Morbi : એવું તો શું થયું કે મોડી રાતે Congress અને AAP નાં નેતા-કાર્યકરો પોલીસ મથકે પહોંચ્યા
- Morbi માં કોંગ્રેસ AAP નાં ઉમેદવારોએ માગ્યું પોલીસ રક્ષણ
- મોડી રાત્રે હળવદ પોલીસ મથકે કોંગ્રેસ-આપ કાર્યકરો પહોંચ્યા
- ઉમેદવારો અને ટેકેદારોને જીવનું જોખમ હોવાની કરી વાત
- BJP ના આગેવાનો ધમકી આપતા હોવાનો આરોપ
મોરબીમાં (Morbi) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને (Sthanik Swaraj Election) લઈ રાજકીય માહોલ ગરમાયો છે. તમામ પક્ષો ચૂંટણી જીતવા માટે પૂરજોશ મહેનત કરી રહ્યા છે. દરમિયાન, આરોપ-પ્રત્યારોપનો દોર પણ શરૂ થયો છે. માહિતી છે કે ગત મોડી રાતે હળવદ પોલીસ મથકે કોંગ્રેસ અને AAP ના નેતાઓ કાર્યકરો સાથે પહોંચ્યા હતા અને ઉમેદવારો અને ટેકેદારોને જીવનું જોખમ હોવાથી પોલીસ રક્ષણ આપવા લેખિતમાં રજૂઆત કરી હતી. ભાજપ દ્વારા ધમકી અપાતી હોવાનો આરોપ પણ કરાયો હતો.
આ પણ વાંચો - Porbandar : ભીમા દુલા ઓડેદરાના ભાણેજ કુખ્યાત મેરામણ ખુંટીની હત્યા મામલે આ શખ્સ સામે ગુનો
મોડી રાત્રે હળવદ પોલીસ મથકે કોંગ્રેસ-આપ કાર્યકરો પહોંચ્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં માહોલ વચ્ચે મોરબીમાંથી (Morbi) મોટા સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર, હળવદ પોલીસ મથકે (Halvad Police Station) ગત મોડી રાતે કોંગ્રેસ અને AAP નાં નેતાઓ કાર્યકરો સાથે પહોંચ્યા હતા. કોંગ્રેસ શહેર પ્રમુખ શૈલેષભાઈ દવે, તાલુકા પ્રમુખ ડૉ. કે. એમ. રાણા અને આપનાં શહેર પ્રમુખ વિપુલ રબારી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પોલીસ મથકે પહોંચ્યા હતા. નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ભાજપનાં (BJP) વિવિધ આગેવાનો દ્વારા તેમનાં ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવાની ધમકી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો - ખાડી વિસ્તારમાં મીઠા/જમીન સર્વેક્ષણ માટે ગયેલી ટીમનાં ગુમ થયેલ 3 સભ્યોનું BSF એ રેસ્ક્યૂ કર્યું
BJP ના આગેવાનો ધમકી આપતા હોવાનો આરોપ
આ સાથે કોંગ્રેસ (Congress) અને AAP નાં નેતાઓએ જીવનું જોખમ હોવાથી પોલીસ રક્ષણ આપવામાં આવે એવી લેખિત રજૂઆત કરી હતી. કોંગેસ અને AAP નાં ઉમેદવારો ભયમાં હોવાથી પોલીસ રક્ષણની માંગ કરાઈ છે. જણાવી દઈએ કે મોરબીમાં નગરપાલિકાની 7 વોર્ડમાં 28 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીને લઈ ભાજપ દ્વારા અગાઉ હળવદ નપાનાં 7 વોર્ડ માટે 28 ઉમેદવારો અને વાંકાનેર પાલિકા માટે 6 વોર્ડમાં 24 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી.
આ પણ વાંચો - Ahmedabad: સેટેલાઈટમાં અકસ્માત, BMW કાર ચાલકે નશાની હાલતમાં BRTS રેલિંગમાં કાર અથડાવી