્વનાથજીની પૂજા કરતા તરત અનુભવાય છે. આ દેરાસરમાં બિરાજમાન પાશ્ચનાથને " દભૉવતિના પાર્શ્વનાથ " પણ કહેવામાં આવે છે.
રાજા સિદ્ધાર્થ જયસિંહના સમયમાં ડભોઈ નગરમાં નિર્માણ પામ્યા હતા
ડભોઇ - દભૉવતિનો એક પ્રાચીન ઇતિહાસ છે. જે સમયમાં રાજા સિદ્ધાર્થ જયસિહના સમયમાં દભૉવતી નગરી તરીકે ઓળખાતાં આ નગરની સ્થાપના થઈ હતી .જેમાં રાજા વિર ધવલના મંત્રી તેજપાલે ડભોઇના કિલ્લાનો જીણોધ્ધાર કરી અન્ય મંદિરોનું અને દેરાસરોનુ નિર્માણ કર્યું હતું. જેમાં 84 મંદિરો તેઓએ બાંધ્યા હતા. જેમાંનું એક મંદિર " શ્રી ચંદ્રપ્રભુ સ્વામી "નું મંદિર જે ડભોઇ- દભૉવતિ નગરીમાં સ્થાપવામાં આવ્યું હતું.
વિક્રમાદિત્ય યુગની 13મી સદીમાં રાજા વિશળદેવના શાસનમાં પ્રખ્યાત શિલ્પકાર હીરાધારે અહીં એક સુંદર શિલ્પ પૂર્ણ શુશોભિત કિલ્લો બનાવ્યો હતો. જેને "હિરાભાગોળ" તરીકે ઓળખવામાં આવે છે અને આ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. શ્રી આદિત્યનાથ ભગવાન તેમજ ગર્ભગૃહમાં સ્વયંભૂ પ્રગટ થયેલા શ્રી પાશ્વનાથ ભગવાનનો અનેરો મહિમા છે. આજે ડભોઈ- દભૉવતિ નગરીના શ્રધ્ધાળુઓએ ઉત્સાહભેર 76 - મા ધ્વજારોહણનો કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.