Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch : આવતીકાલથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બે દિવસીય કચ્છનાં પ્રવાસે, વાંચો વિગત

રાષ્ટ્રપતિનાં પ્રવાસને લઈ કાર્યક્રમ સ્થળને "નો ડ્રોન ફલાય ઝોન" જાહેર કરાયો છે.
kutch   આવતીકાલથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બે દિવસીય કચ્છનાં પ્રવાસે  વાંચો વિગત
Advertisement
  1. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલથી કચ્છની (Kutch) મુલાકાતે
  2. 28 ફેબ્રુઆરી, 1 માર્ચનાં રોજ રાષ્ટ્રપતિ વિવિધ સ્થળની લેશે મુલાકાત
  3. સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલ, ધોરડો અને ટેન્ટ સિટીની મુલાકાત લેશે
  4. કચ્છમાં "નો ડ્રોન ફ્લાય" ઝોન જાહેર કરાયો, કાર્યક્રમ સ્થળમાં "નો ડ્રોન ફલાય" જાહેર

Kutch : દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu) 28 ફેબ્રુઆરી અને 1 માર્ચનાં રોજ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે.‌ રાષ્ટ્રપતિ 28 ફેબ્રુઆરીનાં રોજ બપોરે 3 કલાકે સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલની મુલાકાત લેશે. ત્યાર બાદમાં રાષ્ટ્રપતિ ધોરડો (Dhordo) પહોંચશે, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રણોત્સવ ટેન્ટ સિટી ખાતે કચ્છનાં સ્થાનિક કારીગરો સાથે સંવાદ કરશે. રાષ્ટ્રપતિનાં પ્રવાસને લઈ કાર્યક્રમ સ્થળને "નો ડ્રોન ફલાય ઝોન" જાહેર કરાયો છે.

Advertisement

આ પણ વાંચો - POCSO કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદા, એક જ દિવસમાં 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા

Advertisement

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ક્રાફ્ટ સ્ટોલની મુલાકાત લેશે

કચ્છની (Kutch) મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ક્રાફ્ટ સ્ટોલની મુલાકાત પણ લેશે. ત્યાર પછી સફેદ રણમાં રાષ્ટ્રપતિ સૂર્યાસ્ત નીહાળશે. ત્યાર બાદ સફેદ રણ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ (Gujarat Tourism Corporation) દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઉપસ્થિત રહેશે અને વિવિધ પ્રસ્તુતિઓને નિહાળશે. તારીખ 01 માર્ચનાં રોજ સવારે 10.30 કલાકે રાષ્ટ્રપતિ વિશ્વ વારસાનાં સ્થળ ધોળાવીરા (Dholavira) સાઈટની મુલાકાત લેશે.

Advertisement

આ પણ વાંચો - Navsari : ધોળા દિવસે ઘરમાં ઘૂસ્યા લુટારૂ, મહિલાનાં ગળે હથિયાર મૂકીને..! CCTV આવ્યા સામે

રાષ્ટ્રપતિ વિશ્વ વારસાનાં સ્થળ ધોળાવીરા સાઈટની મુલાકાત પણ લેશે

ત્યારબાદ રાષ્ટ્રપતિ બપોરે 3.30 કલાકે ભુજ (Bhuj) પહોંચીને દિલ્હી જવા પ્રસ્થાન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની કચ્છ મુલાકાત દરમિયાન ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) અને કચ્છનાં જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા (Praful Pansheriya) ઉપસ્થિત રહેશે. માહિતી અનુસાર, રાષ્ટ્રપતિનાં પ્રવાસને લઈ કાર્યક્રમ સ્થળને "નો ડ્રોન ફલાય ઝોન" જાહેર કરાયો છે. ભુજ તાલુકાનાં ધોરડો તથા ભચાઉ તાલુકાનાં ધોળાવીરાનાં સમગ્ર ગ્રામ્ય વિસ્તારને 28 ફેબ્રુઆરી 2025 થી 01 માર્ચ 2025 સુધી રાષ્ટ્રપતિનાં કાફલા સિવાય તમામ માટે "નો ફ્લાય ઝોન" જાહેર કરાયો છે. આથી, આ વિસ્તારમાં કોઈપણ પ્રકારનાં ડ્રોન (UAV), ઈલેક્ટ્રોનિક કે અન્ય હવામાં ઊડી શકે તેવા સાધનોને ઉડ્ડયન માટે પ્રતિબંધિત જાહેર કરાયાં છે.

અહેવાલ : કૌશિકછાયા, કચ્છ

આ પણ વાંચો - Banaskantha : અમીરગઢમાં ગમખ્વાર અકસ્માત, 4 નાં ઘટના સ્થળે જ મોત

Tags :
Advertisement

Trending News

.

×