Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch : બે દાયકા જુના મિત્રનું અવસાન થતા આમિર ખાન પહોંચ્યા કચ્છ

Kutch : બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન (Amir Khan) ગુજરાતના કચ્છ આવી પહોંચ્યા છે. અહીં તેઓ તેમના બે દાયકા જુના મિત્રના અવસાન થવાના સમાચાર સાંભળ્યા બાદ આવ્યા છે. કોટાય ગામના આહિર યુવકનું આકસ્મિક મૃત્યુ થતા પરિવારને સાંત્વના આપવા...
kutch   બે દાયકા જુના મિત્રનું અવસાન થતા આમિર ખાન પહોંચ્યા કચ્છ

Kutch : બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન (Amir Khan) ગુજરાતના કચ્છ આવી પહોંચ્યા છે. અહીં તેઓ તેમના બે દાયકા જુના મિત્રના અવસાન થવાના સમાચાર સાંભળ્યા બાદ આવ્યા છે. કોટાય ગામના આહિર યુવકનું આકસ્મિક મૃત્યુ થતા પરિવારને સાંત્વના આપવા માટે આમિર ખાન (Amir Khan) કોટાય પહોંચ્યા હતા. તેઓ આજે સવારે ચાર્ટર્ડ ફ્લાઇટથી ભુજ (Bhuj) આવી પહોંચ્યા હતા.

Advertisement

દોસ્તના અવસાન થયા પર કચ્છ પહોંચ્યા આમિર

ફિલ્મની લગાનની શૂટિંગ ગુજરાતના કચ્છ (Kutch) જિલ્લાના ભુજ તાલુકામાં થઇ હતી જ્યા આમિર ખાનના ઘણા મિત્ર બન્યા હતા. જેમાંથી એક કોટાય ગામના મહાવીરભાઈ ચાડ હતા. જેઓ લગાન ફિલ્મમાં લાઈન પ્રોડ્યુસર (Line Producer) તરીકે કામ કરી ચૂકેલા છે. તેમના અવસાનના થયાના સમાચાર સાંભળી આમિર ખાન (Amir Khan) પોતાને રોકી શક્યા નહીં અને તેઓ ગુજરાત આવી પહોંચ્યા હતા. મહાવીરભાઈ ચાડ (Mahavirbhai Chad) નું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. આ સમાચાર સાંભળી તેઓ સવારે ચાર્ટર્ડ ફ્લાઈટથી ભુજ (Bhuj) આવ્યા હતા. અહીં આવીને આમિરે મહાવીર ચાડના પરિવારને સાંત્વના આપી હતી. મળતી માહિતી અનુસાર, પરિવારને મળ્યા બાદ લગાન ફિલ્મની શૂટિંગ લોકેશન (Shooting Location) ની રેકી કરી તેઓ બપોરના સમયે પરત ફરશે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, આમિર ખાનની ફિલ્મ Lagaan જે વર્ષ 2001 માં બની હતી તે ફિલ્મના શૂટિંગ સમયે મહાવીર ચાડ લાઈન પ્રોડ્યુસર તરીકે કામ કરી ચૂકેલા છે. આ દરમિયાન આમિર અને મહાવીર સારા દોસ્ત બની ગયા હતા. હવે 22 વર્ષે મિત્રના અવસાનના સમાચાર સાંભળી આમિર પોતાને ભુજમાં આવવાથી રોકી ન શક્યો.

અહેવાલ - આમિર ખાન

Advertisement

આ પણ વાંચો - Savar Kundla ની જમીન પર જોવા મળ્યું અયોધ્યાનું રામ મંદિર

આ પણ વાંચો - HanuMan ફિલ્મે જીત્યા દર્શકોના દિલ, કરી અધધધ આટલી બધી કમાણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.