Kutch: ગામના લોકો શોધી રહ્યા હતા સોનું અને મળી આવ્યો કિંમતી ખજાનો
Kutch: ગુજરાત પોતાની અનોખી ધરોહર માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીં ગુજરાતમાં અનેક હેરિટેજ સ્થળો આવેલા છે, જેને જોવા માટે વિશ્વભરમાંથી પ્રવાસીયો આવે છે. કચ્છનું ધોળાવીરા તેમાની ધરોહર છે. વિશ્વ ધરોહર એવા ધોળાવીરાથી આશરે 50 કિમી દુર આવેલા લોદ્રાની ગામ પણ અત્યારે ચર્ચાનું સ્થાન બની રહ્યું છે. આ ગામના લોકો એવું વિચારતા હતા કે, અહીં ગામની જમીનમાં સોનું છુપાયેલું છે, જેથી સોનાની શોધમાં લોકો જમીન ખોદવા લાગ્યા હતાં. આ દરમિયાન ગ્રામજનોને કઈક એવુ મળી આવ્યું છે કે, આખું ગામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે. ગામ લોકોને સોના કરતા પણ કિંમતી ખજાનો મળી આવ્યો છે.
ગામલોકો પાંચ વર્ષથી ખોદકામ કરી રહ્યા હતા
અહીં ખનન કરતા ગામ લોકોને એવું કઈક મળી આવ્યું કે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ગામના લોકો સોનાની શોધમાં લગભગ પાંચ વર્ષથી વિવિધ સ્થળોએ ખોદકામ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગામ લોકોને સોનું તો ના મળ્યું પણ તેનાથી કિંમતી ખજાનો મળી ગયો હતો. હકીકતમાં, આ લોકોને ગામની નીચે કેટલાક પ્રાચીન બાંધકામો મળ્યા, જેને પુરાતત્વવિદોએ હડપ્પન યુગની કિલ્લેબંધી વસાહત તરીકે વર્ણવી છે.
સંશોધન વિદ્વાન અજય યાદવ આ જગ્યાનો ઇતિહાસ સમજાવ્યો
મીડિયાના અહેવાલ પ્રમાણે વાત કરીએ તો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ આર્કિયોલોજીના પ્રોફેસર ડેમિયન રોબિન્સન સાથે કામ કરતા સંશોધન વિદ્વાન અજય યાદવ આ શોધમાં મુખ્ય પુરાતત્વવિદ્ હતા. તેમણે કહ્યું કે નવી સાઇટ પરની આર્કિટેક્ચરલ વિગતો ધોળાવીરાના સ્થાપત્ય જેવી જ છે. એક નિષ્ણાંતે જણાવ્યું કે, ગામલોકોનું માનવું હતું કે ત્યાં મધ્યયુગીન કિલ્લો અને ખજાનો દફનાવવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે અમે સ્થળની તપાસ કરી ત્યારે અમને એક હડપ્પન વસાહત મળી, જ્યાં લગભગ 4,500 વર્ષ પહેલાં જીવન વિકસતું હતું.’
વિશ્વના ધરોહર સમાન વસાહત મળી આવી
સંશોધન વિદ્વાન અજય યાદવના જણાવ્યા મુજબ, આ સ્થળને પહેલા મોટા પાયે પથ્થર-કાટમાળની વસાહત તરીકે બરતરફ કરવામાં આવી હતી. જો કે, જાન્યુઆરીમાં ઔપચારિક રીતે માન્યતા પ્રાપ્ત થયા પછી, સ્થળનું નામ મોરોધારો (ઓછા ખારા અને પીવાલાયક પાણી માટેનો ગુજરાતી શબ્દ) રાખવામાં આવ્યો છે. અહીં હડપ્પન કાળના માટીકામનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જે ધોળાવીરામાં પણ મળી આવ્યો હતો. વસાહત હડપ્પન સમયગાળા (2,600-1,900 બીસી) થી અંતમાં હડપ્પન સમયગાળા (1,900-1,300 બીસી) સુધીની હોવાનું જણાય છે. પુરાતત્વવિદોએ જણાવ્યું હતું કે વિગતવાર તપાસ અને ખોદકામથી ઘણું બધું બહાર આવશે.
આ પણ વાંચો: તરભ વાળીનાથ ધામ ખાતે “ચા” માટે માલધારી સમાજની કોઠા સૂઝનો ઉત્તમ દાખલો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી