Narmada: 31 ડિસેમ્બરની ઉજવણી માટે Statue Of Unity હાલ સજ્જ, હજારોની સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ
- 5 દિવસમાં 2.21 લાખ પ્રવાસીઓએ લીધી SOUની મુલાકાત
- પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે ઓથોરિટીના પ્રયાસો
- પ્રવાસીઓના ધસારાને જોતા 30 ST બસો ફાળવાઈ
- અત્યાર સુધી 1.75 કરોડથી વધુ લોકોએ લીધી SOUની મુલાકાત
Statue Of Unity , Narmada: આજે 31 ડિસેમ્બર એટલે અંગ્રેજી મહિનાનો છેલ્લો દિવસ! ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયાના લોકો આજે નવા વર્ષની ઉજવણી કરવા વિવિધ સ્થળો પર જતા હોય છે. પોતાની રીતે નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. હાલ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે. અહીં હજારોની સંખ્યાં લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે ઉમટી પડ્યાં છે, જેની સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવકમાં પણ સારો એવો વધારો થવાનો છે.
ઇ-રિક્ષાએ પણ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવ્યું
આજે વર્ષ 2024 નો અંતિમ દિવસ અને આવતી કાલે 2025નું નવા વર્ષની શરૂવાત થશે. 31 ડિસેમ્બરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ સજ્જ છે. SOU ની બાજુમાં પાર્કિંગ એરિયામાં બસોનો જમાવડો દેખાય રહ્યો છે.પ્રવાસીઓ બસોમાં બેસવા પડાપડી કરતા જોવા મળે છે. એટલું જ નહીં પરંતુ ઇ-રિક્ષાએ પણ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવ્યું હતું. જોકે પ્રવાસીઓને કોઈ તકલીફના પડે તે માટે SOU ઓથોરિટી દ્વારા પૂરતા પ્રયાસો હાલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો: Gujarat: 31stને લઈ પોલીસ એક્શન મોડમાં, દારૂડિયાઓને પકડવા ગજબની ટેકનિક અપનાવી
દેશભરમાંથી હજારો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટ્યાં
નોંધનીય છે કે, તૈયારીઓ હોવા છતાં પણ બસમાં બેસવા માટે પ્રવાસીઓની લાંબી લાઈનો લાગે છે. તેમજ બસમાં બેસવા માટે ભારે ભીડ પણ જોવા મળી રહી છે. જોકે પ્રવાસીઓ સ્ટેચ્યુ ખાતે ફરવાની મજા લેતા જોવા મળ્યા છે.આજે દેશભરમાંથી હજારો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે. યુવાધનમાં ખાસ નવા વર્ષની ઉજવણીનો ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. આજે મહારાષ્ટ્રના પ્રવાસીઓ sou પર પોતાનો મરાઠી પહેરવેશ સાથે આવ્યા અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અદભુત બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: Bhavnagar: 31મી ડિસેમ્બરના અનુસંધાને રોરો ફેરી સર્વિસ શિપનું સઘન ચેકિંગ, જો પકડાયા તે ખેર નહીં!
આ પાંચ દિવસમાં 2.21 લાખ પ્રવાસીઓ આવ્યા
સ્ટેચ્યુ ઓફ યુનિટી અત્યારે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં એકવાર આવીએ તો વારંવાર આવવાનું મન થાય છે. આજે 2024ના અંતિમ દિવસે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં ઓનલાઇનના આંકડા જોઈએ તો આ પાંચ દિવસમાં 2.21 લાખ પ્રવાસીઓ આવ્યા છે. આજે એક જ દિવસમાં 70 હજાર જેટલા પ્રવાસીઓ આવ્યા છે. જેને લઈ સરકારી એસટી બસો પણ મુકવામાં આવી છે.
આ પણ વાંચો: નવા વર્ષને આવકારવા યુવાહૈયાઓમાં થનગનાટ: અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં થશે ઉજવણી