Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : Chaitar Vasava ના નિવેદન સામે સાંસદ લાલઘૂમ, કહ્યું- તેને હું ગાંડો અને પાગલ માણસ ગણું છું

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી વચ્ચે પ્રચાર પ્રસાર વચ્ચે પણ ઉમેદવારો એકબીજા ઉપર પ્રહાર કરતાં હોય છે ત્યારે આપના ધારાસભ્ય ચૈતર વસાવા એ સાંસદ મનસુખ વસાવા 6 ટર્મથી નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપ કરતા સાંસદે પણ ચૈતર...
bharuch   chaitar vasava ના નિવેદન સામે સાંસદ લાલઘૂમ  કહ્યું  તેને હું ગાંડો અને પાગલ માણસ ગણું છું

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

Advertisement

ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી વચ્ચે પ્રચાર પ્રસાર વચ્ચે પણ ઉમેદવારો એકબીજા ઉપર પ્રહાર કરતાં હોય છે ત્યારે આપના ધારાસભ્ય ચૈતર વસાવા એ સાંસદ મનસુખ વસાવા 6 ટર્મથી નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપ કરતા સાંસદે પણ ચૈતર વસાવાને પાગલ અને ગાંડો ગણાવ્યા છે.

આક્ષેપ-પ્રતિઆક્ષેપો

ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર વચ્ચે ઉત્સુક ઉમેદવારો હવે પ્રચાર પ્રસાર પણ ધીરે ધીરે શરૂ કરી રહ્યા છે તેવામાં ભરૂચમાં મરહુમ અહેમદ પટેલના સ્મરણજલી અર્થે શોક વ્યક્ત કરવા આવેલા નર્મદા જિલ્લાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપના સાંસદ મનસુખ વસાવા ઉપર આરોપ લગાવ્યો હતો જેમાં સાંસદ મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ તરીકે નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો સાથે ગઠબંધન કોંગ્રેસ સાથે થાય કે ન થાય વિપક્ષમાંથી મુમતાજ પટેલ અથવા ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે અને જીતશે તેવું રટણ પણ કર્યું હતું.

Advertisement

ચૈતર વસાવાને વળતો જવાબ

લોકસભાની ચૂંટણી ટાણે જ ચૈતર વસાવાએ ભાજપમાંથી 6 ટમથી મનસુખભાઈ વસાવા ચુટાઈ આવે છે પરંતુ તેઓ સદંતર નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ પ્રકરણમાં મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવાને વળતો જવાબ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે ચૈતર વસાવા હજુ પાપા પગલી કરી રહ્યો છે ચૈતર વસાવાના પ્રમાણપત્રની મારે જરૂર નથી ચૈતર વસાવાને હું ગાંડો અને પાગલ માણસ ગણું છું 6 ટમથી મતદારોને વિશ્વાસ છે એટલા માટે જ મત આપે છે અને ચૈતર વસાવાને હજુ રાજકારણમાં કોઈ ગતાગમ નથી ચૈતર વસાવા કરતાં હજુ અહમદ પટેલની દીકરી રાજકારણથી વાકેફ છે અને તેને રાજકારણનું નોલેજ પણ છે તેમ કહી ચૈતર વસાવા ઉપર સાંસદ મનસુખ વસાવા આક્ષેપો કર્યા હતા.

જિલ્લાના રાજકારણમાં ગરમાવો

ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય વાતાવરણ ગરમ થઇ રહ્યું છે આમ આદમી અને કોંગ્રેસનું ગઢ બંધન થાય તો ભરૂચમાં બે પાર્ટીના કયા ઉમેદવાર ભાજપને પરસેવો છોડાવી શકે છે તે પ્રશ્ન હાલ તો ચર્ચાસ્પદ બની ગયો છે જો ચૈતર વસાવા ઉમેદવાર તરીકે આવે તો તેઓ આદિવાસી મતવિસ્તાર ઉપર પ્રભુત્વ ધરાવે છે અને કોંગ્રેસ જો ઉમેદવાર ન ઉભા રાખે તો લઘુમતી વોટબેંકના કારણે ચૈતર વસાવાને ફાયદો થઈ શકે તેમ હોવાનું ચર્ચાસ્પદ બની ગયું છે પરંતુ તેના માટે પણ ચૈતર વસાવાએ ભારે મહેનત કરવી પડશે તે નિશ્ચિત છે.

Advertisement

આ પણ વાંચો : GONDAL : ઉમવાડા અંડરબ્રિજમાં ત્રણ ફુટ પાણી ભરાયા,વાહનવ્યવહાર ઠપ્પ,રાહદારીઓ પરેશાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.