Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Rains Update: હવામાન વિભાગે આપી આગાહી, રાજ્યમાં વરસાદને લઈને આપ્યું રેડ એલર્ટ

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી રાજ્યમાં કેટલાક જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ દમણ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી Gujarat Rains Update: ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. વિગતે વાત...
gujarat rains update  હવામાન વિભાગે આપી આગાહી  રાજ્યમાં વરસાદને લઈને આપ્યું રેડ એલર્ટ
  1. રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી
  2. રાજ્યમાં કેટલાક જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ
  3. બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ
  4. દમણ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી

Gujarat Rains Update: ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, રાજ્ય (Gujarat)માં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી કરવામાં આવે છે. રાજ્ય (Gujarat)માં કેટલાક જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યારે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Banaskantha: જિગ્નેશ મેવાણી વિવાદમાં સપડાયા, મનરેગામાં કામ કરતી મહિલાએ કર્યા આક્ષેપો

Advertisement

અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લીમાં આજે યલો એલર્ટ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગમાં પણ અત્યારે ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લીમાં આજે યલો એલર્ટ છે. મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદ સાથે યલો અલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા ભાવનગર, અમરેલી, આણંદ અને વડોદરામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદાના આજે ભારે વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: 2029 માં પણ NDA ની સરકાર બનશે અને નરેન્દ્ર મોદી PM બનશે, અમિત શાહે વિપક્ષ પર કર્યો પ્રહાર...

Advertisement

બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં હવામાન વિભાગે આવતીકાલે યલો એલર્ટ આપ્યું છે. આ સાથે બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, અત્યારે રાજ્યમાં ઓફશૉર ટ્રફ અને લૉ પ્રેસર સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયામાં અત્યારે પ્રેશર વધારે રહેવાનું છે. જેથી આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad : ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિ. માટે કોમન એકટ, ડીનનીની મુદ્દત 3 વર્ષ કરાઈ

ગુજરાતમાં અત્યારે બે સિસ્ટમ સક્રિય થઈ

નોંધનીય છે કે, અત્યારે હવામાન વિભાગના એ. કે દાસ, ડાયરેક્ટર દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે બે સિસ્ટમ સક્રિય થઈ છે, જેથી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં અત્યારે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Tags :
Advertisement

.