ડીજેમાં વાગતા અશ્લિલ શબ્દો વાળા ગીતો ઉપર પ્રતિબંધ લાદવા માટે રજૂઆત
અહેવાલ--ઇરફાન મકરાણી, દેવગઢબારિયા દેવગઢ બારીયા તાલુકાના કોળી સમાજ દ્વારા ડીજેમાં વાગતા ગુજરાતી ગીતોમાં અશ્લિલ તેમજ બિભત્સ શબ્દો વાળા ગીતો ઉપર પ્રતિબંધ લાદવા માટે કોળી સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું છે. ડીજેમાં બિભત્સ શબ્દોવાળા ગીતોનો ઉપયોગ પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા તાલુકાના ગ્રામ્ય...
07:51 PM Apr 17, 2023 IST
|
Vipul Pandya
અહેવાલ--ઇરફાન મકરાણી, દેવગઢબારિયા
દેવગઢ બારીયા તાલુકાના કોળી સમાજ દ્વારા ડીજેમાં વાગતા ગુજરાતી ગીતોમાં અશ્લિલ તેમજ બિભત્સ શબ્દો વાળા ગીતો ઉપર પ્રતિબંધ લાદવા માટે કોળી સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું છે.
ડીજેમાં બિભત્સ શબ્દોવાળા ગીતોનો ઉપયોગ
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લગ્નસરાની સીઝન ચાલી રહી છે અને લગ્નમાં ડીજેનો મોટાપાયે ઉપયોગ થઇ રહ્યો છે. ડીજે સંચાલકો દ્વારા વગાડાતા ગુજરાતી ગીતો અને ટીમલી જેવા ગીતોમાં અશ્લિલ અને બિભત્સ શબ્દોનો ઉપયોગ કરાઇ રહ્યો છે જેથી લગ્નમાં આવેલા પરિવારો પણ શરમજનક સ્થિતિમાં મુકાય છે. આવા ગીતોના કારણે મહિલાઓના સ્વમાનને પણ ઠેસ પહોંચે છે જેથી દેવગઢબારીયા તાલુકાના કોળી સમાજના યુવાનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી આવા ગીતો પર પ્રતિબંધ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
રજૂઆત
જો કે આમ છતાં ડીજે સંચાલકો દ્વારા આ પ્રકારના ગીતોનો ઉપયોગ ચાલુ જ રખાતા આવા ગીતો પર પ્રતિબંધ મુકાય અને ડીજેના અવાજને લઇને નિયમો બનાવવામાં આવે તેવી માગ સાથે કોળી સમાજ દ્વારા દેવગઢબારિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆતો કરાઇ હતી.
Next Article