Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mehsana : કડીમાં CERA SANITARYWARE LTD ની અનોખી પહેલ, 1166 વર્કર્સ અને 636 સ્ટાફ સભ્યોનું કર્યું સન્માન

CERA SANITARYWARE LTD  (Mehsana) એ વર્કર અને સ્ટાફનું મેડલ આપી સન્માન કર્યું 3 થી 40 વર્ષ સેરા સિરામિક્સ વેરમાં ફરજ બજાવતા કર્મચારીનું સન્માન કરાયું સેરા કંપની પોતાનાં સ્ટાફ અને વર્કરોને એક પરિવારની હૂંફ આપી સેરા કંપનીનું (CERA SANITARYWARE LTD)...
mehsana   કડીમાં cera sanitaryware ltd ની અનોખી પહેલ  1166 વર્કર્સ અને 636 સ્ટાફ સભ્યોનું કર્યું સન્માન
  1. CERA SANITARYWARE LTD  (Mehsana) એ વર્કર અને સ્ટાફનું મેડલ આપી સન્માન કર્યું
  2. 3 થી 40 વર્ષ સેરા સિરામિક્સ વેરમાં ફરજ બજાવતા કર્મચારીનું સન્માન કરાયું
  3. સેરા કંપની પોતાનાં સ્ટાફ અને વર્કરોને એક પરિવારની હૂંફ આપી

સેરા કંપનીનું (CERA SANITARYWARE LTD) નામ આવે એટલે સૌ કોઈ આ કંપનીની સામાજિક જવાબદારી નિભાવવામાં અગ્રેસર હોવાની વાત ચોક્કસ વાગોળે. સેરા સેનેત્રીવેર કંપની દ્વારા પોતાની કંપનીમાં વર્ષોથી કામ કરી રહેલા સ્ટાફ અને વર્કરોને પ્રોત્સાહિત કરવા એક એવોર્ડ ફંક્શનનું (Award Function) આયોજન કરીને કર્મચારીઓને પરિવારની હૂંફ આપી તેમને પ્રોત્સાહિત કરી ઉત્કૃષ્ટ કામગીરી કરાઈ હતી.

Advertisement

આ પણ વાંચો - Surendranagar : તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓની T-Shirt મામલે BJP- કોંગ્રેસ આમને-સામને, રાજકારણ ગરમાયું

Advertisement

સેરા સેનેટરી વેર કંપનીમાં વર્કર અને સ્ટાફનું સન્માન કરાયું

મહેસાણા (Mehsana) જિલ્લામાં CERA SANITARYWARE LTD કંપની પોતાનાં વર્કરો તેમ જ સ્ટાફની ખૂબ કદર કરતી આવી છે. સેરા કંપની દ્વારા કડી ખાતે પોતાનાં સ્ટાફમાં વર્કરો તેમ જ સ્ટાફ મેમ્બરોને પોતાનાં પરિવારનાં સભ્યો જ માની તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કડી (Kadi) ખાતે ટાઉન હોલમાં એક એવોર્ડ ફંક્શનનું (Award Function) આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કંપનીનાં ચેરમેન અને વાઇસ ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા અને 3 થી 40 વર્ષ સુધી સેરા સિરામિક્સ વેરમાં ફરજ બજાવતા કર્મચારીનું સન્માન કરાયું હતું. કંપનીનાં ચેરમેન અને વાઇસ ચેરમેને પોતાનાં હસ્તે જ 1116 વર્કરો અને 636 સ્ટાફ મેમ્બરોને સિલ્વર કોઈન અને એવોર્ડ આપીને પોતાની જવાબદારી નિભાવી એક ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. આ કંપનીના ઓનર પોતાની સાથે કામ કરતા તમામ નાનાથી લઈ મોટા અધિકારીઓને પોતાનાં પરિવારનો હિસ્સો માને છે. જો દરેક કંપની સેરા સેનેટરી વેરની જેમ પોતાનાં કર્મચારીને આવી હૂંફ આપે તો વર્કરોની કોઈ હડતાળ કે અન્ય કોઈ સમસ્યા જ ના સર્જાય અને દરેક વર્ગ પોતાની કંપની માની અને કામ કરે અને કંપની અને પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે.

Advertisement

આ પણ વાંચો - Banaskantha : 8-6 વર્ષનાં ભાઈ-બહેને સવા કલાકમાં સર કર્યો 'ગુરુ પર્વત', લહેરાવ્યો તિરંગો, જુઓ Video

સેરા કંપની પોતાના સ્ટાફ અને વર્કરોને આપી રહી છે એક પરિવારની હૂંફ

સેરા સિરામિક કંપની હંમેશા લોકોની વચ્ચે રહી લોકો માટે કંઈક કરી બતાવવા તત્પર જોવા મળતી રહી છે. સેરા સિરામિક કંપની આમ તો કડી ખાતે જાયન્ટ પ્લાન્ટ સ્થાપેલ છે. ત્યારે કડી (Kadi) તાલુકાનાં અનેક ગામોમાં વિવિધ સહયોગ આપી કાયાપલટ કરવાની દિશામાં સત્તત કાર્યરત રહી છે. પણ મહેસાણા (Mehsana) જિલ્લામાં જ્યારે પણ આર્થિક જરૂર જણાય ત્યારે સદૈવ ઉત્સાહ સાથે સહયોગ સેરા કંપનીનો સપડાયો છે. ત્યારે સેરા સેનેટરી વેરની પ્રગતિમાં જો કોઈનો મોટો સહયોગ હોય તો તે છે કંપનીના વર્કરો સાથે તમામ સ્ટાફ. સેરા કંપની પણ પોતાનાં તમામ સ્ટાફને પોતાનાં પરિવારનો હિસ્સો માને છે.

અહેવાલ : મુકેશ જોષી, મહેસાણા 

આ પણ વાંચો - India Independence Day : મંદિરો 'ભારત માતા કી જય' નાં જયઘોષથી ગૂંજી ઊઠ્યા, ભગવાનને ખાસ શણગાર, જુઓ Photos

Tags :
Advertisement

.