Kheda : નડિયાદમાં અડધા કલાકમાં જ 3 નાં મોત, મોડી રાતે તપાસનો ધમધમાટ
- Kheda નાં નડિયાદમાં જવાહરનગરમાં અડધા કલાકમાં 3 લોકોનાં મોત
- એક બાદ એક 3 નાં શંકાસ્પદ મોત થતાં મોડી રાતે તંત્ર દોડતું થયું
- દારુ પીવાથી મોત નીપજ્યા હોવાનો પરિવારજનોનો આરોપ
- 3 વ્યક્તિઓનાં મોત બાદ વિસ્તારમાં અરેરાટી વ્યાપી
ખેડા જિલ્લાનાં (Kheda) નડિયાદ શહેરમાં એક વર્ષ બાદ ફરી મોતનું તાંડવ ઉઠ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે બિલોદરા નશીલા સીરપ કાંડ (Bilodara Syrup Kand) બાદ રવિવારે મોડી રાત્રે માત્ર અડધા કલાકમાં જ ટપોટપ 3 લોકોનાં મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. શંકાસ્પદ મોતથી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. બીજી બાજું મૃતકોનાં પરિવારજનોએ દારુ પીવાથી મોત નીપજ્યું હોવાનાં આક્ષેપ કર્યા છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. તપાસમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી વકી છે.
આ પણ વાંચો - આજે PM મોદીનો 'Pariksha Pe Charcha' કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલ વસ્ત્રાલમાં છાત્રો સાથે કરશે પ્રેરક સંવાદ
જવાહરનગરમાં 3 વ્યક્તિનાં શંકાસ્પદ મોત, મોડી રાતે દોડધામ
પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લાનાં (Kheda) નડિયાદ શહેરમાં આવેલા જવાહરનગર વિસ્તારમાં ફાટક પાસે 3 વ્યક્તિનાં શંકાસ્પદ મોતથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. માત્ર અડધા કલાકમાં જ 3 લોકોની તબિયત લથડતા પરિવાર નડિયાદ સિવિલ હોસ્પિટલ (Nadiad Civil Hospital) સારવાર અર્થે લઈને આવ્યો છે. પરંતુ, સારવાર મળે તે પહેલા જ ત્રણેયનાં મોત નીપજ્યા હતા. બનાવની જાણ નડિયાદ ટાઉન પોલીસને થતાં પોલીસનો કાફલો દોડી આવી તપાસ હાથ ધરી છે અને મૃતદેહોને પીએમ અર્થે મોકલવાની કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad: કાંકરિયા ઝૂમાં પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા યુવકનો જીવલેણ સ્ટંટ, જુઓ Video
દારુ પીવાથી મોત નીપજ્યા હોવાનો પરિવારજનોનો આરોપ
બીજી તરફ મૃતકોનાં પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યાં છે. તેમનું કહેવુ છે કે, દારૂ પીધા બાદ આ ત્રણેયની તબિયત લથડી હતી. થોડા જ સમયમાં ત્રણેય મોતને ભેટ્યા હતા. આ બનાવમાં લઠ્ઠાકાંડની પણ શક્યતા સેવાઈ છે. શંકાસ્પદ મૃતકોનાં નામ યોગેશ કુશવાહ, રવિન્દ્ર રાઠોડ તથા કનુભાઈ ચૌહાણ છે. આ મામલે પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. નડિયાદ ટાઉન પોલીસ ( Nadiad Town Police) પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવે તેવી વકી છે.
આ પણ વાંચો - Jamnagar: ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે જીતનો દાવો કર્યો, લોકો કોને પસંદ કરશે?