Savarkundla નગરપાલિકામાં 1 વોર્ડની પેટા ચૂંટણીમાં જેનીબેન ઠુમ્મરે બીજેપીને સંભળાવી ખરી-ખોટી
- પેટા ચૂંટણીને લઈને જેનીબેન ઠુમ્મરે ભાજપને કહી આ વાતો
- ભાજપના નેતાઓ છીછરી રાજનીતિ કરી રહ્યાં છેઃ જેનીબેન
- ભાજપ પર જેનીબેન ઠુમ્મરે કર્યાં છે આકરા વાક્ પ્રહાર
Savarkundla: ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે આખરી ઓપ છે. ત્યારે અનેક રાજનેતાઓ પોતાના નિવેદનો આપીને ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. સાવરકુંડલા નગરપાલિકાની 1 વોર્ડની પેટા ચૂંટણીમાં જેની ઠુમ્મરના બેબાક બોલ બોલ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેનીબેન ઠુમ્મરે કહ્યું કે, ચલાલા પાલિકાના ચૂંટણી પ્રચારમાં ગેનીબેનની સભાના થાય માટે ભાજપના નેતાઓ છીછરી રાજનીતિ કરી રહ્યાં છે. નોંધનીય છે કે, જેનીબેન ઠુમ્મરે ભાજપ પર આકરા પ્રહાર કર્યાં છે.
-અમરેલીના સાવરકુંડલામાં પ્રચાર મુદ્દે જેનીબેન ઠુમ્મરનો મોટો આરોપ
-કોંગ્રેસને પ્રચાર કરવાથી રોકવામાં આવી રહ્યા છે: જેનીબેન ઠુમ્મર
-ભાજપે હવે નીચલા કક્ષાની રાજનીતિ શરૂ કરી છે: જેનીબેન ઠુમ્મર
-ગેનીબેન ઠાકોર હાલ ડોર-ટુ-ડોર પ્રચાર કરી રહ્યા છે: જેનીબેન ઠુમ્મર
-પાયલબેનની વેદના સાંભળવા… pic.twitter.com/alrBfhAjKh— Gujarat First (@GujaratFirst) February 14, 2025
આ પણ વાંચો: બાલાશ્રમથી લઈને ગૃહસ્થાશ્રમ સુધીની સફર, વાંચો શીતલ અને મહેશની હૃદયસ્પર્શી પ્રેમ કહાની
પાયલ ગોટીની વેદના સાંભળવા ગેનીબેન ગયા પણ..: જેનીબેન
વધુમાં જેનીબેન ઠુમ્મરે ભાજપ પર આક્ષેપો કરતા કહ્યું કે, ડોર ટુ ડોર પ્રચારમાં કોંગ્રેસ આગળ પાછળ પોલીસને એની પાછળ ભાજપના કાર્યકર્તા ભાજપ ભાજપ કરતા આવ્યાં હતાં’. એટલું જ નહીં પરંતુ પાયલ ગોટી અંગે પણ જેનીબેન બાલ્યાં કે, પાયલ ગોટીની વેદના સાંભળવા ગેનીબેન ગયા પણ ભાજપના નેતાઓ આજદિન સુધી ગયા નથી. મૂળ વાત એ છે કે, અત્યારે દરેક રાજકીય નેતાઓ ચૂંટણી જીતવા માટે એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરી રહ્યાં છે.
આ પણ વાંચો: YouTube વીડિયો, A4ના પેપરનું પ્રિન્ટર અને નકલી નોટોનો ફર્જી કાંડ! 1.03 લાખની નકલી ચલણી નોટો જપ્ત
200 જેટલી સીટો બિનહરીફ કરી ગયા અને પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવો છો?
જેનીબેન ઠુમ્મરે એક મૂદ્દાઓને લઈને પોતાનો બળાપો કાઢ્યો હતો. કહ્યું કે, મહેશ કસવાળાનું નામ લીધા વિના ટીવીમાં બણગા ફૂકનાર સંપર્કમાં હોવાની ખોટી વાતો કરી છે, ભાજપને કહ્યું કે, તમે લોકો 200 જેટલી સીટો બિનહરીફ કરી ગયા અને પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવો છો? ચૂંટણી અવે ત્યારે જય શ્રી રામ, હિંદૂ મુસલમાન અને ચૂંટણી બે દિવસ અગાઉ માંગો તે મળી અને ચૂંટણી પતે એટલે દારૂ મળતો નથી એવી વાતો કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે ડરપોક ગણાવતાં કહ્યું કે, સૌથી વધારે બીકણ લોકો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બેઠા છે, કોઈથી ફાટી પાડવાની જરૂર નથી, કોંગ્રેસના નેતાઓથી બીક છે એટલે ભાજપમાં લઈ જાય છે’.