Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ડભોઇ ખાતે ઓવરબ્રિજનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ

અહેવાલ - પિન્ટુ પટેલ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર ડભોઇ ખાતે સરિતા ફાટક પાસે રેલ્વે લાઈન પસાર થાય છે. આ રેલ્વે લાઇનને કારણે ફાટક બંધ થતા ખૂબ જ ટ્રાફિક જામ થતો હતો અને નાગરિકોનો ખૂબ જ લાંબો...
11:58 PM Nov 11, 2023 IST | Hardik Shah

અહેવાલ - પિન્ટુ પટેલ

વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર ડભોઇ ખાતે સરિતા ફાટક પાસે રેલ્વે લાઈન પસાર થાય છે. આ રેલ્વે લાઇનને કારણે ફાટક બંધ થતા ખૂબ જ ટ્રાફિક જામ થતો હતો અને નાગરિકોનો ખૂબ જ લાંબો સમય ટ્રાફિકમાં વેડફાઈ જતો હતો અને નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ સ્થાનિક નેતાઓ અને પ્રશાસનના સહિયારા પ્રયાસોથી આ રેલ્વે લાઈન ઉપર કરોડો રૂપિયાના ખર્ચે ચાર માર્ગીય ઓવરબ્રિજ નિર્માણ કરવાનું કાર્ય ચાલી રહ્યું હતું. જેમાં આજ રોજ એક તરફના દ્રીમાર્ગીય ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ફાટક વિહોણો માર્ગ

વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હોઈ આ માર્ગ કાયમ ટ્રાફિક થઈ ધમધમતો રહે છે અને જ્યારે જયારે ફાટક બંધ થાય ત્યારે ખૂબ જ લાંબી વાહનોની કતારો જામી જાય છે. આ કારણે નાગરિકોનો ખૂબ જ લાંબો સમય ટ્રાફિકની સમસ્યામાં વેડફાઈ જતો હતો. જેના પરિણામે નાગરિકોને પારાવાર મુશ્કેલીઓ થઈ રહી હતી. હવે જયારે એક તરફનો માર્ગ ફાટક વિહોણો બની ગયો છે અને રેલવે લાઇન ઉપર આ ઓવર બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેથી હવે આવનાર તહેવારોના દિવસોમાં વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે જતાં નાગરિકોને ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

દ્રિમાર્ગીય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયો

ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં ડભોઈ સરિતા ફાટક પાસેથી પસાર થતી રેલવે લાઇન ઉપર રૂપિયા 25 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામેલાં એક તરફનાં દ્રીમાર્ગીય ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ બ્રિજનું લોકાર્પણ થતા સમગ્ર પંથકના નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.

ડભોઇ - ર્દભાવતી નગરનો વિકાસ થાય એ જ મારું લક્ષ્ય છે. આવનાર દિવસોમાં પણ ડભોઇ વિકાસની ઊંચી ગતિએ સતત આગળ વધે તે માટે હું મારા થકી બનતાં તમામ પ્રયત્નો કરીશ અને જન સુખાકારીના વધુ ને વધુ કામો થાય તે માટે સતત પ્રયત્નશીલ રહીશ.

આ પણ વાંચો - Railway : તહેવાર સમયે મુલાકાતીઓ હવે રેલવે સ્ટેશન પર મુસાફરોને મુકવા નહીં આવી શકે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
DabhoiDabhoi MLADabhoi NewsGujarat FirstInauguration of overbridgeoverbridge at Dabhoi
Next Article