Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અંગ દઝાડતી ગરમી, અમદાવાદમાં 42.7 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમ શહેર બન્યું

રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં દિવસ દરમિયાન આકરા તડકાનો અનુભવ થશે. અમદાવાદનું મહત્તમ તાપમાન 42.7 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ...
08:28 AM May 21, 2023 IST | Dhruv Parmar

રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં દિવસ દરમિયાન આકરા તડકાનો અનુભવ થશે. અમદાવાદનું મહત્તમ તાપમાન 42.7 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ વાતાવરણ પણ રહેશે.

ગરમ પવનોની અસરથી રાજ્યમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે, જેને કારણે 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર કરી ગયો છે. રાજ્યમાં 42.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર બન્યું હતું. હજુ ચાર દિવસ મોટાભાગના શહેરોમાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે. તેમજ 24 મે પછી રાજ્યમાં ફરીથી ગરમીમાં ઘટાડો થવાના સંકેત હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયાં છે.

તમને જણાવી દઈએ કે, ક્ષિણપૂર્વ બંગાળની ખાડી, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્રમાં ચોમાસું સક્રિય થયું છે. આગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસું અખાતના બાકીના વિસ્તારોમાં પહોંચવા માટે અનુકૂળ સ્થિતિ છે. આ વખતે ચોમાસું કેરળમાં 4 જૂને દસ્તક આપી શકે છે. મોનસૂન અપડેટ 2023 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે દેશમાં ગરમીમાંથી થોડી રાહત મળી હતી, પરંતુ હવે આકરા તડકા અને ગરમીએ લોકોને પરેશાન કરવાનું શરૂ કર્યું છે અને હવે લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે ‘ભાષા મારી ગુજરાતી’ ત્રિમાસિકના બીજા અંકનું કરાયું લોકાર્પણ

Tags :
AhmedabadGujaratHottest CitySummerTemperatureweather forecast
Next Article