Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મનસુખ માંડવિયાએ સંબોધનમાં કરી અરવિંદ લાડાણીની વાત, વાંચો અહેવાલ

લોકસભાની ચુંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. હવે દરેક રાજનૈતિક પાર્ટી પોતે પોતાના પક્ષને વધુ મજબૂત બનાવવાની તૈયારી કરવામાં લાગી છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. સામાન્ય લોકસભા ચૂંટણી 2024 ના પ્રથમ તબક્કા માટે મતદાન 19 એપ્રિલના તારીખના રોજ...
મનસુખ માંડવિયાએ સંબોધનમાં કરી અરવિંદ લાડાણીની વાત  વાંચો અહેવાલ

લોકસભાની ચુંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. હવે દરેક રાજનૈતિક પાર્ટી પોતે પોતાના પક્ષને વધુ મજબૂત બનાવવાની તૈયારી કરવામાં લાગી છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. સામાન્ય લોકસભા ચૂંટણી 2024 ના પ્રથમ તબક્કા માટે મતદાન 19 એપ્રિલના તારીખના રોજ શરું થશે. લોકસભા 2024 ની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે અને 4 જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે.  લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતમાં  ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવવાની છે.

Advertisement

મનસુખ માંડવિયા

મનસુખ માંડવિયા

ગુજરાતમાં 7 મે ના રોજ ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણીનું મતદાન થશે. આ સાથે જ ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ સાતમી મેએ જોયાશે. 4 કોંગ્રેસ, 1 આપ અને 1 અપક્ષના નેતાએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને આ નેતાઓએ ભાજપમાં પ્રવેશ કર્યો છે. જેમાં માણાવદરનો સમાવેશ થાય છે. જુનાગઢના માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી કોંગ્રેસને છોડી ભાજપમાં જોડાયા હતા. હવે માણાવદરમાં પેટા ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે આ બેઠક ઉપર ભાજપ તરફથી કોણ ઉમેદવારી કરશે તે અંગે માહિતી આપી હતી.

Advertisement

પોરબંદરના ભાજપના લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયાએ પોતાના સ્પીચમાં કહ્યું હતું કે, હવે તો સોશિયલ મીડિયા અને IT નો જમાનો આવ્યો છે, AI INTELLIGNCE નો જમાનો આવ્યો છે. આપણે ત્યાં લાભાર્થીનો સંપર્ક બહુ ઓછો થયો છે. મારી આ અપેક્ષા અને આગ્રહ છે, આ બહુ મોટી તાકાત છે.આવી બાબતોને ધ્યાનમાં લઈને તમે નાના નાના કામ કરતાં રહેશો તો આપણા વિધાનસભા ક્ષેત્રમાં 75 ટકાનું વોટિંગ થઈ જશે,અને જો 75 ટકા વોટિંગ થઈ જશે તો અરવિંદ ભાઈને મોટી લીડ આવશે તો સાથે સાથે ભારતીય જાણતા પાર્ટીને પણ તેટલો જ ફાયદો થશે. હું માણાવદર મત વિસ્તારને ઘણા સમયથી ઓળખું છું.આ વિસ્તારમાં પોટેન્શ્યલ છે, આ વિસ્તારમાં ક્ષમતા છે.મેં આ વિસ્તારના કાર્યકર્તાને કામ કરતાં જોયા છે.

Advertisement

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટી મારામારી કેસ બાદ વિદેશી વિદ્યાર્થીઓને ફાળવવામાં આવી નવી અદ્યતન હોસ્ટેલ

Tags :
Advertisement

.