Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેતપુર : રોડની ઉપર રોડ બનાવવાની કામગીરીથી લોકોમાં રોષ

જેતપુર શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા રોડ બનાવવામાં આવી રહ્યો છે. તેમાં હયાત રોડ ખોદી તેમજ તૂટેલ પાણીની પાઇપ લાઇન રીપેરીંગની કામગીરી કર્યા બાદ રોડ બનાવવાને બદલે કોન્ટ્રાકટર દ્વારા સીધો રોડ બનાવવા લાગવા ઉપરાંત હલકી ગુણવતાનું મટીરીયલ્સ વાપરતા હોય...
જેતપુર   રોડની ઉપર રોડ બનાવવાની કામગીરીથી લોકોમાં રોષ

જેતપુર શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા રોડ બનાવવામાં આવી રહ્યો છે. તેમાં હયાત રોડ ખોદી તેમજ તૂટેલ પાણીની પાઇપ લાઇન રીપેરીંગની કામગીરી કર્યા બાદ રોડ બનાવવાને બદલે કોન્ટ્રાકટર દ્વારા સીધો રોડ બનાવવા લાગવા ઉપરાંત હલકી ગુણવતાનું મટીરીયલ્સ વાપરતા હોય સ્થાનિકોએ રોડની કામગીરી બંધ કરાવી હતી.

Advertisement

નગરપાલિકાને મળે છે કરોડો રૂપિયાની ગ્રાન્ટ 

જેતપુર

જેતપુર

રાજ્ય સરકાર દ્વારા સારા રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, લાઈટ, પાણી તેમજ સફાઈ બાબતે એ ગ્રેડની જેતપુર નગરપાલિકાને વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. પરંતુ આ ગ્રાન્ટનો સદઉપયોગ થવાને બદલે અધિકારીઓ આ કામમાં મારુ શું થશે ? તેવી નીતિને કારણે શહેરમાં એક પણ રોડ એવો નથી કે જેને અધિકારીઓ ઉત્તમ કામગીરીના નમૂના રૂપે રજૂ કરી શકે.

Advertisement

રોડ ઉપરાંત ભૂગર્ભ ગટર, સફાઈ કે સ્ટ્રીટ લાઈટના કામને પણ સારી કામગીરીના ઉદાહરણ રૂપે રજૂ કરી શકે તેવી જેતપુર નગરપાલિકાની કામગીરી નથી.

૧૬ ટકા ઉંચા ભાવનું જેતપુર નગરપાલિકા દ્વારા ટેન્ડર મંજુર કરવામાં આવ્યું

શહેરીજનને સિમેન્ટ રોડ તેમજ ભૂગર્ભ ગટરની સારી સુવિધા આપવાની રાજ્ય સરકારના પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી રૂપિયા ૮૦,૬૪,૬૭૪ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ. જેમાં રાજકોટની રાહી કન્સ્ટ્રકશન કંપનીને રૂપિયા ૯૩,૫૫,૧૪૯ એટલે કે ૧૬ ટકા ઉંચા ભાવનું જેતપુર નગરપાલિકા દ્વારા ટેન્ડર મંજુર કરવામાં આવ્યું.

Advertisement

આ ટેન્ડર અન્વયે  કણકીયા પ્લોટ વિસ્તારમાં સિમેન્ટ રોડનું કામ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ આ કામમાં કોન્ટ્રાકટર દ્વારા જુના રોડને ખોદીને નવો રોડ બનાવવાને બદલે હયાત સિમેન્ટ રોડ પર જ રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી. જેને કારણે આ રોડ પરની ઘણી દુકાનો અત્યારે પણ હયાત રોડની લેવલની છે, અને તેના પર જ રોડ બનાવવા લાગતા તે દુકાનો રોડ કરતા પણ નીચા લેવલની થઈ જશે જેને કારણે વરસાદી છાંટા પડે તો પણ રોડનું તમામ પાણી દુકાનોમાં ઘુસી જાય.

ઉપરાંત રોડનું કામ ચાલે છે ત્યાં નગરપાલિકાની પાણીની પાઇપ લાઇન તૂટેલ છે. તેનું પાણી દરરોજ રોડ પર વહે છે તે લાઇન રીપેરીંગ કરવાનું સ્થાનિકોએ કોન્ટ્રાકટરને કીધું તો અમારામાં તે ન આવે તેવો ઉડાઉ જવાબ આપીને રોડનું કામ આજ સવારે શરૂ કરતા સ્થાનિકો દ્વારા રોડનું કામ બંધ કરાવ્યું હતું. અને સ્થાનિકોએ રોડની ગુણવતા બાબતે પણ આક્ષેપ કરેલ કે સિમેન્ટ રોડ ઇંચનો બનાવવાને બદલે ચાર ઇંચનો બનાવવામાં આવી રહ્યો છે અને તેમાં રેતી તો ધૂળ હોય તેટલી હદે નબળી વાપરવામાં આવે છે અને સિમેન્ટ પણ માત્ર નામની જ વાપરે છે જેથી આ રોડ બન્યા સાથે જ તૂટી જશે અને ફરી ખાડાયુક્ત રોડ બની જશે.

અહેવાલ - હરેશ ભાલિયા 

આ પણ વાંચો --VGGS-2024 દેશનો સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’

Tags :
Advertisement

.