Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

58 નવયુવાનોએ મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે સંતદીક્ષા ગ્રહણ કરી

આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં સવારે 9 વાગ્યે ભાગવતી દીક્ષા સમારોહનો માંગલિક અવસર યોજાયો હતો. BAPSના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મહામંત્રના ગાન સાથે આરંભાયેલા પૂર્વાર્ધ મહાપૂજાવિધિમાં સંતોના કંઠેથી ઉચ્ચારતી મહાપૂજાથી વાતાવરણમાં અનેરી દિવ્યતા છવાઈ ગઈ હતી. મહાપૂજા બાદ વરિષ્ઠ સંતોએ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યાં હતાં.દીકà
58 નવયુવાનોએ મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે સંતદીક્ષા ગ્રહણ કરી
આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં સવારે 9 વાગ્યે ભાગવતી દીક્ષા સમારોહનો માંગલિક અવસર યોજાયો હતો. BAPSના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મહામંત્રના ગાન સાથે આરંભાયેલા પૂર્વાર્ધ મહાપૂજાવિધિમાં સંતોના કંઠેથી ઉચ્ચારતી મહાપૂજાથી વાતાવરણમાં અનેરી દિવ્યતા છવાઈ ગઈ હતી. મહાપૂજા બાદ વરિષ્ઠ સંતોએ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યાં હતાં.
દીક્ષાસમારોહના ઉત્તરાર્ધમાં અન્ય વિધિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી અને સૌ નવદિક્ષિત સંતોના અપાયેલ દીક્ષિત નામની ઘોષણા કરવામાં આવી અને મહાપૂજા બાદ વરિષ્ઠ સંતોએ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યાં હતાં.
પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી, BAPS
સાધુ પરંપરામાં આજે અનેક લોકોએ પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજની આંખોમાં નિર્મળતા, નિશ્ચલતા, નિઃસ્પૃહતા અનુભવી છે. 2001ની સાલમાં અબ્દુલ કલામ સાહેબ મળ્યા હતા ત્યારે ખૂબ જ અભિભૂત થયા હતા અને તેમના પુસ્તક ટ્રાન્સેન્ડન્સમાં કહ્યું છે કે, 'પ્રમુખસ્વામીમાંથી દિવ્યતાનો સાગર વહેતો હતો.'
અનેક યુવકો આજે પ્રમુખસ્વામી મહારાજ તેમજ મહંતસ્વામી મહારાજની દિવ્યતા અને ગુણોથી આકર્ષાઈને ત્યાગશ્રમમાં જોડાવા તૈયાર થઈ જાય છે કારણકે તેમના સાંનિધ્યમાં પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. પ્રમુખસ્વામી મહારાજે જીવનકાળ દરમ્યાન 1000 જેટલા યુવકોને દીક્ષા આપી, જેમાં  જેમાં 10 ડોક્ટર, 12 એમ બી એ, 70 માસ્ટર ડિગ્રી, 200 એન્જિનિયર અને કુલ સંતોમાંથી 70% થી વધુ સંતો ગ્રેજ્યુએટ છે. આજે ૫૫ સંતો ઇંગ્લેન્ડના નાગરિક છે અને 70 સંતો અમેરિકાના નાગરિક છે.
પૂજ્ય ડૉક્ટરસ્વામી, BAPS
ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે, 'ભગવાનને ભજવા એથી મોટી બીજી કોઈ વાત નથી ' અને આજે આ યુવકો બધા લોકોને ભગવાન ભજવવાના પથ પર જઈ રહ્યા છે. ત્યાગનો માર્ગ એ ઉત્તમ માર્ગ છે. ભગવાન સ્વામિનારાયણે તેમના જીવનકાળ દરમ્યાન ૩૦૦૦ જેટલા નિયમધર્મયુક્ત પરમહંસોને દીક્ષા આપી હતી અને આજે તે જ પરંપરામાં આજે સૌ દીક્ષા લઇ રહ્યા છે. આજે આ સંસ્થાના મોટાભાગના સંતો મહિનામાં ૫ નિર્જળા ઉપવાસ કરી રહ્યા છે તેવા ત્યાગી અને તપસ્વી સંતો પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજે તૈયાર કર્યા છે.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ
આ બધા દીક્ષાર્થી સાધુઓને ધન્યવાદ આપવામાં આવે છે કારણકે જગતથી તૂટીને ભગવાનમાં જોડાવું તે મોટી વાત છે, પરંતુ તમે તે  કરી બતાવ્યું છે. આપના માતાપિતાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે કારણકે તેઓએ તેમનું હૃદય આપ્યું છે આજે. આપ સૌ શૂરવીર છો, નિયમ પાલનમાં દૃઢ રાખવા.”
પૂજ્ય દધીચિ ભગત(અમેરિકા)
“બાપાનો પ્રેમ મળતો હોય એમાં એવી શાંતિ અને આનંદ મળે કે જેને પૈસાથી ન ખરીદી શકાય. પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજ જ્યાં હોય ત્યાં બધું જ સમર્પણ સાર્થક છે.”
પૂજ્ય ગાલવ ભગત(અમેરિકા)
“આજે જે અમૂલ્ય તક છે, એ લૌકિક ડિગ્રી કરતાં વધારે સારી છે અને પ્રમુખસ્વામી મહારાજ  શતાબ્દી  મહોત્સવના અદભુત અવસરે દીક્ષા પ્રાપ્ત કરવી એ પણ એક સ્મૃતિ છે. જયારે દીક્ષા લેવાય ત્યારે  નવજીવન પ્રાપ્ત થતું હોય છે.”
પૂજ્ય પાણિની ભગત(અમેરિકા)
“સાધુ થવાની પ્રેરણા તો પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી મળી છે. નાનપણથી જ ખૂબ લાભ લીધો છે. નાનપણથી જ બાપાનો પ્રેમ ખૂબ જોતા આવ્યા. બાપાનો સાથ પણ જીવનની દરેક પળમાં રહેલો છે. સ્વામીબાપાએ આટલો પ્રેમ કર્યો છે. આટલું હેત વરસાવ્યું છે, તો તેમના માટે શું ન થાય? તેથી તેમના માટે જીવન સમર્પિત  કરવા જઈ રહ્યા છીએ.”
પૂજ્ય પ્રભાકર ભગત
“પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ અને મહંતસ્વામી મહારાજનો પ્રેમ અને એમણે આ સમાજ માટે, દેશ માટે, અને આપણા સૌ માટે કેટલું બધું કર્યું! પ્રમુખસ્વામી મહારાજના અનંત ઉપકારો છે એ ઉપકારોનું ઋણ ચૂકવવાનો આ અમૂલ્ય અવસર એટલે આ શતાબ્દી મહોત્સવ. એ શતાબ્દીમાં અમને દીક્ષા મળે છે એટલે આ એક જીવનભરનું એક અતિશય અમૂલ્ય સંભારણું બની રહેશે.”
પરિવારજનોનાં ઉદ્ગાર

