Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જૂનાગઢમાં ભૂગર્ભ ગટરનું કામ યોગ્ય રીતે નહીં થતું હોવાનો આક્ષેપ...

અહેવાલ - સાગર ઠાકર, જુનાગઢ જૂનાગઢમાં ભૂગર્ભ ગટરનું કામ યોગ્ય રીતે નહીં થતું હોવાનો આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો છે. અને આ બાબતે શહેરી વિકાસ વિભાગને પત્ર લખીને ભૂગર્ભ ગટરનું કામ કરતી કંપની બેદરકારી દાખવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો...
જૂનાગઢમાં ભૂગર્ભ ગટરનું કામ યોગ્ય રીતે નહીં થતું હોવાનો આક્ષેપ

અહેવાલ - સાગર ઠાકર, જુનાગઢ

Advertisement

જૂનાગઢમાં ભૂગર્ભ ગટરનું કામ યોગ્ય રીતે નહીં થતું હોવાનો આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો છે. અને આ બાબતે શહેરી વિકાસ વિભાગને પત્ર લખીને ભૂગર્ભ ગટરનું કામ કરતી કંપની બેદરકારી દાખવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભૂગર્ભ ગટરના કામ સમયે કંપનીના અધિકારીઓ હાજર હોતા નથી તેથી કામ બરાબર થતું નથી. અને લોકોને હાલાકી ભોગવવી પડતી હોય ત્યારે કંપના સામે પગલાં લેવા માંગ કરવામાં આવી છે.

જૂનાગઢ શહેરમાં 244 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના 

Advertisement

જૂનાગઢ શહેરમાં 244 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના ચાલી રહી છે. જેમાં હાલ ફેઈઝ 2 નું કામ ચાલી રહ્યું છે, શહેરના હનુમાનપરા, શ્રીજી નગર, દેવ રેસીડેન્સી, શાંતેશ્વર રોડ, ખલીલપુર રોડ, પાવન પાર્ક સહીતના વિસ્તારોમાં હાલ ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે જેને લઈને વોર્ડ નં. 6 ના કોંગ્રેસના કોર્પોરેટર લલિત પણસારા દ્વારા શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ તથા મનપાના કમિશ્નરને પત્ર લખવામાં આવ્યો છે. અને ભૂગર્ભ ગટરનું કામકાજ યોગ્ય રીતે નહીં થતું હોવાનો આક્ષેપ કરાયો છે. લલિત પણસારાએ આક્ષેપ કર્યો છે કે ભૂગર્ભ ગટરની કામગીરી સમયે જવાબદાર ઈજનેર કે અધિકારી હાજર હોવા જોઈએ જે નથી હોતા તેના કારણે કામ યોગ્ય રીતે થતું નથી.

અન્ય કંપનીને કામ સોંપવામાં આવે તેવી માંગ

Advertisement

એક વખત ભૂગર્ભ ગટરનું કામ થઈ ગયા પછી ત્યાં પાકો રસ્તો બનાવી દેવાય છે. બાદમાં ખ્યાલ આવે કે હજુ કામ બાકી છે એટલે ફરી તે રસ્તા ખોદવામાં આવે છે. વળી જૂની ગટરની લાઈન ભેળવવામાં આવતી નથી તેથી લોકોના ઘર પાસે ગટરના પાણીના ખાડા ભરાઈ જાય છે. આમ લોકોને હાલાકી ભોગવવી પડે છે ત્યારે જવાબદાર કંપની સામે કાર્યવાહી કરવામાં આવે અથવા તો અન્ય કંપનીને કામ સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો કે સમગ્ર મામલે શાસક પક્ષે વિપક્ષના આક્ષેપોને ફગાવ્યા હતા. અને માત્ર વિપક્ષ ની ભૂમિકા ભજવવા ખોટા આક્ષેપો કરીને વિપક્ષ વિકાસના કામમાં બાધા નાખવાનું કામ કરતી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Godhra: વિદ્યાર્થીનીએ કચરામાંથી ઘરવાપરાશ અને રોજગાર ઉપલબ્ધ કરતો પ્રોજેકટ બનાવ્યો

Tags :
Advertisement

.