KUTCH : ગુજરાતમાં 84 વર્ષ બાદ થશે ચિત્તાની ઘરવાપસી, બન્નીના ઘાસીયામેદાનમાં તડામાર તૈયારીઓ શરૂ
- 1952માં દેશમાં ચિત્તાને વિલુપ્ત પ્રાણી જાહેર કરી દેવાયું હતું
- કચ્છમાં 152 વર્ષ બાદ અને ગુજરાતમાં 84 વર્ષ બાદ ચિત્તાની ઘરવાપસી
- બન્નીના ઘાસીયામેદાનમાં આ પ્રોજેક્ટને લઈને તડામાર તૈયારીઓ શરૂ
1952માં દેશમાં ચિત્તાને વિલુપ્ત પ્રાણી જાહેર કરી દેવાયું હતું, ગુજરાતમાં છેલ્લે વિસાવદરમાં વર્ષ 1940માં ચિત્તાની હાજરી નોંધાઈ હતી. જો કે કચ્છમાં (KUTCH) 1839 અને 1872માં ચિત્તાનો રેકોર્ડ નોંધાયેલો છે.કચ્છના (KUTCH) ઘાસીયામેદાનમાં 152 વર્ષ બાદ ચિત્તાઓ વિચરતા જોવા મળશે. 500 હેક્ટરના વિસ્તારમાં એસ્ક્લોઝર બનાવી તેમાં ચિત્તાને રાખવામાં આવશે. આ સંવર્ધન કેન્દ્રમાં 8 ક્વોરેન્ટાઇન બોમા બનાવવામાં આવશે અને 8 સોફ્ટ રિલીઝ બોમા બનાવશે. 50 દિવસ સુધી અહીં લવાયેલા ચિત્તાને ક્વોરેન્ટાઇન રાખવામાં આવશે બાદમાં ત્યાં જ અંદર સોફ્ટ રિલીઝ કરશે. 4 મીટરની ઊંચાઈવાળા એસ્ક્લોઝરમાં ચિત્તા પર વનવિભાગનો સ્ટાફ સતત નજર રાખશે. ચોકીદાર, ટ્રેકર અને પશુ ડોક્ટર સહીત સ્ટાફ અહીં મોનીટરીંગ માટે મૂકવામાં આવશે. રેડિયોકોલર ટેગ લગાવી વન્યજીવની હલચલ પર પળેપળની નજર રહેશે. સુવ્યવસ્થિત સંચાલન માટે ટૂંક સમયમાં એસીએફ, આરએફઓ, વનપાલ અને વનરક્ષક સહિતના સ્ટાફને મુલાકાત માટે કુનો મોકલવામાં આવશે
KUTCH માં 152 વર્ષ બાદ અને ગુજરાતમાં 84 વર્ષ બાદ ચિત્તાની ઘરવાપસી
આમ કચ્છમાં (KUTCH) 152 વર્ષ બાદ અને ગુજરાતમાં 84 વર્ષ બાદ ચિત્તાની ઘરવાપસી થઇ રહી છે, બન્નીના ઘાસીયામેદાનમાં આ પ્રોજેક્ટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કુનો બાદ કચ્છ દેશમાં ચિત્તાનું બીજું ઘર બનશે.ડિસેમ્બર 2024 સુધી અહીં 10 ચિત્તાઓને હવાઈમાર્ગે કચ્છમાં લાવવામાં આવશે. મધ્યપ્રદેશથી બન્નીનું ઘાસિયું મેદાન અનૂકૂળ દેશમાં ચિત્તાને પુન સ્થાપિત કરવા 2022માં નામિબિયાથી આઠ ચિત્તા લવાયા બાદ દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવામાં આવ્યા છે.
ચિત્તા માટે કેવી કરાઈ છે વ્યવસ્થા
કુનોની સરખામણીએ બન્નીનું ઘાસિયુંમેદાન આફ્રિકાના વિશ્વપ્રખ્યાત સવાના ઘાસિયામેદાન જેવું છે, એટલે ચિત્તાને વધુ અનૂકૂળ આવશે. હાલ અહીં મીઠા વૃક્ષોનું વાવેતર પણ કરી દેવાયું છે. NTCA ના ઉચ્ચ અધિકારી ગોવિંદ ભારદ્વાજે પણ તાજેતરમાં બન્નીની મુલાકાત લઇ સમીક્ષા કરી હતી. ચિત્તા માટે અહીં ચિંકારા બ્રીડીંગ સેન્ટર પણ બનાવાયું છે, તો તેમને ગરમી ન થાય તે માટે શેડની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે
આ પણ વાંચો : VADODARA : વાઘોડિયાના ધારાસભ્યને હજારો બહેનોએ રાખડી બાંધી