Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું રાજ્યપાલના હસ્તે લોકાર્પણ

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ ભરુચ જીલ્લામાં મોટાપાયે કેળાની ખેતી કરતાં ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી ખેડૂતોની આર્થિક સક્ષમતા વધે તે હેતુથી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન દ્વારા ભરૂચના વગુસણા ગામ પાસે ભરુચ જિલ્લા સૌ પ્રથમ ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું...
bharuch   ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું રાજ્યપાલના હસ્તે લોકાર્પણ

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

Advertisement

ભરુચ જીલ્લામાં મોટાપાયે કેળાની ખેતી કરતાં ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી ખેડૂતોની આર્થિક સક્ષમતા વધે તે હેતુથી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન દ્વારા ભરૂચના વગુસણા ગામ પાસે ભરુચ જિલ્લા સૌ પ્રથમ ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું સ્થાપન કરવામાં આવ્યું છે.

Gujko Green Banana Fiber Project in Bharuch

Advertisement

જે કેન્દ્ર ખાતે કેળાંની લૂમ નીકળી ગયા બાદ થડનો પણ ઉપયોગ થાય તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કેળાના થડના નકામા અવશેષોમાંથી સંશોધન બાદ રાસ્પાડોર મશીનનો ઉપયોગ કરી કેળાના થડમાંથી સૂકા રેશા,ઘન કચરો પ્રવાહી અને મધ્યગર સહિતના ઘટકો છૂટા પાડી તે ઘટકોમાંથી વિવિધ ચીજ વસ્તુઓ બનાવી હતી જેમાં કાપડ,ઉચ્ચ ગુણવત્તાના કાગળો હાથ બનાવટની અનેક વસ્તુઓ સાથે કાર્ડબોડ સહિતની વસ્તુઓ સાથે કંપોસ્ટ ખાતર અને માછલીઓનો ખોરાક તેમજ મધ્યગરમાંથી ખાવાલાયક ચીજ વસ્તુઓ જેવી કે કેન્ડી,શરબત સહિતની વસ્તુઓ બનાવી છે જે ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું આજરોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રિબિંગ કટિંગ અને તખ્તી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Gujko Green Banana Fiber Project in Bharuch

Advertisement

આ કાર્યક્રમમાં ગુજકોમાસોલના અધ્યક્ષ દિલીપ સંઘાણી,કુષિ મંત્રી રાઘવજી પટેલ, રાજ્ય કક્ષાના સહકાર મંત્રી જગદીશ પંચાલ, ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ,રાજ્ય કક્ષાના ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને ગુજકોમાસોલ બિપિન પટેલ,કલેકટર તુષાર સુમારે અને એસપી મયુર ચાવડા સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : AHMEDABAD :9 મહિનાનું બાળક રમકડાના મોબાઈલનું LED બલ્બ ગળી ગયું, પછી શું થયું ?? દરેક માતા-પિતા એ વાંચવા જેવો કિસ્સો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.