ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Junagadh : સિઝેરિયન બાદ કિડની ફેઇલ થતા 1 મહિલાનું મોત

Junagadh : જુનાગઢની એક ખાનગી હોસ્પિટલ (Private Hospital) માં એક એવો બનાવ બન્યો છે જેણે સૌ કોઇને ચોંકાવી દીધા છે. જુનાગઢમાં એક ટ્રસ્ટ સંચાલિત હેલ્થ પ્લસ નામની ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જેમા ગત વર્ષે દાખલ થયેલા 5 થી વધુ પ્રસુતાને...
02:06 PM Jan 30, 2024 IST | Hardik Shah

Junagadh : જુનાગઢની એક ખાનગી હોસ્પિટલ (Private Hospital) માં એક એવો બનાવ બન્યો છે જેણે સૌ કોઇને ચોંકાવી દીધા છે. જુનાગઢમાં એક ટ્રસ્ટ સંચાલિત હેલ્થ પ્લસ નામની ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જેમા ગત વર્ષે દાખલ થયેલા 5 થી વધુ પ્રસુતાને સિઝેરિયન કરાવવાની ફરજ પડી હતી. જોકે, આ સિઝેરિયન પ્રસુતાઓની ગણતરીના કલાકોમાં કિડની ફેઇલ થઇ હોવાનું સામે આવ્યું હતું. સુત્રોની માનીએ તો કિડની ફેઇળના સમાચાર સાંભળ્યા બાદ પરિવારજનોએ તેમનો આક્રોષ વ્યક્ત કર્યો હતો.

સિઝેરિયન બાદ કિડની ફેઇલ

સમગ્ર મામલે મળી રહેલી માહિતી અનુસાર, જુનાગઢમાં આવેલી ખાનગી મલ્ટિ સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં દાખલ, મહિલાઓની કિડની ફેઇલના સમાચાર સાંભળી પરિવારજનોએ હોસ્પિટલમાં પહેલા પૂછપરછ કરી હતી કે આવું કેવી રીતે બની શકે પણ જ્યારે હોસ્પિટલ તરફથી સંતોષકારક જવાબ ન મળતા હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોનું કહેવું છે કે, અમે દાખલ કરાયા પછીના બધા જ પ્રથમ રિપોર્ટ નોર્મલ છે. જ્યારે પ્રસુતાનું સિઝેરિયન કરાવવામાં આવ્યું ત્યારે તેના ગણતરીના કલાકોમાં જ આ મહિલાઓનું સિરમક્રિએટીનાઇન વધવા લાગ્યું હતું. જે પછી મહિલાઓ ક્રિટિકલ સ્થિતિમાં દેખાતા તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યા તેમને ડાયાલિસિસ શરૂ કરવું પડ્યું હતું. આ ડાયાલિસિસ આજ સુધી ચાલું છે. હવે આ મહિલાઓમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે.

એક મહિલાનું મોત

ભૂલ કોઇની પણ હોય મહિલાનું મોત થતા નાના બાળકે તેની માતાને ગુમાવી છે. સમગ્ર ઘટના થયા બાદ પરિવારજનો આક્રોષમાં છે. પરિવારજનોએ હૉસ્પિટલના સંચાલકોનો સંપર્ક કરી ન્યાય માગ્યો. તેમનું કહેવું છે કે આવી 5 ઘટના બની છે. આ થવા પાછળનું કારણ દર્દીઓને જે બાટલા ચડાવ્યા તેમાં ટોક્સિન હતું. અમે બાટલા બનાવતી કંપની અને કલેક્ટર તેમજ જિલ્લા આરોગ્ય વિભાગને દર્દીઓની તમામ વિગત આપી છે. પરિવારજનોનું કહેવું છે કે, સિઝેરિયન બાદ જ કિડની ફેઇલ થઇ છે. ત્યારે હોસ્પિટલ સ્ટાફે જ આગળ આવીને આ અંગે સ્પષ્ટપણે નિવેદન આપવું જોઇએ.

આ પણ વાંચો - Gondal માં ભરવાડ યુવકની સરાજાહેરમાં હત્યા, યુવક પર છરી વડે હીચકારી હુમલો કરાયો

આ પણ વાંચો - Election 2024: રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, 29 મામલતદારો સહિત 38 ડેપ્યુટી કલેક્ટરોની બદલી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
1 woman diedcaesareanGujaratGujarat FirstGujarat NewsHealth Plus Multi Speciality HospitalJunagadhJunagadh Newskidney failure
Next Article