Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઇઝરાયલના કેન્દ્રીય પરિવહનમંત્રી Miri Regev મુન્દ્રા પોર્ટની લઇ શકે છે મુલાકાત

Miri Regev : ભારત અને ઇઝરાયલ (India and Israel) વચ્ચે હાલમાં સુમેળભર્યા સંબંધો છે જેનો વૈશ્વિક સ્તરે કચ્છને ફાયદો થવાનો છે. ઇઝરાયલ સાથે હાલમાં ભારતનો કોઈ ટ્રેડ કોરિડોર નથી. ત્યારે કચ્છના મુન્દ્રાથી ઇઝરાયલના હાઇફા પોર્ટ સુધી દરિયાઈ માર્ગે ટ્રેડ કોરિડોર...
06:02 PM Feb 13, 2024 IST | Hardik Shah

Miri Regev : ભારત અને ઇઝરાયલ (India and Israel) વચ્ચે હાલમાં સુમેળભર્યા સંબંધો છે જેનો વૈશ્વિક સ્તરે કચ્છને ફાયદો થવાનો છે. ઇઝરાયલ સાથે હાલમાં ભારતનો કોઈ ટ્રેડ કોરિડોર નથી. ત્યારે કચ્છના મુન્દ્રાથી ઇઝરાયલના હાઇફા પોર્ટ સુધી દરિયાઈ માર્ગે ટ્રેડ કોરિડોર (trade corridor) શરૂ થાય તે દિશામાં પગલાં ભરાઈ રહ્યા છે. આજે ઇઝરાયલના કેન્દ્રીય પરિવહનમંત્રી મીરી રેજીવ (Israel's Union Transport Minister Miri Regev) મુન્દ્રા પોર્ટ (Mundra Port) ની આ સંબંધે મુલાકાત લેવાના હોવાનું જાણવા મળેલ છે.

ઇઝરાયલના કેન્દ્રિય પરિવહન અને માળખાકીય સુવિધાના મંત્રી મીરી રેજીવ (Miri Regev) હાલમાં ભારતની મુલાકાતે (visit to India) છે. સોમવારે તેઓએ મુંબઈ (Mumbai) માં નિર્માણ પામનારા કોસ્ટલ હાઇવે (coastal highway) ની મુલાકાત લીધી હતી. તેમજ ઇઝરાયેલ અને ભારત (Israel and India) વચ્ચેના વેપાર કોરિડોરની સંભવિતતાની સમીક્ષા કરવા માટે મંત્રી આજે સંભવિત ગુજરાતના મુન્દ્રા પોર્ટ (Mundra Port) ની મુલાકાત લેવાના છે. મુન્દ્રા પોર્ટ અદાણી સંચાલિત છે અને ઇઝરાયલમાં હાઇફા પોર્ટ (Haifa port) પણ અદાણી સંચાલિત છે. તેમજ મુન્દ્રા પોર્ટ પર વૈશ્વિક વેપાર સંદર્ભે પૂરતી સવલતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર (infrastructure) છે. સાથે ગુજરાતની સાથે રાજસ્થાન, યુપી, જમ્મુ સહિતના રાજ્યોના કાર્ગોના હેન્ડલિંગ અહીં થાય છે. જેથી મુન્દ્રાની પસંદગી થઈ છે. જો ટ્રેડ કોરિડોર શરૂ થશે તો બંને દેશના વ્યાપારમાં ગતિ આવશે અને કચ્છનો ફરી એકવાર વૈશ્વિક સ્તરે ડંકો વાગશે જે હકીકત છે. મંત્રીની મુલાકાત આ પ્રોજેકટ માટે સારો સંકેત ગણાવાઈ રહ્યો છે.

કાર્ગો હેન્ડલિંગ માટે મુન્દ્રા મહત્વનું પોર્ટ છે. જો મુંબઇથી વેપાર કરે તો 500થી 700 કિમીનું અંતર વધતાં બળતણનો વ્યય થતાં ભાવ વધે જેથી મુન્દ્રા કાર્ગો પરિવહન માટે સસ્તું પડે છે. ઇઝરાયલથી આવવામાં મુન્દ્રા પોર્ટ ભારતમાં પ્રથમ છે. ટ્રેડ કોરિડોર એટલે બંને દેશો વચ્ચે દરિયાઇ માર્ગે સતત જહાજોની અવર જવર. જો વાસ્તવિક્તામાં પરિણમે તો દરિયાઇ માર્ગે વેપારમાં કચ્છનો ડંકો વાગી જશે.

અહેવાલ - કૌશિક છાંયા

આ પણ વાંચો - Mansa : 21મી સદીમાં પણ જોવા મળી રહ્યું છે જાતિવાદનું ઝેર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GujaratGujarat FirstGujarat NewsIsrael's Union Transport MinisterIsrael's Union Transport Minister Miri RegivMiri RegevMiri RegivMundra PortMundra Port News
Next Article