Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવી, ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી

Nadiad : વિધાનસભા ગૃહ (Assembly House) માં નાણા વિભાગની માંગણીઓની ચર્ચાના જવાબમાં માન.નાણામંત્રી કનુભાઈ દેસાઈ (Kanubhai Desai) એ તેમના વક્તવ્યમાં લોખંડી પુરુષ સ્વ.શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમી એવા નડિયાદ (Nadiad) કે જ્યાં સરદાર સાહેબની આગેવાનીમાં આઝાદીની લડતના અનેક સત્યાગ્રહો થયેલા...
04:03 PM Feb 28, 2024 IST | Hardik Shah

Nadiad : વિધાનસભા ગૃહ (Assembly House) માં નાણા વિભાગની માંગણીઓની ચર્ચાના જવાબમાં માન.નાણામંત્રી કનુભાઈ દેસાઈ (Kanubhai Desai) એ તેમના વક્તવ્યમાં લોખંડી પુરુષ સ્વ.શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમી એવા નડિયાદ (Nadiad) કે જ્યાં સરદાર સાહેબની આગેવાનીમાં આઝાદીની લડતના અનેક સત્યાગ્રહો થયેલા તેવા ખેડા (Kheda) જિલ્લાની નડિયાદ નગરપાલિકાને અપગ્રેડ કરીને મહાનગરપાલિકા (Municipality) નો દરજ્જો આપવા અંગેની જાહેરાત કરી હતી.

માન. નાણામંત્રીએ જાહેરાત કરતી વખતે નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈની માંગણીને ધ્યાને લઇ નડિયાદને મહાનગર નગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવેલ છે તેમ જણાવ્યું હતું. વધુમાં નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ તથા ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ અજયભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ એવા સી.આર. પાટીલને પણ રજૂઆત કરવામાં આવી હતી અને તેઓ દ્વારા સરકારમાં રજૂઆત કરાતા આજે નડિયાદને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવેલ છે.

માન.પંકજભાઈ દેસાઈએ પણ ગૃહમાં નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવા બદલ રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી આદરણીય ભુપેન્દ્રભાઈ પટેલ અને માન.નાણામંત્રી કનુભાઈ દેસાઈનો આભાર માન્યો હતો. તેમને વધુમાં જણાવ્યું હતું કે, નડિયાદ એ સાક્ષર ભૂમિ છે જ્યા અનેક સાક્ષરો અને સાહિત્યકારોએ જન્મ લીધો છે. નડિયાદએ આઝાદી સમયે ક્રાંતિ અને આંદોલનોની ભૂમિ રહી છે. ત્યારે સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત નડિયાદના તમામ નાગરિકોને સરકારની ભેટ સમાન લાગણી સમજી લોકો દ્વારા આ જાહેરાતને વધાવી લેવામાં આવી છે.

અહેવાલ - ક્રિષ્ના રાઠોડ

આ પણ વાંચો - Farmers in Idar : મકાઈનો પાક વાવી આજે રાતા પાણીએ રડી રહ્યા છે ખેડૂતો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Assembly HouseGujaratGujarat FirstGujarat NewsGujarati NewsMunicipalityNadiadNadiad municipalityNadiad News
Next Article