Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતના બાળકોને પોતાની મા કરતા મોબાઈલ વ્હાલો, ચોંકાવનારો સર્વે

બાળકો નોમોફોબિયાનો શિકાર બની રહ્યા છે 81% બાળકોને Mobile Phone માં કાર્ટુન જોવાની આદત બાળકોને આઉટડોર ક્રિયામાં મન વધારવું પડશે Mobile Phone Survey: હાલમાં, એક શહેરમાં બાળકોને લઈ એક અવલોકન કરવામાં આવ્યું હતું. તેના અંતર્ગત ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા...
12:47 AM Aug 10, 2024 IST | Aviraj Bagda
Mobile Phone Survey, Gujarat Childs love mobile phone more than own mother

Mobile Phone Survey: હાલમાં, એક શહેરમાં બાળકોને લઈ એક અવલોકન કરવામાં આવ્યું હતું. તેના અંતર્ગત ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. આ અવલોકન બાળકોમાં માતા અને Mobile Phone ની તુલના કરવામાં આવી હતી. જોકે આજના જમાનામાં બાળકોમાં Mobile Phone નો વપરાશ વધી રહ્યો છે. તેના કારણે અનેક ચોંકાવનારા અહેવાલો અવાર-નવાર સામે આવતા હોય છે. ત્યારે આ અવલોકનમાં પણ આશ્ચર્યજનક આંકડાઓ સામે આવ્યા છે.

બાળકો નોમોફોબિયાનો શિકાર બની રહ્યા છે

તો બાળકોમાં Mobile Phone નું વધુ પ્રમાણ તેમને માનસિક અને શારીરિક રીતે બીમાર કરી રહ્યું છે. તે ઉપરાંત નાની વયએ પણ બાળકોના આંખના નંબરો વધી રહ્યા છે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને બાળકોમાં વધતા ગેમ રમવાના વ્યસનને ગેમિંગ ડિસઓર્ડર નામ આપ્યું છે. તો Mobile Phone ના વધુ પડતા વ્યસનને કારણે બાળકો નોમોફોબિયાનો શિકાર બની રહ્યા છે. નોમોફોબિયા એટલે કે Know Mobile Phone Phobia તરીકે ઓળખ વામાં આવે છે. આ પરિસ્થિતિમાં બાળકો કોઈ પણ પ્રકારની ક્રિયાઓ કરતા હોય છે, ત્યારે સતત તેઓ Mobile Phone ને પોતાની સાથે રાખે છે. જેમ કે, નાના બાળકો જ્યારે જમવા બેસે છે, ત્યારે તેઓ Mobile Phone માં કાર્ટૂન જોઈને ખાવાનું ખાઈ છે.

આ પણ વાંચો: જેતપુરના નવાગઢમાં પાનની દુકાન બની વરલી મટકાનો અડ્ડો, Video Viral

81% બાળકોને Mobile Phone માં કાર્ટુન જોવાની આદત

ત્યારે તાજેતરમાં જે અવલોકન કરાવમાં આવ્યું છે, તેમાં ગુજરાતના 67% ગામડાના બાળકો Mobile Phoneમાં ગેમ રમે છે. 67% બાળકો Mobile Phone ન આપે તો રડવા લાગે છે. 81% બાળકોને જમતી વખતે Mobile Phoneમાં કાર્ટુન જોવાની કે અન્ય ગેમ રમવાની આદત છે. 85% બાળકો Mobile Phone ગેમને કારણે શારીરિક રમતો રમવાનું ભૂલી રહ્યા છે. 54% બાળકો Mobile Phone માં વ્યસ્ત હોય, ત્યારે માતા-પિતા સાથે વાત કરવાનું પણ ટાળે છે. તો 54% બાળકો આઉટડોર રમતો જાણતા નથી. અને જ્યારે Mobile Phone ગેમે કે મમ્મી તે પ્રશ્નનો સર્વે કરવામાં આવ્યો, ત્યારે 66.15% બાળકોએ Mobile Phone ગેમે છે, તેવો જવાબ આપ્યો હતો.

બાળકોને આઉટડોર ક્રિયામાં મન વધારવું પડશે

Mobile Phone ના કારણે બાળકોમાં અનેક માનસિક બીમારીઓ જોવા મળતી હોય છે. બાળકોમાં માનસિક રીતે અસ્વસ્થ જોવા મળ છે. તે ઉપરાંત મોટાભાગના બાળકોમાં ચિંતા અને ચિડીયાપણું જોવા મળે છે. અને તેના કારણે શારીરિક પ્રવૃત્તિમાં પણ ઘટાડો જોવા મળે છે. તો ઉંઘતા પહેલા Mobile Phone નો ઉપયોગ કરતા હોવાથી માનસિક તણાવમાં વાધારો થાય છે. ત્યારે હવે એ સમય આવી ગયો છે કે, બાળકોને કોઈ પણ કાણે Mobile Phone થી દૂર રાખવા પડશે. તેના માટે માતા-પિતા ચોક્કસ નિયમો તૈયાર કરવા પડશે. તે ઉપરાંત બાળકોને આઉટડોર ક્રિયામાં મન વધારવું પડશે.

આ પણ વાંચો: World Tribal Day: દાહોદના માર્ગો પર આદિવાસી સંસ્કૃતિની ઝલક, હજારોની સંખ્યામાં લોકો જોડાયા

Tags :
Gujaratgujarat childsGujarat Firstgujarat surveyhealthHealth ResearchHealth Research NewsHealth ScienceMedicine ResearchMedicine Research NewsMedicine ScienceMobile Phone SurveyWHO
Next Article