Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tankara : રહસ્યમયી પથ્થરમારાના કારણે સ્થાનિકો અને પોલીસની ઉંઘ હરામ

Tankara : ટંકારામાં ઉગમણા નાકે આવેલ ગાયત્રી સોસાયટીમાં વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં છેલ્લા ૧૫ દિવસથી ઉગમણા નાકે આવેલ અમુક મકાનો પર ભેદી રીતે પથ્થરમારો થઈ રહ્યો છે. Tankara માં આ રહસ્યમયી રીતે પથ્થરમારો કરનારાને પકડી પાડવા ટંકારા (Tankara)...
tankara   રહસ્યમયી પથ્થરમારાના કારણે સ્થાનિકો અને પોલીસની ઉંઘ હરામ

Tankara : ટંકારામાં ઉગમણા નાકે આવેલ ગાયત્રી સોસાયટીમાં વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં છેલ્લા ૧૫ દિવસથી ઉગમણા નાકે આવેલ અમુક મકાનો પર ભેદી રીતે પથ્થરમારો થઈ રહ્યો છે. Tankara માં આ રહસ્યમયી રીતે પથ્થરમારો કરનારાને પકડી પાડવા ટંકારા (Tankara) પોલીસ અને સ્થાનિકોએ કમર કસી છે અને છેલ્લા ૧૫ દિવસથી રાત ઉજાગરા કરી ને હાથમાં દંડા લઈને પથ્થરમારો કરનારાને શોધી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ પકડાયું તો નથી. જો કે ચોકી પહેરો કરતી વખતે પણ સમયાંતરે પથરના ઘા યથાવત રહ્યા છે.

Advertisement

પોલીસની સાથે સાથે સ્થાનિક લોકો પોતાના હાથમાં દંડા લઈને ચોકી કરી રહ્યા છે

ટંકારાના ઉગમણા નાકે આવેલ ગાયત્રી સોસાયટીમાં રહેતા લોકોના ઘરો પર છેલ્લા ૧૫ દિવસથી નાના મોટા પથ્થરોના ઘા આવી રહ્યા છે. આ વાત સાંભળીને ઘડીભર તો કોઈને વિશ્વાસ ન આવે પરંતુ હકીકત છે અને આ પથ્થરમારો કરનારને પકડવા માટે પોલીસની સાથે સાથે સ્થાનિક લોકો પોતાના હાથમાં દંડા લઈને ચોકી કરી રહ્યા છે સાથે ટંકારા પોલીસના જવાનો અને હોમગાર્ડ તેમજ GRD જવાનો મળી ને ૧૫ થી વધુ જવાનોને શેરીઓમાં અને આજુ બાજુના મકાન અને સ્કૂલની છત પર પણ હોમ ગાર્ડ જવાનો નો પહેરો ગોઠવવામાં આવ્યો છે.

Advertisement

પોલીસ અને સ્થાનીકોની હાજરીમાં પણ પથ્થરોનો મારો યથાવત

ત્યારે આ બાબતે સ્થાનિકો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૫ દિવસથી તેઓ દિવસે કામ પર જાય છે અને રાત્રે ચોકી પહેરો કરે છે એનું કારણ એ છે કે ૧૫ દિવસથી તેઓની સાથે રહસ્યમયી ઘટના બની રહી છે જેમાં અલગ અલગ બાજુએથી પથ્થરો મકાન પર પડી રહ્યા છે. આ મામલે ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ૧૫ દિવસથી પોલીસ અને સ્થાનિકો મળી ને પચાસેક કરતા વધુ લોકોનો ચોકી પહેરો છે છતાં પણ આ બધા વચ્ચે સમયાંતરે પથરોના ઘા આવવાના યથાવત રહ્યા છે.

Advertisement

હોમગાર્ડની હાજરીમાં પણ પથ્થરનો મારો

નજીકમાં આવેલ ગાયત્રી પ્રાથમિક સ્કૂલ તરફથી પથરોના ઘા આવી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે અને તે સ્કૂલ ની છત પર પણ બે હોમ ગાર્ડ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે ત્યાં હાજર હોમ ગાર્ડ જવાનોએ મૌખિક જણાવ્યું હતું કે છેલ્લા ૧૫ દિવસથી તેઓ આ સ્કૂલના રૂમ ની છત પર પહેરો ભરી રહ્યા છે અને તેઓની હાજરી માં પણ પથરો ના ઘા યથાવત રહ્યા છે.

ટંકારા પોલીસ અને સ્થાનિકોની ઊંઘ હરામ

ત્યારે આ સમગ્ર રહસ્યમયી બાબતને લેઈને ટંકારા પોલીસ અને સ્થાનિકો ની ઊંઘ હરામ કરી દીધી છે અને આ કોઈ ટીખળ ખોર વ્યક્તિનું કામ હોય તેવી આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે. ૧૫ દિવસથી પોલીસ પણ સતત કાર્યરત છે છતાં પણ હજું સુધી આ રહસ્ય પરથી પડદો ઉંચકાયો નથી. ટંકારા ના ઉગમણા નાકે રહેતા સ્થાનિકો સતત ભયના ઓથાર હેઠળ જીવન જીવવા મજબૂર બન્યા છે અને ઝડપથી આ પથરો ફેંકનાર વ્યક્તિ ઝડપાઈ અને કડક પગલાં લેવામાં આવે તેવી તીવ્ર માંગ ઉઠી છે.

પોલીસની તપાસ

આ ઘટનાના પગલે ટંકારા પોલીસ પણ એલર્ટ બની છે અને ટંકારા પીએસઆઈ સહિતના અધિકારીઓ પણ આ અજૂગતી ઘટના કોઈ વ્યક્તિ દ્વારા ઉભી કરવામાં આવી હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરી છે એટલું જ નહિ પોલીસ દ્વારા પણ સિવિલ ડ્રેસમાં આજુબાજુ ના વિસ્તારમાં ફરીને આ ઘટનાનો તાગ મેળવવા પ્રયત્નો કરી રહી છે.

આ પણ વાંચો------ Gondal : હેડ કોન્સ્ટેબલે રાહદારી યુવકનો જીવ બચાવ્યો

આ પણ વાંચો---- Ghee : રાજકોટવાસીઓ શુદ્ધ ઘી ખાતા પહેલા ચેતી જજો

Tags :
Advertisement

.