Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ફતેપુરાના ટ્રાયબલ યુવાને UPSC ક્લિયર કરી વધાર્યું દાહોદ જિલ્લાનું ગૌરવ

દાહોદ જિલ્લાને આમ તો આદિવાસી જિલ્લા તરીકે ગણવામાં આવે છે અને જિલ્લાની છાપ પછાત જિલ્લા તરીકેની છે પરંતુ દાહોદ જિલ્લો પણ વિકાસમાં હવે બધી રીતે હરણફાળ ભરતો હોય તેવો ધરા તલ પર જોવાઈ રહ્યું છે અને તેનું જ ઉત્કૃષ્ટ ઉદાહરણ...
ફતેપુરાના ટ્રાયબલ યુવાને upsc ક્લિયર કરી વધાર્યું દાહોદ જિલ્લાનું ગૌરવ
Advertisement

દાહોદ જિલ્લાને આમ તો આદિવાસી જિલ્લા તરીકે ગણવામાં આવે છે અને જિલ્લાની છાપ પછાત જિલ્લા તરીકેની છે પરંતુ દાહોદ જિલ્લો પણ વિકાસમાં હવે બધી રીતે હરણફાળ ભરતો હોય તેવો ધરા તલ પર જોવાઈ રહ્યું છે અને તેનું જ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા ગામના જાંબુખંડ વિસ્તારમાં રહેતા યુવાન કેયુર પારગી એ સાબિત કરી બતાવ્યું છે કેયુર પારગી નાનપણથી જ એક ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા અને તેઓના માતા પિતા પણ પોતે વ્યવસાય શિક્ષક હતા અને પોતે શિક્ષક હોય માતા પિતાએ બે પુત્રો અને પુત્રીને સારું શિક્ષણ આપવા માટે પહેલેથી કમર કસી હતી જેના ભાગરૂપે કેયુર પારગી 12 માં ધોરણનો પોતાનો અભ્યાસ જવાહર નવોદય વિદ્યાલય માંથી સારા માર્ક્સ સાથે પાસ કરી અને આઇઆઇટી રૂરકીમાંથી તેમને ગ્રેજ્યુએશન કર્યું હતું

Advertisement

Image preview

Advertisement

ગ્રેજ્યુએશન કર્યા પછી તેઓ રાજસ્થાન ખાતે એક કંપનીમાં સર્વિસમાં જોડાયા હતા અને બે વર્ષ સર્વિસ કર્યા બાદ સર્વિસ કર્યા બાદ તેઓને 2020 માં અચાનક સિવિલ સર્વિસીસમાં જોડાવાનો મોંહ જાગ્યો અને તેમને થયું કે મારે મારા માટે કંઈક કરવું જોઈએ તો તેમને નોકરી છોડી અને સિવિલ સર્વિસિસની એક્ઝામ ની તૈયારીઓ શરૂ કરી અને તેમને પહેલા અટેમમાં તેઓ તેઓએ છ જ મહિનામાં પરીક્ષા આપી હતી જેના કારણે તેઓ સક્સેસ થયા ન હતા અને બીજા ટાઈમમાં માત્ર એક માર્કથી તેઓ યુપીએસસી ક્લિયર ન કરી શક્યા હતા. ત્યારબાદ ત્રીજા અટેમ્પમાં તેમને પૂરેપૂરી તૈયારી કરી અને જાતે જ પોતે વાંચી અને તૈયારીઓ કરતા હતા અને તેઓએ ટેસ્ટ માટેની કોચિંગ ક્લાસીસ અટેન્ડ કરી હતી.

Advertisement

Image preview

જેના ભાગરૂપે પોતાના અથાગ પ્રયાસો મહેનત લગન અને પોતાની ધકાસના કારણે તેઓએ આ વખતે આપેલી યુપીએસસી એક્ઝામમાં તેઓ 867 નંબરે યુપીએસસી પાસ કરી હતી અને તેઓએ માત્ર તેમના ફતેપુરા ગામનું જ નહીં પણ દાહોદ જિલ્લાની સાથે સાથે ગુજરાતનું પણ ગૌરવ વધાર્યું હતું અને ખાસ કરીને ટ્રાઇબલ કોમ્યુનિટી માટે તેઓએ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને ગવર્મેન્ટ શાળામાંથી ભણીને પણ યુપીએસસી જેવી કઠિન પરીક્ષાઓ આપણે પાસ કરી શકીએ છીએ અને આઇઆઇટી રૂરકીમાં ભણી શકીએ છીએ તેવો દાખલો દાહોદ જિલ્લાના એવો દાખલો વિદ્યાર્થીઓ માટે તેમને પૂરો પાડ્યો હતો અને તેમને જણાવ્યું હતું કે યુપીએસસી ની પરીક્ષા આપવા માટે તેઓએ જ્યારે પહેલી વખત નોકરી છોડવાની વાત કરી તો તેમના પિતા એક વખત તો વિચારમાં પડી ગયા હતા અને નોકરી છોડી અને પરીક્ષા આપવી કે કેમ તે અસમંજસની સ્થિતિમાં આવી ગયા હતા.

પરંતુ કેયુરભાઈ પોતે મક્કમ હોય અને મારે પરીક્ષા આપવી જ છે અને હું ક્લિયર કરીશ તેવો વિશ્વાસ તેમના પિતાને અપાવ્યો હતો અને જેના કારણે તેમના પિતા તેમની આ વાત સાથે સંમત થયા અને તેમને નોકરી ત્યાગ કરી અને તેઓ યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરવા માટે દિલ્હી ગયા હતા. તેમને બીજું પણ જણાવ્યું હતું કે તેમની માતાનો પણ તેમને ખૂબ મોરલ સપોર્ટ રહ્યો છે નાનપણથી પોતે ભણવા ની ધગશ હોવાનું તેમના પિતા એ જણાવ્યું હતું મને મારા મિત્રોએ પણ બધી રીતે સપોર્ટ કર્યો છે જેના કારણે હું આજે આટલો સક્સેસ થયો છું અને યુપીએસસી ક્લિયર કરી શક્યો છું

અહેવાલ -નેહલ શાહ,દાહોદ

આ પણ  વાંચો-અમીત ચાવડા રાજકીય રોટલા શેકી રહ્યા છે: વિજય રુપાણીનો આરોપ 

Tags :
Advertisement

Trending News

.

×