ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Ahemdabad: મદદ ફાઉન્ડેશનના સભ્યોએ જરૂરિયાતમંદ 100 છોકરાઓને રેસ્ટોરન્ટમાં લઈ જઈને જમાડ્યા

Madad foundation, Ahemdabad: નવા વર્ષની ઉજવણી સાર્થક થઈ છે. આવી જ રીતે આ નવા વર્ષમાં જેટલું બને તેટલું સત્કાર્ય કરવા માટે મદદ ફાઉન્ડેશન હંમેશા તૈયાર રહેશે.
11:40 PM Jan 03, 2025 IST | VIMAL PRAJAPATI
Madad foundation, Ahemdabad: નવા વર્ષની ઉજવણી સાર્થક થઈ છે. આવી જ રીતે આ નવા વર્ષમાં જેટલું બને તેટલું સત્કાર્ય કરવા માટે મદદ ફાઉન્ડેશન હંમેશા તૈયાર રહેશે.
featuredImage featuredImage
Madad foundation
  1. 100 જેટલા બાળકોને રેસ્ટોરન્ટમાં લઈ જઈને જમાડ્યાં
  2. ગરીબ બાળકોની સેવા માટે હંમેશા આગળ આવવું જોઈએ
  3. મદદ ફાઉન્ડેશને કહ્યું - અમે સત્કાર્ય કરવા માટે હંમેશા તૈયાર રહીશું

Madad foundation, Ahemdabad: સમય એવો ચાલી રહ્યો છે, અત્યારે કોઈ કોઈની મદદ કરવા માટે તૈયાર થતું નથી. પરંતુ હજી કેટલાક લોકો એવા છે તેમનામાં માનવતા અને કરૂણા છે. આવા લોકો ગરીબ અને જરૂરિયામંદ બાળકોની સેવા કરવા માટે હંમેશા આગલ આવતા હોય છે. આવી જ એક સેવા મદદ ફાઉન્ડેશનના સભ્યોએ કરી બતાવી છે. આ લોકોએ 100 જેટલા બાળકોને રેસ્ટોરન્ટમાં લઈ જઈને જમાડ્યાં છે.

બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી

પોતાના બાળકો ને તો સૌ કોઈ બહાર લઈ જઈ ને જમાડે પરંતુ જરૂરિયાતમંદ બાળકો ને બહાર રેસ્ટોરન્ટ માં લઈ જઈ ને જમાડવાનું કાર્ય મદદ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું. બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી એ જોઈને ખૂબ જ આનંદ આવ્યો હતો. નવા વર્ષની ઉજવણી સાર્થક થઈ છે. આવી જ રીતે આ નવા વર્ષમાં જેટલું બને તેટલું સત્કાર્ય કરવા માટે મદદ ફાઉન્ડેશન હંમેશા તૈયાર રહેશે.

મદદ ફાઉન્ડેશનના સભ્યો સાચા અર્થમાં નવા વર્ષની ઉજવણી કરી

આવી રીતે અન્ય લોકોએ પણ ગરીબ લોકોની સેવા માટે આગળ આવવું જોઈએ. ઘણાં લોકોને નવા વર્ષની ઉજણી માત્ર પૈસાનું પાણી કર્યું હતું. પરંતુ મદદ ફાઉન્ડેશનના સભ્યો સાચા અર્થમાં નવા વર્ષની ઉજવણી કરી હતી. આવી રીતે અન્ય લોકોની મદદ કરવાથી અને ખાસ કરીને ભૂખ્યાને ભોજન આપવાથી કુદરત પણ રાજી રહે છે. આમેય ભગવાન શ્રી કૃષ્ણએ તો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું કે, આપણે માત્ર કર્મ કરવાનું છે. તેના ફળના આશા રાખવાની નથી. એ તો સમય આવે મળી જ રહેવાનું છે.

આ પણ વાંચો: Bhavnagar: ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર, તંત્રએ ટૂંક જ સમયમાં બનાવ્યો નવો માર્ગ

Tags :
Ahmedabad NewsGujarat FirstMadad foundationMadad foundation AhmedabadMadad foundation members