ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઈડરના શ્રીનગર વિસ્તારમાં બે માસથી ખોદકામ કરાયેલા ખાડા પુરવામાં તંત્રની ઉદાસીનતા

ઈડર નગરપાલિકા (Idar Municipality) દ્વારા બે માસ અગાઉ શ્રીનગર વિસ્તારમાં પાણીનો લીકેજ વાલ્વ (water leakage valve) રીપેર કરવા માટે ખોદકામ કરવામાં આવેલ ખાડો પૂરવામાં દાખવવામાં આવેલી બેદરકારી બદલ કર્મચારીને નોટીસ (Notice) ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો કરવાની તાકીદ કરી છે. ઈડર...
08:25 PM Apr 08, 2024 IST | Hardik Shah
Idar Municipality water leakage valve

ઈડર નગરપાલિકા (Idar Municipality) દ્વારા બે માસ અગાઉ શ્રીનગર વિસ્તારમાં પાણીનો લીકેજ વાલ્વ (water leakage valve) રીપેર કરવા માટે ખોદકામ કરવામાં આવેલ ખાડો પૂરવામાં દાખવવામાં આવેલી બેદરકારી બદલ કર્મચારીને નોટીસ (Notice) ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો કરવાની તાકીદ કરી છે.

ઈડર (Idar) ના સત્યમ ચાર રસ્તાથી શ્રીનગર તરફ જવાના રસ્તા પર રહેણાંક વિસ્તાર તેમજ દવાખાના અને બજાર આવેલા છે. જેને લઈ લોકોની અવર-જવર વધુ રહે છે. દરમિયાન બે મહિના અગાઉ શ્રીનગર વિસ્તારમાં આવેલી પાણીની પાઈપલાઈનનો વાલ્વ લીકેજ હોવાના કારણે તેનું રીપેરીંગ કરવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ ગમે તે કારણસર આ ખાડો પુરવા માટે નગરપાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવતી ન હતી. જેને લઈને અહીંથી રોજબરોજ થતાં વાહનચાલકો, સીનીયર સીટીઝન અને નાના બાળકો માટે આ ખાડો જોખમી બન્યો છે. રાત્રિના સમયે ખાડો દેખાતો ન હોવાને કારણે ક્યારેક અકસ્માત થવાનો ભય પણ રહીશો સેવી રહ્યા છે. રોડ નીચેથી પસાર થઈ રહેલા પાણીની લાઈનનો વાલ્વ લિકેજ થતા મોટા પ્રમાણમાં છેલ્લા ગણા સમયથી પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો.

છતાં પાલિકા પાણી પુરવઠા વિભાગ દ્વારા રોડ પર લાઈનનું ખોદકામ કર્યા બાદ ખાડો પુરવામાં આવી રહ્યો નથી. જેથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ બાબતે પાલિકાના ચીફ ઓફિસરને જાણ કરવામાં આવતા ચીફ ઓફિસર દ્વારા પાણી પુરવઠા વિભાગને તાકીદે સૂચના આપી હતી. પરંતુ ચાર દિવસ સુધી સમારકામ ન થતાં ગટરના કામ અંગે નગરપાલિકાના કર્મચારી રવિ ત્રિવેદીને બેદરકારી બદલ નોટીસ આપીને ત્રણ દિવસમાં ખુલાસો કરવાની તાકીદ કરાઈ છે.

અહેવાલ - યશ ઉપાધ્યાય

આ પણ વાંચો - હિંમતનગરમાં જાહેર રસ્તાઓ પર ચાલતી નોનવેજની હાટડીઓ બંધ કરાવવા માંગ

આ પણ વાંચો - SABARKANTHA : આનંદપુરા વસાહતથી ભૂવેલને જોડતા રોડ માટે ગ્રામજનો ૩પ વર્ષથી જોઈ રહ્યા છે રાહ

Tags :
GujaratGujarat FirstGujarat NewsGujarati NewsIdarIdar MunicipalityIdar Newspit dugSabarkanthawater leakage valve
Next Article