JASDAN : માતાજીના માંડવામાં આવેલ 250 લોકો એક સાથે થયા બિમાર, જાણો શું હતું કારણ
- જસદણના ગોખલાણામાં લોકોને ફૂડ પોઈઝનની અસર
- માતાજીના માંડવામાં 250થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ
- તમામને જસદણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
- ફૂટ પોઈઝનની અસર નાના બાળકોની સંખ્યા વધારે હતી
JASDAN : જસદણમાં 250 કરતા વધારે લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થવાની ઘટના સામે આવી છે. જસદણના ( JASDAN ) ગોખલાણામાં લોકોને આ ફૂડ પોઈઝનની અસર જોવા મળી છે. ગોખલાણામાં માતાજીના માંડવામાં 250થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળતા વિસ્તારમાં ચકચાર ફેલાયો છે. માતાજીના માંડવામાં આવેલા 250 ભક્તોને આ રોગની અસર જોવા મળતા હવે આરોગ્યતંત્ર દોડતું થયું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના..
જસદણના ગોખલાણા ગામ સમસ્ત દ્વારા મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. માતાજીના માંડવામાં ઘણા ભક્તો અહી આ માતાજીના માંડવનો લ્હાવો લેવા માટે પધાર્યા હતા. જસદણમાં આ માતાજીના માંડવામાં રાત્રે જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જમવાના કારણે 250 લોકોને એકસાથે જ ફૂટ પોઈઝન થતાં રાત્રે દોડ ધામ મચી જવા પામી હતી. આ ઘટના સામે આવ્યા બાદ 108 તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અસરગ્રસ્ત લોકોને જસદણ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Jamnagar : પૂનમ માડમ સામેના વિરોધને ડામવા ગૃહ રાજ્યમંત્રીની ક્ષત્રિય આગેવાનો સાથે બંધબારણે બેઠક