Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kheda: ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી, આચાર્ય ઘરેથી કરે છે પ્રશ્નપત્રોનું વિતરણ

કપડવંજના પ્રશ્નપત્રો સિંઘાલીની શાળામાંથી લેવાનું કરાયું હતું નક્કી સિંઘાલી શાળાના આચાર્ય શાળાને બદલે ઘરેથી કરી રહ્યા છે વિતરણ 40 થી વધુ શાળાના આચાર્ય પ્રશ્નપત્ર ઘરેથી લઇ જતા કેમેરામાં કેદ Kheda: ગુજરાત છેલ્લા ઘણાં સમયથી કૌભાંડને લઈને અનેકવાર ચર્ચામાં આવ્યું...
kheda  ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી  આચાર્ય ઘરેથી કરે છે પ્રશ્નપત્રોનું વિતરણ
  1. કપડવંજના પ્રશ્નપત્રો સિંઘાલીની શાળામાંથી લેવાનું કરાયું હતું નક્કી
  2. સિંઘાલી શાળાના આચાર્ય શાળાને બદલે ઘરેથી કરી રહ્યા છે વિતરણ
  3. 40 થી વધુ શાળાના આચાર્ય પ્રશ્નપત્ર ઘરેથી લઇ જતા કેમેરામાં કેદ

Kheda: ગુજરાત છેલ્લા ઘણાં સમયથી કૌભાંડને લઈને અનેકવાર ચર્ચામાં આવ્યું છે. અત્યારે પણ ખેડા (Kheda)માં એક એવો બનાવ સામે આવ્યો છે. ખેડામાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. વિગતે વાત કરીએ તો, શિક્ષણ વિભાગે બહાર પાડેલા પ્રશ્નપત્રોનું આચાર્ય ઘરેથી વિતરણ કરી રહ્યા છે, એવું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, નવરાત્રિના પવિત્ર તહેવાર બાદ ગુજરાતમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.

Advertisement

આ પણ વાંચો: Vadodara: ભાયલી સામૂહિક દુષ્કર્મ મામલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા વકીલોએ કર્યો ટપલીદાવ

આચાર્ય શાળાને બદલે ઘરેથી કરી રહ્યા છે પ્રશ્નપત્રોનું વિતરણ

મહત્વની વાત એ છે કે, શિક્ષણ વિભાગે બહાર પાડેલા પ્રશ્નપત્રો દરેક જિલ્લામાં પહોંચી ગયા છે. જુદા જુદા તાલુકા પ્રમાણે જુદા જુદા સંકુલમાં પહોંચાડવા નક્કી કરાયું છે. નોંધનીય છે કે, સંકુલના આચાર્યોએ પોતાની શાળાના પ્રશ્નપત્ર ત્યાંથી લેવાના હોય છે. જેથી કપડવંજ તાલુકાના પ્રશ્નપત્રો સિંઘાલીની શાળામાંથી લેવાનું નક્કી કરાયું હતું. જો કે, આ મામલે અત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી છે.

Advertisement

આ પણ વાંચો: ગાંધીનગરમાં કમલમ્ ખાતે જીતનો ઉત્સાહ, ભાજપના આગેવાનોએ એકબીજાને જલેબી ખવડાવી મોં મીઠું કર્યું

40 થી વધુ શાળાના આચાર્ય પ્રશ્નપત્ર ઘરેથી લઇ જતા કેમેરામાં કેદ

ખેડા (Kheda)માં તો શિક્ષણ સાથે રમતો રમાઈ રહીં હોય તેવું સામે આવ્યું છે. કારણે સૂત્રો દ્વારા એવી જાણકારી મળી છે કે, સિંઘાલી શાળાના આચાર્ય શાળાને બદલે ઘરેથી પ્રશ્નપત્રોનું વિતરણ કરી રહ્યાં છે. લગભગ 40 થી વધુ શાળાના આચાર્ય પ્રશ્નપત્ર ઘરેથી લઇ જતા કેમેરામાં કેદ થયા છે. ચોંકાવનારી વાત એ છે કે, જિલ્લા શિક્ષણ વિભાગ સમગ્ર મામલે સંપૂર્ણ અજાણ હોવાનું પણ સામે આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Surat : ચાલુ રિક્ષાનું સ્ટીયરિંગ નાના ભૂલકાંનાં હાથમાં થમાવ્યું... જુઓ જોખમી વાઇરલ Video

Tags :
Advertisement

.