શેનિકા શાહ
અમેરિકન આર્મીમાં સેવારત શેનિકા શાહ જેઓ પૂજ્ય દધીચિ ભગત બહેન છે તેઓએ જણાવ્યું કે “મારો ભાઈ સાધુ થાય છે તે જોઈને હું બહુ જ ગૌરવની લાગણી અનુભવું છું. અમેરિકામાં જન્મ છતાં તે ખૂબ જ સંસ્કારી છે. આ મહંતસ્વામી મહારાજની કૃપા છે.
જયશ્રીબેન પટેલ
અમેરિકાના જયશ્રીબેન પટેલ પૂજ્ય પાણીનિ ભગતનાં પૂર્વાશ્રમનાં માતૃશ્રી કહે છે કે, “જ્યારે દીકરાએ સાધુ થવાનો  સંકલ્પ અમારી આગળ રજૂ કર્યો ત્યારે ખરેખર બહુ અહોભાગ્યની  લાગણી થઈ. સ્વામીશ્રીની જ કૃપાથી આ માર્ગ ગ્રહણ કરે છે.  સ્વામીશ્રીને આપણે શતાબ્દીમાં બીજું તો શું આપી શકીએ પણ આ સેવા અનાયાસે એમની કૃપાથી થઈ ગઈ છે એટલે ખરેખર ખૂબ જ ગર્વની અનુભૂતિ થાય છે કે આવી સેવાની તક અમને મળી.”
વલ્લભભાઈ
રાજકોટથી પધારેલા શ્રી વલ્લભભાઈ જેઓ પૂજ્ય સ્વસ્તિક ભગતના પૂર્વાશ્રમના પિતા થાય તેઓએ આ અવસરે કહ્યું કે “દીકરો ભગવાન અને સમર્થ સંત એવા મહંતસ્વામી મહારાજને સોંપ્યો છે એટલે કંઈ જ ચિંતા નથી. પુત્ર પણ રાજી છે, અમે પણ રાજી છીએ.”
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.