Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હિંમતનગર મેડિકલ કોલેજમાં MRI મશીનનું કરાયું લોકાર્પણ

MRI : સાબરકાંઠા જિલ્લા (Sabarkantha district) મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ (GMERS Medical College) સિવિલ હોસ્પિટલ દ્વારા અનેક જિલ્લાઓના જરૂરીયાતમંદોને તબીબી સારવાર મળી રહે છે. તેવી મેડીકલ કોલેજમાં શનિવારે અત્યાધુનિક મશીનરીથી સુસજ્જ નવું એમઆરઆઈ મશીનનું (MRI machine)...
10:44 PM Mar 09, 2024 IST | Hardik Shah

MRI : સાબરકાંઠા જિલ્લા (Sabarkantha district) મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ (GMERS Medical College) સિવિલ હોસ્પિટલ દ્વારા અનેક જિલ્લાઓના જરૂરીયાતમંદોને તબીબી સારવાર મળી રહે છે. તેવી મેડીકલ કોલેજમાં શનિવારે અત્યાધુનિક મશીનરીથી સુસજ્જ નવું એમઆરઆઈ મશીનનું (MRI machine) સાંસદના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

સાંસદે જણાવ્યું હતું કે, હિંમતનગર મેડિકલ કોલેજ (Himmatnagar Medical College) દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. ત્યારે મેડિકલ કોલેજ (Medical College) ખાતે નવીન એમઆરઆઇ મશીન (MRI machine) થકી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને MRI માટે હજારો રૂપિયાનો ખર્ચ બહાર કરવો પડશે નહીં. સીટી સ્કેન અને એમ આર આઈની સુવિધા (CT scan and MRI facility) મેડિકલ કોલેજ ખાતે થવાથી અભણ અને ગરીબ દર્દીઓને અહીં તહીં ભટકવું પડશે નહીં.

આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજની સુવિધામાં વધારો થવાથી અનેક દર્દીઓને લાભ થશે. ડોક્ટરોને દર્દીઓને પરિજન સમજી સેવા કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, જિલ્લા કલેકટર નૈમેષ દવે, સીડીએમઓ બળદેવભાઈ પટેલ, મેડિકલ કોલેજના ડીન, અગ્રણી સિદ્ધાર્થ પટેલ, વિજય પંડયા મેડિકલ કોલેજના ડોક્ટરો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અહેવાલ - યશ ઉપાધ્યાય

આ પણ વાંચો - GIR SOMNATH : ક્રાઇમ બ્રાન્ચે કર્યો લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, ગામના યુવકને શિકાર બનાવી પડાવ્યા હતા 1.24 લાખ

આ પણ વાંચો - Kawasaki Disease Case: લાખોમાં એક વ્યક્તિને થતી બીમારીનો કેસ આણંદ જિલ્લામાંથી આવ્યો સામે

આ પણ વાંચો - રાજ્ય સરકાર દ્વારા ગોધરા ST નિગમને આધુનિક સુવિધા ધરાવતી 54 નવીન એસટી બસોની ફાળવણી કરાઈ

Tags :
GujaratGujarat FirstGujarat NewsGujarati NewsHimmatnagarHimmatnagar Medical Collegemedical collegeMRI machineMRI machine launched
Next Article