Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુવાધનમાં વધતા જતાં ડ્રગ્સના સેવનનાં દૂષણને દૂર કરવા લાયન્સ ઈન્ટરનેશનલ 3232B-3 અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ વચ્ચે MoU

અહેવાલ - સંજય જોશી લાયન્સના ૩૦૦ ટ્રેનરો રાજ્યની ૭૮૫ શાળાઓ અને ૭૯૬ કોલેજોમાં "ડ્રગ અવેરનેસ" કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓને જાગૃત કરશે. માદક દ્રવ્યોના સેવન અને તેની ભયાવહ બાબતો અંગે સેમિનાર, શેરી નાટકો, વ્યાખ્યાનમાળાના આયોજન કરાશે. ઉપરાંત વિવિધ કાર્યક્રમો થકી ચાલુ વર્ષે...
યુવાધનમાં વધતા જતાં ડ્રગ્સના સેવનનાં દૂષણને દૂર કરવા લાયન્સ ઈન્ટરનેશનલ 3232b 3 અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ વચ્ચે mou

અહેવાલ - સંજય જોશી

Advertisement

લાયન્સના ૩૦૦ ટ્રેનરો રાજ્યની ૭૮૫ શાળાઓ અને ૭૯૬ કોલેજોમાં "ડ્રગ અવેરનેસ" કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓને જાગૃત કરશે. માદક દ્રવ્યોના સેવન અને તેની ભયાવહ બાબતો અંગે સેમિનાર, શેરી નાટકો, વ્યાખ્યાનમાળાના આયોજન કરાશે. ઉપરાંત વિવિધ કાર્યક્રમો થકી ચાલુ વર્ષે ૧૦ લાખ વિદ્યાર્થીઓ-નાગરિકોમાં ડ્રગ અંગે જનજાગૃતિ ફેલાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યના યુવાધનમાં વધતા જતાં ડ્રગ્સના સેવનનાં દૂષણને દૂર કરવા લાયન્સ ઈન્ટરનેશનલ district 3232B3 અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ વચ્ચે આજે ખાસ MoU કરવામાં આવ્યા છે. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ શિક્ષણ નિયામક પી.બી. પંડયા અને લાયન્સ ડિસ્ટ્રીકટ ગર્વનર શ્રી સુનિલ ગુગલીયાની હાજરીમાં આજે Drug Awareness and Rehabilitation activity માટે MoU સંપન્ન થયા છે.

Advertisement

આ MoU અંતર્ગત લાયન્સ ડિસ્ટ્રીકટ (3232 B3)ના ૩૦૦ ટ્રેનરો રાજ્યની ૭૮૫ શાળાઓ અને ૭૯૬ કોલેજોમાં "ડ્રગ અવેરનેસ" કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓને જાગૃત કરશે. જે અંતર્ગત માદક દ્રવ્યોના સેવન અને તેની ભયાવહ બાબતો અંગે સેમિનાર, સ્ટ્રીટ પ્લે (શેરી નાટકો), વ્યાખ્યાનમાળાના આયોજન કરવામાં આવશે. વિવિધ કાર્યક્રમો થકી ચાલુ વર્ષે ૧૦ લાખ વિદ્યાર્થીઓ નાગરિકોમાં જનજાગૃતિ ફેલાવવાનો લક્ષ્યાંક છે.

આ M0U દરમિયાન લાયન્સ ઈન્ટરનેશનલ district 3232B-3 ના drug awareness ના ચેરપર્સન નંદિની રાવલ , પ્રોટોકોલ ઓફિસર નિમેષ મંજુમદાર, લાયન્સ કલબ ઓફ ગાંધીનગર ફેમિના ના સેક્રેટરી ભૂમિબેન જોગાણી સહિતના લાયન્સ ડિસ્ટ્રીકટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.