Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવરાત્રિને ધ્યાને રાખી રેલ્વે તંત્ર દ્વારા ફરાળી અને ફ્રૂટ્સની થાળી પીરસવાનો નવતર પ્રયોગ શરૂ કરાયો

અહેવાલ - રાબિયા સાલેહ તહેવારોને ધ્યાને રાખી રેલ્વે તંત્ર દ્વારા મહત્વના નિર્ણય લેવાયા છે. રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોને પાણી અને ખાવાનું સરળતાથી મળી રહે તે માટે કવાયત શરૂ કરાઇ છે. રેલ્વેતંત્ર દ્વારા પ્લેટફોર્મ ઉપર ખાણીપીણીના સ્ટોલ માટે પરવાનગી આપવામાં આવી...
નવરાત્રિને ધ્યાને રાખી રેલ્વે તંત્ર દ્વારા ફરાળી અને ફ્રૂટ્સની થાળી પીરસવાનો નવતર પ્રયોગ શરૂ કરાયો

અહેવાલ - રાબિયા સાલેહ

Advertisement

તહેવારોને ધ્યાને રાખી રેલ્વે તંત્ર દ્વારા મહત્વના નિર્ણય લેવાયા છે. રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોને પાણી અને ખાવાનું સરળતાથી મળી રહે તે માટે કવાયત શરૂ કરાઇ છે. રેલ્વેતંત્ર દ્વારા પ્લેટફોર્મ ઉપર ખાણીપીણીના સ્ટોલ માટે પરવાનગી આપવામાં આવી છે. જે બાદ 25 સ્ટેશન પર 53 મશીન ફિટ કરવા આયોજન શરૂ કરાયું છે. સુરત રેલ્વે સ્ટેશન ઉપર મુસાફરો માટે 7 જેટલા વોટર વેન્ડિંગ મશીન લગાડાશે, સાથે જ પેન્ટ્રીકાર ધરાવતી ટ્રેનોમાં નવરાત્રિ દરમિયાત ફરાળી થાળી પણ પીરસાશે.

પશ્ચિમ રેલ્વે મુસાફરોને પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તે માટે કુલ 25 રેલ્વે સ્ટેશનો ઉપર 53 વોટર વેન્ડિંગ મશીન મૂકવા નિર્ણય કરાયો છે જે અંતર્ગત સુરત રેલવે સ્ટેશનના ચાર પ્લેટફોર્મ ઉપર 7 જેટલા વોટર વેન્ડિંગ મૂકવા આયોજન કરાયું છે. જેમાં ઉત્તર ભારતીય મુસાફરોનો ઘસારો ઉધના સ્ટેશન પર વધારે થતો હોવાથી સુરતના ઉધના રેલ્વે સ્ટેશન ઉપર ત્રણ મશીન ફિટ કરાશે. આમ તો કોવિડ પહેલા સ્ટેશનો ઉપર વોટર વેન્ડિંગ મશીન જોવા મળતા હતા, પરંતુ કોરોનામાં એકબીજાનો ચેપ ન લાગે કોરોના વાઈરસ પ્રસરે નહીં તે માટે મશીન હટાવી લેવાયા હતા. હાલ સુરત રેલ્વે સ્ટેશન પરથી રોજિંદા 1 લાખ કરતાં વધુ મુસાફરોની અવર-જવરનો અંદાજ છે. દિન પ્રતિ દિન વધતી મુસાફરોની સંખ્યાને ધ્યાને રાખીને મુસાફરોને પાણી અને ખાવાનું સરળતાથી મળી રહે તે માટે રેલ્વેતંત્ર દ્વારા પ્લેટફોર્મ ઉપર ખાણી પીણીના સ્ટોલ માટે પરવાનગી આપી દેવાઈ છે.

Advertisement

આ સ્ટોલ ઉપર ખાદ્યસામગ્રીને સાથે સાથે પીવાનું સ્વચ્છ પાણી પણ મળી રહેશે, હાલ પડતી ગરમી અને ભારે બફારાને કારણે પાણી અને ખાવાનું વ્યવસ્થિત નહિ મળવાની અનેક ફરિયાદો ઉઠી હતી, ખાસ કરીને ઉનાળાની સિઝનમાં પાણીની ભારે માંગ રહે છે. ત્યારે ભૂતકાળમાં રેલ્વેતંત્ર દ્વારા પ્લેટફોર્મ ઉપર પાણીના વેન્ડિંગ મશીન પણ મૂકવામાં આવી હતા. પરંતુ કોરોના જેવા ગંભીર વાયરસ એકબીજાના સંપર્કમાં આવ્યા પછી ફેલાઈ નહીં જેથી તેવામાં તંત્રને વેન્ડિંગ મશીન હટાવી દેવું લોકોને સુરક્ષિત રાખવાનો એક માત્ર ઉપાય દેખાયો હતો,. જોકે, હવે નવેસરથી વેન્ડિંગ મશીન લગાડવા માટે તંત્રએ કામગીરી શરૂ કરી છે. જેથી હવે સુરત રેલ્વે સ્ટેશન ઉપર સાત વોટર વેન્ડિંગ મશીન મૂકવામાં આવશે.

સુરતના પ્લેટફોર્મ નંબર એક ઉપર બે મશીન, બે અને ત્રણ ઉપર બે મશીન, ચાર ઉપર બે મશીન, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક વેન્ડિંગ મશીન આમ સુરતમાં મશીન મુકાશે.પરંતુ સૌથી વધુ મશીન ઉધના રેલવે સ્ટેશન ઉપર એટલે કે ત્રણ વોટર વેન્ડિંગ મશીન મૂકવામાં આવશે. હાલ નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે. ગુજરાતમાં નવરાત્રિના નવ દિવસ ઉપવાસ રાખવાનો અનેરો મહિમા છે.સાથે જ મોટી સંખ્યામાં ભક્તો પણ નવ દિવસ માત્ર ફરાળ કરીને ઉપવાસ કરે છે. જેથી નવ દિવસ ટ્રેનમાં લાંબા અંતરની મુસાફરી કરવી મુશ્કેલ બને છે જેથી મુસાફરોને ખાણી-પીણી મુદ્દે હાલાકીનો સામનો કરવો ઘણો ભારી પડે છે,ત્યારે મુસાફરોને તહેવાર માં પડતી મુશ્કેલીને ધ્યાને રાખી રેલવેતંત્ર દ્વારા ફરાળી થાળી અને ફ્રૂટ્સની થાળી પીરસવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, રેલેવે નો સફર કરતા મુસાફરો માટે ફરાળી મેનુમાં સાબુદાણાની ખિચડી, સૂકા મખના, સાબુદાણા નમકીન, બટાટાની ટિક્કી. ફ્રેન્ચાય, સાબુદાણાના વડા, મલાઈ બરફી, સાદી બરફી, લસ્સી તથા દહીં જેવી વાનગીઓ પીરસવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો - SURAT : જીવલેણ અકસ્માતને રોકવા લેવાયો મહત્વનો નિર્ણય, આ 25 સ્થળોને બ્લેક સ્પોટ જાહેર કરાયા

આ પણ વાંચો - સુરત : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 5 વર્ષનો બાળક રમતા રમતા ગળી ગયો સ્ક્રૂ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.