Mehsana : મહિલા PSI બાદ હવે ગોરધન ઝડફિયાની સમાજને ટકોર! કહ્યું- Audi ગાડી લાવવા માટે..!
- Mehsana નાં કડી ખાતે પાટીદાર સમાજનો સમૂહલગ્ન કાર્યક્રમ યોજાયો
- ચુંવાળ 72 કડવા પાટીદાર સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન
- પૂર્વ નાયબ CM નીતિન પટેલ, ભાજપ નેતા રજની પટેલ રહ્યા હાજર
- કાર્યક્રમ દરમિયાન ભાજપ નેતા ગોરધન ઝડફિયાના બેબાક બોલ
- ઓડી ગાડી લેવા બાપદાદાની જમીન ના વેચતા: ગોરધન ઝડફિયા
મહેસાણાનાં (Mehsana) કડી ખાતે ચુંવાળ 72 કડવા પાટીદાર સમાજ દ્વારા સમૂહલગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ CM નીતિન પટેલ (Nitin Pate), ભાજપ નેતા રજની પટેલ સહિત ધારાસભ્ય, સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ (Gordhan Zadafia) બેબાક નિવેદન આપ્યું હતું અને સમાજનાં યુવાનોને ટકોર કરી હતી. સાથે જ તેમણે યુવાનોને શિક્ષણ પર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા પાટીદાર યુવાનોને લઈ મહિલા PSI ઉર્વિશા મેંદપરાએ (PSI Urvisha Mendpara) આપેલા નિવેદને ચર્ચા જગાડી હતી.
આ પણ વાંચો - Panchmahal : હાલોલમાં 1 લાખની લાંચ લેતા પ્રોબેશનર PSI ને ACB એ રંગેહાથ ઝડપ્યા
પોતાના ઘરમાં પીળું પાણી રાખતા હોઈ તો બંધ કરી દેજો : ગોરધન ઝડફિયા
મહેસાણા જિલ્લાનાં (Mehsana) કડી તાલુકા ખાતે ચુંવાળ 72 કડવા પાટીદાર સમાજ દ્વારા સમૂહલગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ CM નીતિન પટેલ, ભાજપ નેતા રજની પટેલ, MLA હાર્દિક પટેલ (Hardik Patel), MP હરિ પટેલ સહિતનાં નેતાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ (Gordhan Zadafia) બેબાક નિવેદન આપ્યું હતું. તેમણે જાહેર મંચ પરથી સમાજનાં યુવાનોને ટકોર કરી હતી. તેમણે દારૂ અને શિક્ષણ અંગે વાત કરતા કહ્યું હતું કે, 21મી સદીનો વહેમ રાખીને પોતાના ઘરમાં પીળું પાણી રાખતા હોઈ તો બંધ કરી દેજો. ઘરમાં રહેલ દીકરી કે પત્નીને પૂછો કે એનું શું પરિણામ આવે છે.
Gordhan Zadafia । ઓડી ગાડી લેવા બાપદાદાની જમીન ના વેચતા । Gujarat First
મહિલા PSI બાદ હવે ગોરધન ઝડફિયાની સમાજને સલાહ
પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં ભાજપ નેતાની સલાહ
ગોરધન ઝડફિયાએ દારૂબંધી અને શિક્ષણ પર મુક્યો ભાર
પોતાના ઘરમાં પીળું પાણી રાખતા હોઈ તો બંધ કરી દેજો: ઝડફિયા
તેમણે… pic.twitter.com/TnIVOCbhMq— Gujarat First (@GujaratFirst) February 16, 2025
આ પણ વાંચો - Tapi : ભેખડ ધસી પડતા 25 વર્ષીય શ્રમિકનું મોત, પરિવાર અને આદિવાસી આગેવાનોનો ચક્કાજામ
'ઓડી ગાડી લેવા બાપદાદાની જમીન ના વેચતા'
સ્ટેજ પર બેઠેલા બધા આગેવાનની હાજરીમાં ભાજપ (BJP) નેતા ગોરધન ઝડફિયાએ સૂચક નિવેદન આપતા કહ્યું હતું કે, સમાજમાં પરિવર્તન ના લાવી શકતા હોય તો કોઈ હોદ્દા પર રહેવાની આગેવાનને જરૂર નથી. આ સાથે તેમણે શિક્ષણ પર ભાર મૂકતા કહ્યું કે, પાટીદાર સમાજે સમાજની વાડીઓનું બાંધકામ બંધ કરવું પડશે અને શિક્ષણ પર ધ્યાન આપવું પડશે. હવે શિક્ષણ પર ભાર મૂકવાની જરૂર છે. તેમણે આગળ કહ્યું કે, સમાજ માં હવે સંસ્કારની જરૂર છે. સંસ્કાર વિનાની સંપત્તિ કોઈ દિવસ પરિવારને સુખી નહીં કરે. આપણા વડવાઓએ સંપત્તિ નહીં પણ સંસ્કાર આપ્યા હતા તેની આ ઓળખ છે. ઓડી ગાડી લેવા બાપ-દાદાની જમીન ના વેચતા. પેટ માટે જરૂર પડે તો જ વેચજો.
આ પણ વાંચો - Sthanik Swaraj Election : 5 વાગ્યા સુધી સરેરાશ 55% વોટિંગ, લલિત વસોયા અને પ્રતાપ દુધાતનાં પ્રહાર!