Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Navsari:કેવડિયામાં ન્યાય કાર્યક્રમ પહેલા ધારાસભ્ય અનંત પટેલને કરાયા નજરકેદ

નવસારી વાંસદાના ધારાસભ્યને કરાયા નજર કેદ કેવડીયા જાય તે પેહલા પોતાના ઘરે જ કરાયા નજરકેદ કેવડીયામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા Kevadia;:કેવડિયા(Kevadia)માં 13 ઓગસ્ટે આદિવાસી યુવા જયેશ તડવી અને સંજય તડવી સાથે થયેલા અન્યાયની સામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં...
navsari કેવડિયામાં ન્યાય કાર્યક્રમ પહેલા ધારાસભ્ય અનંત પટેલને  કરાયા નજરકેદ
  1. નવસારી વાંસદાના ધારાસભ્યને કરાયા નજર કેદ
  2. કેવડીયા જાય તે પેહલા પોતાના ઘરે જ કરાયા નજરકેદ
  3. કેવડીયામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા

Kevadia;:કેવડિયા(Kevadia)માં 13 ઓગસ્ટે આદિવાસી યુવા જયેશ તડવી અને સંજય તડવી સાથે થયેલા અન્યાયની સામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. જોકે, પોલીસ દ્વારા કેવડિયામાં નાકાબંધી કરવામાં આવી છે અને આ કાર્યક્રમની મંજૂરી આપી નથી.

Advertisement

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ નજરકેદ

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને કેવડિયા (Kevadia)જતા રોકવા માટે પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા છે. અનંત પટેલ કેવડિયા પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા તેમના ઘરે જ નજરકેદ કરવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ  વાંચો-Gujarat Rain Forecast: આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

વલસાડ-નવસારી જિલ્લાના આદિવાસી આગેવાનોને પોલીસે ડિટેઇન કર્યા

આદિવાસી યુવાન જયેશ તડવી અને સંજય તડવી સાથે થયેલા અન્યાયની સામે ન્યાય મેળવવા માટે કેવડિયા ખાતે જતા આગેવાનોને તાપી જિલ્લાના ઓટા ચાર રસ્તા પાસેથી પોલીસે ડિટેઇન કર્યા છે. નવસારી તેમજ વલસાડ જિલ્લાના આદિવાસી આગેવાનોને પોલીસે ડિટેઇન કર્યા હતા.

Advertisement

આ પણ  વાંચો-Rajkot: ગોંડલ હિટ એન્ડ રન કેસમાં પોલીસની કામગીરી પર ગંભીર આક્ષેપ

શું છે ઘટના?

નર્મદા જિલ્લાના કેવડિયામાં ગરૂડેશ્વર એકતાનગર ખાતે આદિવાસી મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે. મ્યુઝિયમના કોન્ટ્રાક્ટરની એજન્સીના કર્મચારીઓને સંજય અને જયેશ તડવી નામના બે યુવકો પર ચોરીની શંકા ગઇ હતી અને તેમણે માર મારવામાં આવ્યો હતો.આ ઘટનામાં જયેશ તડવી નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે સંજય તડવીનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ અનુસાર, બન્ને યુવાનો મ્યુઝિયમની સાઇટની બહાર પડેલા સળિયાનો ભંગાર લેવા માટે ગયા હતા. ત્યાં હાજર કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ બન્ને યુવાનોને પકડીને કેબિનમાં લઇ ગયા હતા અને તેમના હાથ બાંધીને માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન એક યુવાન બેભાન થઇ ગયો હતો અને કર્મચારી આ યુવકને હોસ્પિટલ લઇ ગયા હતા. પોલીસે ફરિયાદના આધારે આ મામલે કોન્ટ્રાક્ટરના છ કર્મચારીઓ સામે કેસ કરીને ધરપકડ કરી છે. આરોપીઓ સામે રાયોટિંગ અને એટ્રોસિટીની કલમ લગાવવામાં આવી છે.

Tags :
Advertisement

.