Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વીરપુર ખાતે જલારામ જયંતિની તૈયારીઓ પૂરજોશમાં, રવિવારે ધામધૂમથી ઉજવાશે 224 મી જન્મ જયંતી

અહેવાલ - હરેશ ભાલિયા  વીરપુરમાં "જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો" ના સુત્રને સાર્થક કરનાર પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 224 મી જન્મ જયંતી રવિવારે ધામધૂમથી ઉજવાશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ખાતે પૂજ્ય જલારામબાપાની આગામી રવિવારના રોજ આવતી ૨૨૪મી જન્મજયંતિની...
02:10 PM Nov 18, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - હરેશ ભાલિયા 
વીરપુરમાં "જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો" ના સુત્રને સાર્થક કરનાર પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 224 મી જન્મ જયંતી રવિવારે ધામધૂમથી ઉજવાશે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ખાતે પૂજ્ય જલારામબાપાની આગામી રવિવારના રોજ આવતી ૨૨૪મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય  ઉજવણી માટે સ્થાનિકોએ વીરપુર ધામને ધજા, પતાકા, કમાનો તેમજ રોશનીઓ લગાવી શણગાવામાં આવ્યું છે અને બાપાની જન્મ જયંતિ નિમિતે અત્યારથી જ કિડીયારાની જેમ ભાવિકોની ભીડ ઉમટી પડી છે.
 "જયા ટુકડો ત્યા હરી ઢુકડો " ને જીવન મંત્ર બનાવનાર જેનું આજે ૨૦૪ વર્ષે પણ અવિરત સદાવ્રત ચાલુ જ છે, તે સૌરાષ્ટ્રના સમરથ સંત શ્રી પૂજ્ય જલારામબાપાની આગામી રવિવારને કારતક સુદ સાતમના રોજ આવતી ૨૨૪મી જન્મ જયંતિને ઉજવવા માટે અત્યારથી જ વિરપુરમાં ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દિવાળીનો તહેવાર એટલે લોકો માટે રજાઓનો દિવસો અને આ દિવસોનો ફાયદો ઉઠાવવા માટે લોકો પરિવારો સાથે હરવા ફરવાના તેમજ ધાર્મિક તીર્થ સ્થાનોએ ઉપડી જતા હોય છે. જેમાં સૌરષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં દિવાળી નિમિતે યાત્રિકોનો ખુબ મોટો ઘસારો જોવા મળે છે તેમાંય દિવાળી બાદ તરત જ જલારામ જયંતી આવતી હોય ભાવિકોમાં બાપાના દર્શન કરવામાં બમળો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય બાપાની 224મી જન્મ જયંતિની ઉજવણી કરવા વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા સમગ્ર વીરપુર ગામને ધજા, પતાકા ઠેરઠેર કમાનો લગાવી અને રોશનીથી ઝળહળતું કરી ગોકુળિયું ગામ બનાવવામાં આવ્યું છે.રવિવારે  પુજ્યબાપાની જન્મ જયંતી ઉજવવાની તડામાર તૈયારીઓને અત્યારે સ્વયં સેવકો દ્વારા આખરીઓપ આપી દેવામાં આવ્યો છે.
બાપાની જન્મજયંતિને લઈને વીરપુર ખાતે દર્શને આવતા ભાવિકો વ્યવસ્થિત રીતે જલારામ બાપાના દર્શન કરી શકે તે માટે ત્રણસોથી વધુ સ્વયંમ સેવકો બાપાની જગ્યામાં તેમજ ધર્મશાળા અને પ્રસાદ કેન્દ્રમાં સેવા માટે ખડે પગે રહેશે અને જન્મ જયંતિની ઉજવણીને લઈને સમગ્ર ગામજનો દ્વારા બાપાના જીવન કવનને દર્શાવતી ઝાંખીઓ સાથેની શોભાયાત્રા પણ યોજવામાં આવશે.
 જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની 224 મી જન્મ જયંતીને લઈને લાખો ભાવિકો વીરપુરમાં ઉમટી પડશે જેમની દર્શનથી લઈને ભોજન પ્રસાદ સહીતની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 300 થી વધુ સ્વયંસેવકો સેવાકાર્યમાં જોડાશે. સુભાષભાઈ જોષી- સ્વયંમ સેવક કમીટી-વીરપુર
વીરપુરના વિશ્વવિખ્યાત સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 224મી જયંતી વીરપુરમાં ધામધૂમ થી ઉજવાશે જેમાં સમસ્ત ગ્રામજનો દ્વારા પૂજ્ય બાપાની શોભાયાત્રા યોજાશે જે વીરપુરના મુખ્ય ચોક મીનળવાવ ચોકથી શહેરના વિવિધ રસ્તાઓ પણ નીકળશે જેમાં વીરપુરની ગરબી મંડળની  બાળાઓ રાસ ગરબા રમશે.
આ પણ વાંચો -- ખાનપુર બાકોર પોલીસ મથકના લોકઅપમાંથી દારૂ અને પંખાના મુદ્દામાલની પોલીસકર્મીઓએ ચોરી કરી
Tags :
hindu tamplejalaram mandirJANMA JAYANTIReligiousVirpur
Next Article