Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mahesana : જિલ્લાની 112 શાળાઓ તમાકુ ફ્રી જાહેર કરાઈ

Mahesana : બાળકોનું આરોગ્ય સારું રહે અને શાળામાં વ્યસન મુક્ત વાતાવરણ મળી રહે તે જરૂરી છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાની શાળાઓ તમાકુ ફ્રી જાહેર કરવામાં આવી છે. જિલ્લાની 112 શાળાઓને તમાકુ ફ્રી જાહેર કરાઇ છે. શાળાના કેમ્પસના...
01:36 PM Jan 24, 2024 IST | Hardik Shah
Source : Google

Mahesana : બાળકોનું આરોગ્ય સારું રહે અને શાળામાં વ્યસન મુક્ત વાતાવરણ મળી રહે તે જરૂરી છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાની શાળાઓ તમાકુ ફ્રી જાહેર કરવામાં આવી છે. જિલ્લાની 112 શાળાઓને તમાકુ ફ્રી જાહેર કરાઇ છે. શાળાના કેમ્પસના 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ વેચાતુ ન હોય અને તેનું સેવન પણ ન થતું હોય તેવી કુલ 112 શાળાઓને તંત્ર દ્વારા તમાકુ ફ્રી જાહેર કરાઇ છે.

જિલ્લાની 100 થી વધુ શાળાઓ તમાકુ ફ્રી જાહેર 

બાળકો જે જુએ તે જ શીખતા હોય છે. બાળકોને વ્યસનથી દૂર રાખવા હોય તો તેમને શિક્ષણની શરૂઆતમાં જ આ ચીજોથી દૂર રાખવાના પ્રયત્નો કરવા જોઇએ. ત્યારે મહેસાણા જિલ્લાની 100 થી વધુ શાળાઓને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમાકુ ફ્રી જાહેર કરવામાં આવી છે. 23 જાન્યુઆરીના રોજ કલેક્ટર એમ નાગરાજનની અધ્યક્ષતામાં જિલ્લાની અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓને તમાકુ ફ્રી કરવા માટે 100 થી વધુ લોકોને ખાસ તાલીમ અપાઈ હતી.

આ પણ વાંચો - Shocking : રાજ્યની સરકારી શાળાઓમાંથી 4300 શિક્ષકોને કરાશે છૂટા

આ પણ વાંચો - Shaktisinh Gohil : તૂટતી કોંગ્રેસને બચાવવા શક્તિસિંહ મેદાને! ‘રૂમાલ’ વાળા નિવેદનનો આપ્યો આ જવાબ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GujaratGujarat FirstGujarat NewsMahesanaMahesana district tobacco freeMahesana NewsMahesana tobacco freetobacco free
Next Article