Narmada : ડેડીયાપાડાની શાળામાં શિક્ષણ મેળવવાનાં બદલે વૈંતરું કરે છે વિદ્યાર્થીઓ!
- ડેડિયાપાડાની મહાત્મા ગાંધી આશ્રમ શાળાની વાસ્તવિકતા
- નાના ભૂલકાઓ પાસે ત્રિકમ-પાવડાથી આચાર્યની હાજરીમાં મજૂરી કરાવી!
- શાળાની પાઇપલાઈન માટે ખોદકામ માસૂમ ભૂલકાઓ પાસે કરાવ્યું!
નર્મદા જિલ્લાનાં (Narmada) ડેડીયાપાડામાં આવેલી મહાત્મા ગાંધી આશ્રમ શાળામાંથી (Mahatma Gandhi Ashram School) ચોંકાવનારી ઘટનાનો વાઇરલ વીડિયો સામે આવ્યા છે. શાળામાં ત્રિકમ-પાવડા આપી નાના ભૂલકાઓ પાસે મજૂરી કરાવવામાં આવી હોવાની હકીકત સામે આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ ઘટના શાળાનાં આચાર્યની હાજરીમાં બની હતી. અગાઉ થરાદની (Tharad) આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીમાં વિતરણ થનારી એક હજારથી વધુ સાઇકલ કાટ ખાઈ રહી હોવાની હકીકત સામે આવી હતી. આવી ઘટનાઓ સામે આવતા રાજ્યનાં શિક્ષણ વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે. સાથે જ શિક્ષણમંત્રી પાસે લોકો જવાબ માગી રહ્યા છે કે આવી શાળાઓનાં જવાબદાર લોકો સામે ક્યારે અને કેવા પગલાં લેવાશે ?
આ પણ વાંચો -Tharad: ધૂળ ખાઈ રહ્યો છે વિધાર્થિઓનો હક, શા માટે ગરીબ બાળકીઓને સાયકલથી વંચિત રખાઈ?
નાના ભૂલકાઓ પાસે ત્રિકમ-પાવડાથી આચાર્યની હાજરીમાં મજૂરી!
નર્મદા જિલ્લાનાં (Narmada) ડેડીયાપાડામાં (Dediapada) આવેલી મહાત્મા ગાંધી આશ્રમ શાળાનાં ચોંકાવનારા દ્રશ્યોનો વીડિયો વાઇલર થયો છે. શાળામાં જ્યાં બાળકોનાં હાથમાં પેન અને પુસ્તકો હોવા જોઈએ તેની બદલે ત્રિકમ-પાવડા આપી કાળી મજૂરી કરાવવામાં આવી હતી. અહેવાલ અનુસાર, શાળાનાં આચાર્યની હાજરીમાં માસૂમ ભૂલકાઓ પાસે શાળાની પાઇપલાઈન માટે ખોદકામ કરાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓને ચોકલેટ-બિસ્કિટની લાલચ આપી મજૂરી કરાવી હોવાની વાત પણ સામે આવી છે. આ ઘટનાનાં વીડિયો સામે આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે, રાજ્યનાં શિક્ષણ વિભાગની (Gujarat Education Department) કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા થયા છે.
આ પણ વાંચો -Surat : અદાવત રાખી માર માર્યો તો હત્યારાઓએ માથાભારે શખ્સનું ઢીમ ઢાળી દીધું, બંનેની ધરપકડ
શિક્ષણ વિભાગની કામગીરી સામે ઊભા થયા અનેક સવાલ
ડેડીયાપાડાની આશ્રમ શાળાની ઘટના સામે આવતા બાળ સુરક્ષા વિભાગ એક્શનમાં આવ્યું હતું. વિભાગે કહ્યું કે, બાળકોને આમ કામગીરી કરાવાય નહીં, બાળમજૂરીનો ગુનો લાગે છે. આ ઘટનામાં જવાબદારો સામે પગલાં ભરવા તંત્ર એક્શનમાં આવ્યું છે. બીજી તરફ આ અંગે જ્યારે શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાને (Praful Pansheriya) પૂછવામાં આવ્યું તો તેમની પાસે યોગ્ય જવાબ નહોતો. શિક્ષણમંત્રીએ માત્ર એવો જવાબ આપ્યો કે, હું વિગતો જાણી લઉં પછી જણાવું... ત્યારે સવાલ થાય છે કે...
> મીડિયા જણાવે ત્યારે જ જાણ થાય છે આ તો કેવું ?
> શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાને શું આ જ દૃશ્યો જોવાના હવે બાકી છે ?
> ક્યાં સુધી શિક્ષણક્ષેત્રે આ હદે લાલિયાવાડી ચાલતી રહેશે ?
> શું રાજ્યમાં આ શિક્ષણક્ષેત્રે પણ નવા નકારાત્મક માપદંડ બનાવશો?
આ પણ વાંચો -Gujarat Firstએ શિક્ષકોની હકીકત અને વ્યથા દર્શાવ્યા બાદ આખરે શૈક્ષિક સંઘની પણ આંખ ઊઘડી