ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમરેલી જિલ્લામાં માનવભક્ષી સિંહ-દિપડાનો આંતક

અમરેલી જિલ્લામાં સિંહ દીપડાના આંતક વચ્ચે સિંહે પાંચ માસના બાળક અને દીપડાએ ત્રણ વર્ષના બાળક ને ફાડી ખાધા અંગેની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં કમકમાટી ફેલાય છે સિંહ અને દીપડાએ માસુમ બાળકને શિકાર કર્યો હોવાની ઘટના અમરેલી જિલ્લામાં બે અલગ અલગ રેન્જમાં...
04:59 PM May 09, 2023 IST | Hiren Dave

અમરેલી જિલ્લામાં સિંહ દીપડાના આંતક વચ્ચે સિંહે પાંચ માસના બાળક અને દીપડાએ ત્રણ વર્ષના બાળક ને ફાડી ખાધા અંગેની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં કમકમાટી ફેલાય છે સિંહ અને દીપડાએ માસુમ બાળકને શિકાર કર્યો હોવાની ઘટના અમરેલી જિલ્લામાં બે અલગ અલગ રેન્જમાં ઘટી હતી જેમાં લીલીયા તાલુકાના ખારા ગામે ઝૂંપડું બાંધીને રહેતા ખેત મજૂર ના પાંચ માસના વિશાલ નામના બાળકને સિંહણ ઉઠાવીને ફાડી ખાધાની ઘટના ઘટી હતી તો સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે ખેત મજૂરના ત્રણ વર્ષના બાળકને પણ દીપડાએ શિકાર કર્યો હોવાની ઘટના ઘટતા ખેતી કામ કરતા ખેત મજૂરો અને ખેડૂતોમાં ભયનું લખ લખવું પ્રસરી જવા પામ્યું હતું સાવરકુંડલાના કરજાળા ગામે દીપડાએ મોડી રાત્રે ત્રણ વર્ષના બાળકને ફાડી ખાધા ની ઘટના બાદ વન વિભાગ દ્વારા પાંજરાઓ ગોઠવીને મોડી રાત્રે જ દીપડાને પકડવા કવાયત હાથ ધરી તેમાં સફળતા વનવિભાગને મળી હતી

જ્યારે લીલીયાના ખારા ગામે પાંચ માસના બાળકને સિંહણ શિકાર કરી જવાની ઘટનાથી વન વિભાગ દ્વારા 10 ટીમો બનાવીને માનવ પક્ષી બનેલ સિંહણને પકડવાની કવાયત હાથ ધરતા 12 કલાકની જહેમત બાદ ઘટનાસ્થળથી એક કિલોમીટર દૂર માનવ ભક્ષી બનેલી સિંહણને પકડી પાડવામાં વનવિભાગ સફળ થયું છે આ બંને ઘટનામાં ખેત મજૂરના બે વહાલસોયા દીકરાઓએ જીવ ગુમાવ્યા છે

માનવ પક્ષી દીપડાઓ અવારનવાર માનવીઓ પર હુમલા કરતા હોય છે પરંતુ સિંહણો દ્વારા માનવ હુમલા ની ઘટના અમુક સંજોગોમાં જ ઘટતી હોય ત્યારે ખારા ગામની ઘટનામાં બકરીનો શિકાર કરવા આવેલ સિંહણ બકરીનો શિકાર કરીને મારણ આરોગી ન હતી પરંતુ મોડેથી ફળિયામાં સુતેલા ત્રણ માસના બાળકને ઉઠાવી જઈને ફાડી ખાધાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી વન વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કરજાળા ગામેથી માનવ પક્ષી દીપડો અને લીલીયાના ખારા ગામેથી માનવભક્ષી સિંહણને પકડીને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે માનવભક્ષી પ્રાણીઓના માનવીઓ પર થતા હુમલાઓને લઈને હાલ ભયના ફફડાટ વચ્ચે હાશકારો અનુભવ્યો છે

અહેવાલ -ફારૂક કાદરી,અમરેલી 

આ પણ  વાંચો-ગોંડલ: નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું

 

Tags :
3-year baby5monthbabyafter killingAmrelidevouredGujarathouseinnocentlioness
Next Article