Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jetpur: ભાદર નદીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં સ્થાનિક ફાયર ટીમ ટૂંકી પડી! વાંચો આ અહેવાલ

નદીમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા બહારથી મદદ મંગાઈ હતી સ્થાનિક તરવૈયાઅને ગોંડલ ફાયર દ્વારા મૃતદેહ કાઢવાની કામગીરી હાથ ઘરાઈ પોલીસ દ્વાર મૃતદેહનો કબજો લઈ ફોરેન્સિક માટે રાજકોટ મોકલાઈ Jetpur: જેતપુર તાલુકાના સરધારપુર ગામ પાસે કોબા હનુમાનજીના મંદિરની બાજુમાં ભાદર...
jetpur  ભાદર નદીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં સ્થાનિક ફાયર ટીમ ટૂંકી પડી  વાંચો આ અહેવાલ
  1. નદીમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા બહારથી મદદ મંગાઈ હતી
  2. સ્થાનિક તરવૈયાઅને ગોંડલ ફાયર દ્વારા મૃતદેહ કાઢવાની કામગીરી હાથ ઘરાઈ
  3. પોલીસ દ્વાર મૃતદેહનો કબજો લઈ ફોરેન્સિક માટે રાજકોટ મોકલાઈ

Jetpur: જેતપુર તાલુકાના સરધારપુર ગામ પાસે કોબા હનુમાનજીના મંદિરની બાજુમાં ભાદર નદીમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ કાઢવામાં જેતપુર નગરપાલિકાની ટીમ પાણીનો પ્રવાહ વધુ હોય મૃતદેહ બહાર કાઢવામાં નિષ્ફળ નીવડી હતી. ત્યારબાદ જેતપુરના સ્થાનિક અને સેવાભાવીએ તેમજ ગોંડલ ફાયર વિભાગ દ્વારા મૃતદેહ કાઢવાની કામગીરી હાથ ઘરી હતી.

Advertisement

ગોંડલ ફાયર વિભાગ દ્વારા મૃતદેહ કાઢવાની કામગીરી હાથ ધરાઈ

અગાઉ ગત રવિવાર જેતપુર (Jetpur)માં રેલ્વેના જુના પુલ પાસે કોઈ શખ્સ પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયો હોવાનો જાણ સ્થાનિકોએ નગરપાલિકાને કરી હતી. જે અનુસંધાને પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલ આ શખ્સના રેસ્કયુ માટે જેતપુર (Jetpur) નગરપાલિકાનો ફાયર વિભાગનો સ્ટાફ પહોંચ્યો હતો. પરંતુ ત્યારે ડેમના દરવાજા ખુલ્લા હોય અને પાણીનો પ્રવાહ હોય જેથી તરવૈયાઓ ફસાયેલ વ્યક્તિ સુધી પહોંચી શકે તેમ નહોતા. અન્ય સ્થળેથી ફાયર વિભાગની ટીમને હોડી સાથે બોલાવી હતી. ચાર કલાકની જહેમત બાદ આ ટીમ ફસાયેલ વ્યક્તિ પાસે પહોંચતા તે વ્યક્તિ પાણીમાં ડૂબકી મારી પાણીમાં તરી કાંઠે આવી ગયો હતો.

આ પણ વાંચો: Jamnagar ના Kadiyawad વિસ્તારમાં સુવિખ્યાત સળગતી ઈંઢોણી રાસ, જુઓ આ Video

Advertisement

તરવૈયાઓ કમર દોરડા બાંધી પાણીના પ્રવાહમાં ઉતર્યા

નોંધનીય છે કે, ગઈકાલે સરધારપુર ગામ પાસે કોબા હનુમાનજી મંદિરની બાજુમાં ભાદર નદીમાં એક કોઇ અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો હોવાની જેતપુર નગરપાલિકાને જાણ કરતા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગના તરવૈયાઓ કમરે દોરડા બાંધી પાણીના પ્રવાહમાં ઉતર્યા હતા. પાણીનો પ્રવાહ ખૂબ વધુ હોવાથી કોઈ રીતે મૃતદેહ સુધી પહોંચી શકતા જ ન હતાં. જેથી ગઈકાલે ફરી હોડી સાથે અન્ય નગરપાલિકાની ગોંડલ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી. એ પહેલા જેતપુરના સેવાભાવી અને તરવૈયા અરૂણભાઇ રફાઇ ત્યાં પહોંચ્યા હતા અને મહેનત કરી રહ્યા હતા. ગોંડલની ટીમ ઘટના સ્થળ આવી પહોંચતા સેવાભાવી અને ફાઇર ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસ દ્વાર મૃતદેહનો કબજો લઈ ફોરેન્સિક માટે રાજકોટ મોકલવામાં આવી હતી.

આ પણ વાંચો: Surat: આયોજકો અને કલાકારો વચ્ચે થઈ માથાકૂટ, ઝણકાર ગરબા બંધ થતા ખેલૈયાઓ નિરાશ

Advertisement

આપદા સામે લડવા માટે કોઈ સાધન સામગ્રી કે સ્ટાફ નથી

એ ગ્રેડની જેતપુર (Jetpur) નગરપાલિકા પાસે આપાતકાલીન આપદા સામે લડવા માટે કોઈ સાધન સામગ્રી કે સ્ટાફ નથી. આમ તો જેતપુર નગરપાલિકા સરકારી ગ્રાન્ટનો દૂરવ્યય કરવામાં નંબર વન હોવાના આક્ષેપો થયા જ રાખતા હોય છે, પરંતુ કોઈ આપદા સામે લડવા માટે રેસ્ક્યુ માટે કોઈ સાધન સામગ્રી જ ન હોય તે આવી એ ગ્રેડની નગરપાલિકા શું કામની તેવુ લોકો કહી રહ્યા છે.

આ પણ વાંચો: Banaskantha: ત્રિશુલિયા ઘાટ પર થયેલા અકસ્માતમાં નવો વળાંક, ‘ડ્રાઈવર રીલ બનાવતો હતો’ - ઘાયલ મુસાફરો

અહેવાલઃ હરેશ ભાલિયા, જેતપુર

Tags :
Advertisement

.