Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિયાળાની ઠંડી મોડી, ચણાના પાકમાં મંદી મોટી!,

પોરબંદર (Porbandar) જિલ્લામાં શિયાળુ પાકનું ૧,૧૭,પરપ હેકટરમાં વાવેતર નોંધાયું છે. જેમાં સૌથી વધુ ૪પ હજાર કરતા વધુ હેકટરમાં ચણાના પાકનું વાવેતર થયું છે. પરંતુ માધવપુર-ઘેડ વિસ્તારના ચણાના પાકને શિયાળો મોડો હોવાને લીધે તેમજ તેમજ જમીનના બગડાના કોઇ કારણસર ચણાના પાકને નુકશાની પહોંચી છે. ખાસ કરીને કડછ, બળેજ સહિતના ગામોમાં વધુ નુકશાન જોવા મળે છે. ત્યારે ખેડૂતોની માગ છે કે આ વિસ્તારનું ખેતીવાàª
શિયાળાની ઠંડી મોડી  ચણાના પાકમાં મંદી મોટી
પોરબંદર (Porbandar) જિલ્લામાં શિયાળુ પાકનું ૧,૧૭,પરપ હેકટરમાં વાવેતર નોંધાયું છે. જેમાં સૌથી વધુ ૪પ હજાર કરતા વધુ હેકટરમાં ચણાના પાકનું વાવેતર થયું છે. પરંતુ માધવપુર-ઘેડ વિસ્તારના ચણાના પાકને શિયાળો મોડો હોવાને લીધે તેમજ તેમજ જમીનના બગડાના કોઇ કારણસર ચણાના પાકને નુકશાની પહોંચી છે. ખાસ કરીને કડછ, બળેજ સહિતના ગામોમાં વધુ નુકશાન જોવા મળે છે. ત્યારે ખેડૂતોની માગ છે કે આ વિસ્તારનું ખેતીવાડી વિભાગ દ્વારા વિશેષ ચકાસણી કરવામાં આવે અને સરકાર દ્વારા સહાય આપવામાં આવે. 

આ વર્ષે માધવપુર આસપાસના ઘેડ પંથકમાં ચણાના પાકને નુકશાન
પોરબંદર જિલ્લામાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસતા નદી, નાળા અને ડેમ છલોછલ થયા છે. જેના લીધે ખેડૂતોને સચાઇ માટે પાણી મળી રહ્યું છે. જેના લીધે શિયાળુ પાકનું ખુબ સારૂ વાવેતર નોંધાયું છે. ખાસ કરીને પોરબંદર જિલ્લામાં શિયાળાની ઋતુમાં ચણા, જીરૂ, જુવાર, ધાણા, ઘઉં સહિતના પાકનું ઉત્પાદન થાય છે. જેમાં ચણા, જીરૂ અને ધાણાનું વધુ ઉત્પાદન થાય છે. ચણાના પાકની જો વાત કરીએ તો પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં ચણાના પાકનું વધુ ઉત્પાદન થાય છે. ઘેડ પંથકમાં અન્ય જિલ્લાના ડેમોમાંથી છોડાતું પાણી ચોમાસા દરમિયાન ઘેડ પંથકમાં થઇ સમુદ્રને મળે છે. ઘેડ પંથક રકાબી આકારમાં હોવાથી આ વિસ્તારમાં પાણીનો ભરાવો પણ થાય છે જેના લીધે શિયાળામાં ચણાના પાકનું સારૂ ઉત્પાદન થાય છે. પરંતુ આ વર્ષે માધવપુર આસપાસના ઘેડ પંથકમાં ચણાના પાકને નુકશાની પહોંચી છે. કડછ અને બળેજ ગામના ખેડૂતો જણાવી રહ્યાં છે કે શિયાળો મોડો હોવાને લીધે તેમજ જમીનના બગાડના કોઇ કારણ ને લીધે ચણાના પાકને નુકશાની પહોંચી છે. ખાસ કરીને બળેજ અને કડછ વિસ્તારમાં વધુ નુકશાની જોવા મળે છે. 

કડછ ગામમાં ચણાના પાકને ૬૦થી ૭૦ ટકા નુકશાની
પોરબંદરના કડછ ગામે ગામના ઉપસરપંચ ગાંગાભાઇએ જણાવ્યું હતું કે ર૦ હજાર વીઘામાં ચણાના પાકનું વાવેતર થયું છે. હાલની પરિસ્થિતીએ ચણાના પાકની સ્થિતી ખરાબ જોવા મળી રહી છે. આ વિસ્તારના ખેડૂતો એક જ મોસમ લઇ શકે તેમ છે અને હાલ ચણાના પાકને નુકશાની પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો શિયાળો મોડો હોવાના લીધે જમીનના બગાડના કોઇ કારણ લીધે ચણાના પાકને નુકશાની પહોંચી છે. જેથી સરકાર દ્વારા કડછ, બળેજ સહિતના વિસ્તારોમાં સર્વે કરાવે અને નુકશાની ક્યા કારણથી થઇ છે તેની ચકાસણી કરવામાં આવે તેમણ ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી. 

શું કહે છે ખેતીવાડી અધિકારી?
તો બીજી તરફ પોરબંદર ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે હજુ સુધી અમારી કચેરી સુધી કોઇ અધિકારી કે કોઇ ખેડૂત તરફથી નુકશાની અંગેની રજૂઆત મળી નથી. પરંતુ ઘેડ પંથકમાં ચોમાસાને લીધે પાણી ભરાયેલું હોય છે જેના લીધે વૈજ્ઞાનીક દ્રષ્ટિએ જોઇએ તો જમીનનો ક્ષાર છે જે ઉપર આવ્યો હશે. જેના કારણે કદાચ ચણાના પાકને અસર થઇ હશે. એ બાબતે અધિકારીઓને આ બાબતે વિસ્તરણ તંત્રને સૂચના અપાશે અને અહેવાલ તૈયાર કરાશે. 
જિલ્લામાં શિયાળુ પાકનું ૧.૧૭ લાખ હેકટરમાં વાવેતર
પોરબંદર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં રવિ ઋતુના વાવેતરની વાત કરીએ તો ત્રણ વર્ષમાં સરેરાશ ૧,૧૪,૮પ૬ હેકટરમાં વાવેતર નોંધાયું છે. આ વર્ષે ૧,૧૭,પરપ હેકટરમાં વાવેતર નોંધાયું છે. જેમાં ૪પ,૭૬૦ હેકટરમાં ચણાનો પાક, ર૧,૬૯૦ ધાણા, ૧૧,૬૬પ જીરૂ, જુવાર ૪૭૦પ અને શાકભાજી ૭૯૦, ઘાસચારો ૮૧૩૦, અન્ય કઠોળ ૯૩પ, ઘઉં પિયત ર૩,૧ર૦ કુલ ૧,૧૭,પરપ હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર નોંધાયું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.