Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nadiad Case : ત્રણ લોકોનાં મોત મામલે પોલીસનો ચોંકાવનારો ખુલાસો!

કોઇએ સોડિયમ નાઇટ્રાઇટ આપ્યું હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.
nadiad case   ત્રણ લોકોનાં મોત મામલે પોલીસનો ચોંકાવનારો ખુલાસો
Advertisement
  1. નડિયાદમાં 3 લોકોનાં મોત મામલે SP નો મોટો ખુલાસો (Nadiad Case)
  2. જીરા સોડા પીધા બાદ ત્રણેયની તબિયત લથડી: SP
  3. મિથેનોલની હાજરી જોવા મળી નથી: SP
  4. નડિયાદ કેસમાં સિવિલ સુપરિટેન્ડેન્ટનું નિવેદન
  5. 1 વ્યક્તિ મૃત હાલતમાં જ હોસ્પિટલ આવ્યો હોવાનો ખુલાસો

ખેડા જિલ્લાનાં (Kheda) નડિયાદ શહેરમાં આવેલા જવાહરનગર વિસ્તારમાં ફાટક પાસે 3 વ્યક્તિનાં શંકાસ્પદ મોત મામલે (Nadiad Case) પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજી છે. એસપીએ મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, જીરા સોડા (Jeera Soda) પીધા બાદ ત્રણેયની તબિયત લથડી હતી. મૃતકોના બ્લડ સેમ્પલ લઇને તપાસ કરવામાં આવી તો મિથેનોલની હાજરી જોવા મળી નથી. કોઇએ સોડિયમ નાઇટ્રાઇટ આપ્યું હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો - Kheda : નડિયાદમાં અડધા કલાકમાં જ 3 નાં મોત, મોડી રાતે તપાસનો ધમધમાટ

Advertisement

Advertisement

જીરા સોડા પીધા બાદ ત્રણેયની તબિયત લથડી હતી : SP

બિલોદરા નશીલા સીરપ કાંડ (Bilodara Syrup Kand) બાદ ખેડા જિલ્લાનાં (Kheda) નડિયાદ શહેરમાં લઠ્ઠાકાંડ થયો હોય તેવી ઘટના સામે આવી છે. રવિવારે મોડી રાત્રે માત્ર અડધા કલાકમાં જ એક બાદ એક 3 લોકોનાં મોતથી અરેરાટી વ્યાપી હતી. મૃતકોનાં પરિવારજનોએ દારુ પીવાથી મોત નીપજ્યું હોવાનાં આક્ષેપ કર્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ મોડી રાતે પોલીસ તંત્ર દોડતું થયું હતું અને તપાસ હાથ ધરી હતી. આ કેસમાં આજે ખેડા એસપી (Kheda Police SP) રાજેશ ગઢીયાએ વધુ માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. દરમિયાન તેમણે ચોંકાવનારી માહિતી આપી હતી. એસપીએ જણાવ્યું કે, જીરા સોડા પીધા બાદ ત્રણેયની તબિયત લથડી હતી. મૃતકોના બ્લડ સેમ્પલ લઇને તપાસ કરવામાં આવી, મિથેનોલની હાજરી જોવા મળી નથી. કોઈએ સોડિયમ નાઇટ્રાઇટ આપ્યું હોવાની આશંકા છે.

આ પણ વાંચો - Rajkot : દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર! દારૂડિયાઓના ત્રાસથી લોકો ત્રાહિમામ

'બે લોકોમાંથી ઇથાઇલ આલ્કોહોલનું 1 ટકા પ્રમાણ મળ્યું'

ખેડા એસપી રાજેશ ગઢીયાએ વધુમાં જણાવ્યું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃતક કનુ ચૌહાણ જીરા સોડા લઇને આવ્યા હતા. ત્યાર બાદ આ જીરા સોડા ત્રણેય પીધી હતી. સોડા પીધા બાદ ત્રણેયની તબિયત લથડી હતી. ત્રણ મૃતકમાંથી 2 લોકોને જ દારૂ પીવાની ટેવ હતી. રિપોર્ટમાં બે લોકોમાંથી ઇથાઇલ આલ્કોહોલનું 1 ટકા પ્રમાણ મળ્યું છે. દારુ પીવા અંગે હાલ સ્પષ્ટતા નથી. આ કેસમાં (Nadiyad Case) સાક્ષીઓની પૂછપરછ હાલ ચાલી રહી છે. LCB ને તપાસ સોંપવામાં આવી છે અને FSL અધિકારીની હાજરીમાં તપાસ ચાલુ છે.

બે લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લવાયા હતા: સુપ્રિટેન્ડેન્ટ

નડિયાદમાં ત્રણ લોકોનાં મોત અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટનું (Nadiad Civil Hospital) નિવેદન પણ સામે આવ્યું છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. કવિતા શાહે જણાવ્યું કે, ગઈકાલે પોસ્ટ મોર્ટમ માટે આવ્યા તે પહેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર હાલતમાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. બંનેને પ્રાથમિક સારવાર આપ્યા પછી પણ તેઓ બચી શક્યા નહોતા. ત્રણેયનાં બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ બહાર આવી શકે છે.

આ પણ વાંચો - આજે PM મોદીનો 'Pariksha Pe Charcha' કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલ વસ્ત્રાલમાં છાત્રો સાથે કરશે પ્રેરક સંવાદ

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad : આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી શિષ્યવૃત્તિને પુન: બહાલ કરાઈ

featured-img
સ્પોર્ટ્સ

ENG vs IND : ઇંગ્લેન્ડે પહેલી ટેસ્ટ મેચમાં ભારતને 5 વિકેટથી હરાવ્યું, ડકેટની શાનદાર સદી

featured-img
ગુજરાત

Sabarkantha : હિંમતનગરની નગરપાલિકાનાં પદાધિકારીઓમાં કુસંપ!

featured-img
રાષ્ટ્રીય

Amit Shah: 'કટોકટી'ની ઘટનાની યાદ ઝાંખી પડવી એ દેશ માટે ખતરો'

featured-img
Top News

Daman : કેવળી ફળિયામાં મોટા ગટરનાળા પાસે રમતી 2 બાળકી તણાઈ, એકનું મોત

featured-img
ક્રાઈમ

Rajkumar Jat Case : રાજકુમાર જાટ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો હુકમ

Trending News

.

×