Rajkot: કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી ધમકી, સર્ચ ઓપરેશન શરૂ
- પાટણ બાદ રાજકોટ કચેરીને ઉડાવવાની મળી ધમકી
- જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી
- ક્રાઇમ બ્રાન્ચ અને SOG સહિતની ટીમ દોડતી થઈ
- કલેક્ટર કચેરીએ કર્મચારીઓને બહાર કાઢી તપાસ હાથ ધરી
પાટણ કલેક્ટર કચેરી બાદ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. મેલને પગલે ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, ડોગ સ્કોર્ડ સહિતની ટીમો તાત્કાલીક કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. તેમજ કલેક્ટર કચેરીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમજ સાઉથ બાજુથી મેલ આવ્યો હોવાની વિગત સામે આવી છે. મેલને લઈ ઉપરથી આવેલી સૂચના મુજબ બોમ્બ સ્કોર્ડ તેમજ એસઓજી સહિતની ટીમો કલેક્ટર કચેરી ખાતે પહોંચી તપાસ શરૂ કરી હતી. તેમજ કોઈ અનિચ્છનીય વસ્તુ ના મળી આવતા પોલીસે હાશકારો લીધો હતો.
રાજકોટ કલેક્ટર કચેરીમાંથી કંઈ પણ વાંધાજનક ન નીકળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો
રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના ઓફિસિયલ ઈમેઇલ એડ્રેસ ઉપર ધમકી ભર્યો મેઈલ આવ્યો હતો. કલેક્ટર કચેરીને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જે સંદર્ભે રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસ સહિતની ટીમ કલેકટર કચેરી ખાતે દોડી ગઈ હતી. બોમ્બ ડીઝપોઝલ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી. પોલીસ દ્વારા જિલ્લા કલેકટર તેમજ અધિક કલેક્ટર સહિતનાઓની ઓફિસમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે કંઈપણ વાંધાજનક ન નીકળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ઈમેઇલ કરનારા વ્યક્તિનું આઇપી એડ્રેસ ટ્રેસ કરવા સહિતની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે.
પાટણ કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બની ધમકીવાળો મેલ મળતા કલેક્ટર કચેરીમાં નાસભાગ મચી જવા પામી હતી. તેમજ મેલમાં પાટણ કલેક્ટર કચેરી ખાતે 3 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાની ધમકી વાળો મેલ મળતા અફરા તફરી મચી જવા પામી હતી. ધમકીને પગલે કલેક્ટર કચેરીમાં કામ કરતા 200 જેટલાં કર્મચારીઓને તાત્કાલીક કલેક્ટર કચેરીમાંથી બહાર નીકાળવામાં આવ્યા હતા. ધમકી ભર્યા મેલને પગલે તાત્કાલીક પોલીસનો કાફલો તેમજ બોમ્બ ડિસ્પોઝેબલ ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી કલેક્ટર કચેરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
આ ઘટના અંગે જાણ પાટણના જિલ્લા પોલીસ અધિક્ષકને કરવામાં આવી હતી, ત્યારે તાત્કાલિક એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ), એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ), અને બી ડિવિઝન સહિતની પોલીસ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. કચેરી અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કચેરીના દરેક ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ અહોઆશ્ચર્યમ્...LLB સેમ 4 ની પરીક્ષામાં ગયા વર્ષનુ બેઠેબેઠું પેપર પૂછી કાઢ્યું
પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો
પાટણ કલેક્ટર કચેરીમાં બોમ્બ હોવાની ધમકી મળતા જ જીલ્લા પોલીસ અધિક્ષકને કરવામાં આવી હતી. જે બાદ તાત્કાલીક એલસીબી, એસઓજી તેમજ બી ડીવીઝન પોલીસ કર્મચારીઓ સ્થળ પર પહોંચી તકેદારીનાં ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો. તેમજ બોમ્બ ડિસ્પોઝેબલ સ્કવોર્ડ અને ડોગ સ્કોર્ડની મદદથી કલેક્ટર કચેરીમાં તમામ જગ્યાએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Surat : દીકરીને લાત મારી...મહિલાના વાળ ખેંચ્યા...શું આ જલ્લાદોમાં હ્રદય છે?
કલેક્ટરે શું કહ્યું.
પાટણ કલેક્ટર અરવિંદ વિજયને જણાવ્યું હતું કે, આજે ત્રણ વાગ્યા પહેલા IED બ્લાસ્ટની સંભાવના છે તેવો મેલ આવ્યો હતો. સાવચેતીનાં ભાગરૂપે તમામ કર્મચારીઓને કચેરીની બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ આ બાબતે બોમ્બ ડિસ્પોઝેબલ સ્કોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ KSU : DGCAનું લાઈસન્સ મેળવનાર ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી