Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NAVSARI : ઓનલાઇન શેર માર્કેટમાં પૈસા રોકતા પહેલા ચેતજો, નેટવર્ક એન્જીનીયરે ગુમાવ્યા 21 લાખ 60 હજાર રૂપિયા

NAVSARI માં રહેતા નેટવર્ક એન્જીનીયરે શેર માર્કેટમાં રૂપિયા કમાવવાની લાલચે 21 લાખ 60 હજાર ગુમાવ્યા  પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું ભાન થતા સાયબર ક્રાઇમ હેઠળ ફરિયાદ નોંધાવી NAVSARI : લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તે કહેવત...
navsari   ઓનલાઇન શેર માર્કેટમાં પૈસા રોકતા પહેલા ચેતજો  નેટવર્ક એન્જીનીયરે ગુમાવ્યા 21 લાખ 60 હજાર રૂપિયા
  • NAVSARI માં રહેતા નેટવર્ક એન્જીનીયરે શેર માર્કેટમાં રૂપિયા કમાવવાની લાલચે 21 લાખ 60 હજાર ગુમાવ્યા
  •  પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું ભાન થતા સાયબર ક્રાઇમ હેઠળ ફરિયાદ નોંધાવી

NAVSARI : લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તે કહેવત મુજબ નવસારી ( NAVSARI ) શહેરના ધર્મીન નગરમાં રહેતા કિરણ પટેલ લોભ કરવા જતાં પોતાના 21 લાખ ગુમાવી બેઠા છે. ઓનલાઇન પૈસાનું રોકાણ કરતાં વ્યક્તિઑ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નવસારી શહેરના કિરણ પટેલ પોતે નેટવર્ક એન્જીનીયર છે. તેમની સાથે આ છેતરપિંડીનો બનાવ બન્યો છે.

Advertisement

ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બનેલા કિરણ પટેલ નેટવર્ક એન્જીનીયર તરીકે કામ કરે છે. જેઓ નેટવર્ક સર્ફિંગ દરમિયાન એક ઠગ ટોળકીનો શિકાર બની ગયા છે. કિરણ પટેલને શેર માર્કેટમ રૂપિયાનું રોકાણ કરવાથી સારો ફાયદો થશે તેવા વિશ્વાસ અને ભોરોસો આપીને વોટ્સએપ ગ્રૂપ ચલાવતા જોનથન તેમજ મેરીલીનાએ તારીખ 10 જાન્યુઆરી 2024 થી લઈને 3 ફેબ્રુઆરી 2024 દરમિયાન ટ્રેડિંગ એકાઉન્ટ બનાવી તેમાં રૂપિયા 21 લાખ 60 હજાર નું રોકાણ કરાવ્યું હતું.

આ સમય દરમિયાન વિવિધ કંપનીના શેર ખરીદ વેચાણ કરી કિરણ પટેલના ટ્રેડ એકાઉન્ટમાં રૂપિયા 67 લાખ 74 હજાર જેટલી રકમ બતાવી હતી. જોકે આટલી મોટી રકમમાંથી કિરણ પટેલ 25 લાખ રૂપિયા પોતાના અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવા જતા રૂપિયા ઉપાડી શક્યા ન હતા જેથી તેમણે જોનથન અને મેરીલીના સાથે વાત કરી ત્યારે તેમને રૂપિયા ઉપાડવા માટે 1 લાખ ભરવા પડશે એવી વાત કરતા આખરે કિરણ પટેલને પોતે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું ભાન થયું હતું. અને પોતે લાલચમાં આવી ને ગુમાવેલ 21,60,000 રૂપિયા પરત મેળવવા માટે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે. NAVSARI પોલીસે હાલ આ ફરિયાદને આધારે આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો : SURAT : કુમાર કાનાણીએ શા માટે લખવો પડ્યો જિલ્લા કલેકટરને પત્ર, વાંચો અહેવાલ

Advertisement
Tags :
Advertisement

.