Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે મહીસાગર જિલ્લાની મુલાકાતે, જિલ્લાને અર્પણ કરાઇ વિવિધ વિકાસ કામોની ભેટ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે મહીસાગર જિલ્લાની મુલાકાતે છે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મળી મહીસાગર જિલ્લાને મળી વિવિધ કામોની ભેટ છે. બાલાસિનોર ખાતે ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા 10 કરોડના ખર્ચે બી કેટેગરીના 56 અને ડી કેટેગરીના 2 આવસોનું...
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે મહીસાગર જિલ્લાની મુલાકાતે  જિલ્લાને અર્પણ કરાઇ વિવિધ વિકાસ કામોની ભેટ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે મહીસાગર જિલ્લાની મુલાકાતે છે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મળી મહીસાગર જિલ્લાને મળી વિવિધ કામોની ભેટ છે. બાલાસિનોર ખાતે ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા 10 કરોડના ખર્ચે બી કેટેગરીના 56 અને ડી કેટેગરીના 2 આવસોનું લોકાર્પણ કરાયું હતું, તો બીજી તરફ લુણાવાડા ખાતે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા 3.59 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ નવીન એસટી ડેપો વર્કશોપ તેમજ 25 નવીન બસોનું લોકાર્પણ કરાયું.

Advertisement

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કર્મીઓને સુવિધા આવાસો અર્પણ કર્યા 

Advertisement

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે મુલાકાતે પધાર્યા હતા, જ્યાં ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા બી કેટેગરીના 56 મકાનો અને ડી કેટેગરીના 2 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રીબીન કાપી પોલીસ આવાસો પોલીસ સ્ટાફ માટે ખુલ્લા મૂક્યા હતા.  આ આધુનિક સુવિધાઓથી સજ્જ પોલીસ આવાસોમાં પોલીસ સ્ટાફના કુલ 58 પરિવારો વસવાટ કરવા જઇ રહ્યા છે. આ કાર્યક્રમ નિમિતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે 2 પી.આઇ.અને 56 કોન્સ્ટેબલ,જમાદાર તેમજ અન્ય પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. વધુમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ પણ તેમના ભાજપના કાર્યકર્તાઓ સાથે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

લુણાવાડા ખાતે નવીન એસટી ડેપો વર્કશોપનું તેમજ 25 નવીન બસોનું પણ લોકાર્પણ કર્યું

Advertisement

 ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લુણાવાડા ખાતે આવી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા 3.59 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ નવીન એસટી ડેપો વર્કશોપનું તેમજ 25 નવીન બસોનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારીયા,પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ,રાજ્ય શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર,મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર,જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ તેમજ અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડાસા ઝાલોદ બસમાં લુનેશ્વર ચોકડી સુધી મુસાફરી પણ કરી ત્યારબાદ લુબેશ્વર ચોકડી ખાતે ચા ની દુકાને ચાની મજા પણ માણી હતી.

આ પણ વાંચો -- Ahmedabad : જગતપુર બ્રિજ પર ટ્રકની અડફેટે બાઇક ચાલકનું મોત

Tags :
Advertisement

.