Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરવા હડફની વાડોદર-3 આંગણવાડી તદ્દન જર્જરિત હાલતમાં, નવા મકાનની ઉગ્ર માંગ

અહેવાલઃ નામદેવ પાટિલ મોરવા હડફની વાડોદર-3 આંગણવાડી તદ્દન જર્જરિત હાલતમાં હોવાથી બાળકોના વાલીઓ ચિંતિત બન્યા છે, છેલ્લા પાંચ વર્ષથી આ આંગણવાડીમાં છતના પોપડા ખરી રહ્યા છે અને ચોમાસામાં પાણી ટપકી રહ્યું છે, બાળકોને ભયની ઓથારથી મુક્ત કરાવવા હાલ ગામમાં આંગણવાડી...
મોરવા હડફની વાડોદર 3 આંગણવાડી તદ્દન જર્જરિત હાલતમાં  નવા મકાનની ઉગ્ર માંગ

અહેવાલઃ નામદેવ પાટિલ

Advertisement

મોરવા હડફની વાડોદર-3 આંગણવાડી તદ્દન જર્જરિત હાલતમાં હોવાથી બાળકોના વાલીઓ ચિંતિત બન્યા છે, છેલ્લા પાંચ વર્ષથી આ આંગણવાડીમાં છતના પોપડા ખરી રહ્યા છે અને ચોમાસામાં પાણી ટપકી રહ્યું છે, બાળકોને ભયની ઓથારથી મુક્ત કરાવવા હાલ ગામમાં આંગણવાડી નજીક એક મકાન માલિકે પોતાનું મકાન ભાડા વગર ઉપયોગ માટે આપ્યું છે, ત્યારે વિકાસની વાતો કરતી સરકાર જાગે અને આ આંગણવાડીનું મકાન નવીન બનાવે એવી ઉગ્ર માંગ ઉઠી છે, ખેર બાળકો હાલ નજીકમાં આવેલા મકાનમાં બેસી અભ્યાસ સહિતનું કાર્ય કરી રહ્યા છે પરંતુ તેઓ માટે જમવાનું હાલ જર્જરિત આંગણવાડીમાં જ બનાવવું પડે છે.

Advertisement

સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો અને મહિલાઓની ચિંતા કરી તેઓ માટે સુવિધા પૂરી પાડવા આંગણવાડી કેન્દ્રો શરૂ કરવામાં આવે છે, આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોને પાયાનું શિક્ષણ આપવા સાથે પોષણક્ષમ આહાર અને રસીકરણ જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે, આ ઉપરાંત પ્રસૂતા મહિલા, ધાત્રી માતાઓને મમતા દિવસે જરૂરી સલાહ અને સુવિધાઓ આપવામાં આવે છે, જોકે સરકાર દ્વારા શુભ આશયથી આંગણવાડી કેન્દ્રો શરૂ કરવામાં આવે અને જેના નિર્માણ માટે લાખ્ખો રૂપિયા ખર્ચ કરવામાં આવે તો છે પરંતુ કેટલાક સ્થળોએ સ્થિતિ કઈક અલગ જ જોવા મળે છે.

Advertisement

મોરવા હડફ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા વાડોદર ગામમાં આદિવાસી સમાજના બાળકોને ઘર આંગણે પાયાનું શિક્ષણ મળે એવા હેતુસર વાડોદર-3 આંગણવાડી બનાવવામાં આવી હતી, આ આંગણવાડીમાં હાલ ૫૦ જેટલા બાળકો અભ્યાસ માટે આવે છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી આ આંગણવાડી નું મકાન જર્જરિત થઈ ગયું છે અને છત માંથી પોપડા ખરી રહ્યા છે અને ચોમાસામાં ખૂબ જ પાણી પડી રહ્યું છે, આ સર્જીત સ્થિતિ અંગે સંલગ્ન જવાબદારોને વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ પરિણામ મળ્યું નથી જેથી વાલીઓ ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે, અને બાળકોને આંગણવાડીમાં મોકલવા કે નહીં તેને લઇને મુંઝવણમાં છે, અને બાળકો આંગણવાડી માં જાય અને ઘરે પાછા આવે ત્યાંર સુધી બાળકોના વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વહેલી તકે આંગણવાડીનું નવીન મકાન બનાવી આપવામાં આવે એવી માંગ ઉગ્ર માંગ વાલીઓમાં ઉઠી છે.

વાડોદર-3 આંગણવાડીની જર્જરિત હાલત જોઈ નજીકમાં આવેલા એક રહીશે પોતાની ઉદારતા બતાવી છે, આ રહીશે આંગણવાડીના બાળકોને પોતાના બાળકો સમજી અભ્યાસ માટે પોતાનું મકાન છેલ્લા પાંચ વર્ષથી ઉપયોગ માટે આપ્યું છે, જેમાં પણ બાળકો દ્વારા કરવામાં આવતાં ઘોંઘાટ અને ગંદકીથી આ રહીશ જરા પણ નારાજ થતાં નથી, નાના સરખા ઘરમાં તેઓ બાળકોને પંખો અને લાઇટની સુવિદ્યા પણ આપે છે પરંતુ બાળકોની સેવામાં તેઓને સામાજિક પ્રસંગ કે મહેમાનો આવે ત્યારે ખૂબ જ તકલીફ પણ વેઠવી પડી રહી હોવાનું જણાવી રહ્યા છે.

Tags :
Advertisement

.